GCA U16 બૉયઝ ટીમ મલ્ટિ ડે ટૂર્નામેન્ટની ફાઇનલમાં

Spread the love

વડોદરા

વડોદરામાં રમાયેલી રિલાયન્સ G1 U16 મલ્ટી-ડે ટુર્નામેન્ટમાં ગુજરાતની યુવા ટીમે શાનદાર પ્રદર્શન કરીને સૌરાષ્ટ્રને હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે.

ટીમના ડાબોડી સ્પિનર ધ્રુવ પટેલ સમગ્ર મેચના હીરો રહ્યો. તેણે ઐતિહાસિક અને રેકોર્ડબ્રેકિંગ પ્રદર્શન કરતાં: પ્રથમ ઇનિંગ્સમાં 5 વિકેટ અને બીજી ઇનિંગ્સમાં તમામ 10 વિકેટ ખેરવવા સાથે મેચમાં કુલ 15 વિકેટ મેળવીને ટીમને યાદગાર જીત અપાવી હતી.

ટૂંકો સ્કોરઃ ગુજરાત પ્રથમ દાવઃ 134 (જયવર્ધન સિંહ 30, શૌર્ય પ્રજાપતિ 23, જાનવ પટેલ 22, નેવિલ ડાંગર 18માં 4 અને લવ નિમાવત 24માં 3 વિકેટ)

એસસીએઃ પ્રથમ દાવઃ 53 (ધ્રુવ પટેલ 20માં 5 અને સ્વપ્ન પટેલ 21માં 4)

જીસીએઃ બીજો દાવઃ 106 (દિપાંશુ ગુપ્તા 25, મહર્ષિ વાઘેલા 34માં 5, શ્રીરાજ ભંભાણિયા 41માં 5 વિકેટ).

એસસીએઃ બીજો દાવઃ 110 ( હર્ષવર્ધન તન્ના 24, અંશ મુંગપરા 20, ધ્રુવ પટેલ 42માં 10 વિકેટ).

ગુજરાતે SCA U16 બૉયઝ ટીમ સામે 77 રનથી આઉટરાઇટ જીત મેળવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *