જિયોએ AI ઓફરને અપગ્રેડ કરી, જિયો જેમિનિ ઓફરમાં હવે જેમિનિ-3નો ઉપયોગ કરી શકાશે અને તેની સાથે તમામ અનલિમિટેડ 5G વપરાશકર્તાઓને લાભ મળશે

Spread the love
  • મફત જિયો જેમિનિ પ્રો પ્લાન હવે તમામ જિયો અનલિમિટેડ 5G વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ
  • ઓફરમાં ગૂગલના નવીનતમ જેમિનિ-3 મોડેલનો પણ સમાવેશ

    જિયોએ તેના મહત્વપૂર્ણ અને આકર્ષક એવા જિયો જેમિનિ પ્લાનને લઈ આજે નોંધપાત્ર જાહેરાત કરી છે, જેમાં ગૂગલ જેમિનિ-3ને જિયો જેમિનિ પ્રો-પ્લાનમાં સમાવી તેને તમામ અનલિમિટેડ 5G ગ્રાહકો માટે 18 મહિના માટે મફત ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ સુધારા-અપગ્રેડમાં મુખ્ય બે મુખ્ય ફેરફારો કરવામાં આવ્યા છે,

જેમાં મુખ્યત્વે

1. ફક્ત યુવા વર્ગ માટેની આ ઓફર હવે તમામ અનલિમિટેડ 5G યુઝર બેઝ માટે ઉપલબ્ધ બનશે અને

2. ગૂગલના નવા જેમિની 3 મોડેલનો સમાવેશ

આ વિસ્તરણ સાથે, યોગ્યતા ધરાવતા તમામ જિયો અનલિમિટેડ 5G વપરાશકર્તાઓ ₹35,100ની કિંમતના જેમિનિ પ્રો પ્લાનનો વિનામુલ્યે 18 મહિના આનંદ માણી શકશે. જે દરેક ભારતીયને અદ્યતન AI ઉપયોગને સર્વવ્યાપી બનાવવાની જિયોની પ્રતિબદ્ધતાને વધુ સુદ્રઢ બનાવે છે.

મુખ્ય ધ્યાનાકર્ષક મુદ્દાઓ :

  • જિયો અનલિમિટેડ 5G વપરાશકર્તાઓ માટે ₹35,100ની કિંમતનો જેમિની પ્રો પ્લાન 18 મહિના માટે મફત
  • ગૂગલના નવા જેમિની 3 મોડેલમાં પણ અપગ્રેડેશન
  • માય જિયો પર “ક્લેમ નાઉ” મારફતે તુરંત એક્ટિવેશન
  • ૧૯ નવેમ્બર,૨૦૨૫થી ઓફર ઉપલબ્ધ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *