ગુલમહોર ગોલ્ફર ઓફ ધ યર ટુર્નામેન્ટમાં લો-હેન્ડિકેપ કેટેગરીમાં ત્વિષા પટેલ 79 ગ્રોસ-38 પોઈન્ટ સાથે વિજેતા

Spread the love

આ ટૂર્નામેન્ટમાં ત્રણેય કેટેગરીમાં 27 ગોલ્ફરોએ રિવોર્ડ પોઈન્ટ મેળવ્યા હતા

અમદાવાદ 

શહેરના ગોલ્ફિંગ ટુર્નામેન્ટમાંની એક, ગુલમહોર ગોલ્ફર ઓફ ધ યર (GGOY) ના 11માં અને અંતિમ રાઉન્ડમાં 60 ગોલ્ફરોએ ભાગ લીધો હતો. બિમાવલે-ગો ગોલ્ફ 2025 કેલેન્ડરના ભાગરૂપે યોજાયેલી ટૂર્નામેન્ટનો આ અંતિમ અને સમાપન રાઉન્ડ 15 અને 16 નવેમ્બરના રોજ ગુલમહોર ગ્રીન્સ : ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ ખાતે રમાયો હતો.

ટૂર્નામેન્ટમાં લો-હેન્ડિકેપ કેટેગરીમાં ત્વિષા પટેલ 79 ગ્રોસ અને 38 પોઈન્ટ સાથે વિજેતા બની હતી, જ્યારે જેમ જોસ 86 ગ્રોસ અને 33 પોઈન્ટ સાથે બીજા સ્થાને રહ્યા હતા.

મિડ-હેન્ડીકેપ કેટેગરીમાં, નીરવ સોનીએ 88 ગ્રોસ અને 36 પોઈન્ટ સાથે ટોચનું સ્થાન મેળવ્યું હતું, જ્યારે સૌમ્યા શાહ 94 ગ્રોસ અને 35 પોઈન્ટ સાથે બીજા ક્રમે રહ્યા હતા.

હાઈ-હેન્ડિકેપ કેટેગરીમાં દિલીપ બોરાહ 97 ગ્રોસ અને 41 પોઈન્ટ સાથે ટોચ પર રહ્યા હતા. રમેશ સોજીત્રા 102 ગ્રોસ અને 33 પોઈન્ટ સાથે બીજા ક્રમે રહ્યા હતા.

ત્રણેય વિજેતાઓને 3,000 રિવોર્ડ પોઈન્ટ મળ્યા હતા, જ્યારે રનર્સ-અપને 1,800 પોઈન્ટ મળ્યા હતા. કુલ મળીને, ટૂર્નામેન્ટમાં ત્રણેય કેટેગરીમાં 27 ગોલ્ફરોએ રિવોર્ડ પોઈન્ટ મેળવ્યા હતા.

જુનિયર કેટેગરીમાં, રિવાન સોનીએ 103 ગ્રોસ અને 41 પોઈન્ટ સાથે ટોચનું સ્થાન મેળવ્યું હતું, જ્યારે જુહી માવાણીએ 86 ગ્રોસ અને 36 પોઈન્ટ સાથે બીજું સ્થાન પ્રાપ્ત કર્યુ હતું. તેમને અનુક્રમે 1,500 અને 1,000 રિવોર્ડ પોઈન્ટ મળ્યા હતા.

સ્કીલ(કૌશલ્ય) સ્પર્ધાઓમાં, સૌમ્યા શાહે હોલ 1 પર 260-યાર્ડ શોટ સાથે સૌથી લાંબી ડ્રાઇવ સ્પર્ધા જીતી હતી. સંજીવ નિકમે હોલ 3 પર પિનની સૌથી નજીક બોલને હોલથી માત્ર 14 ફૂટ દૂર લેન્ડ કરીને સ્પર્ધા જીતી હતી. નીરવ સોનીએ હોલ 9 પર સ્પર્ધામાં પિનની સૌથી નજીક બીજો શોટ લગાવીને બોલને હોલથી ફક્ત આઠ ફૂટ દૂર રાખીને જીત હાંસલ કરી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *