જિયોએ AI ઓફરને અપગ્રેડ કરી, જિયો જેમિનિ ઓફરમાં હવે જેમિનિ-3નો ઉપયોગ કરી શકાશે અને તેની સાથે તમામ અનલિમિટેડ 5G વપરાશકર્તાઓને લાભ મળશે
જિયોએ તેના મહત્વપૂર્ણ અને આકર્ષક એવા જિયો જેમિનિ પ્લાનને લઈ આજે નોંધપાત્ર જાહેરાત કરી છે, જેમાં ગૂગલ જેમિનિ-3ને જિયો જેમિનિ પ્રો-પ્લાનમાં સમાવી તેને તમામ અનલિમિટેડ 5G ગ્રાહકો માટે 18 મહિના માટે મફત ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સુધારા-અપગ્રેડમાં મુખ્ય બે મુખ્ય ફેરફારો કરવામાં આવ્યા છે, જેમાં મુખ્યત્વે 1. ફક્ત યુવા વર્ગ માટેની આ ઓફર હવે તમામ અનલિમિટેડ 5G યુઝર બેઝ માટે ઉપલબ્ધ બનશે અને 2. ગૂગલના નવા જેમિની 3 મોડેલનો સમાવેશ આ વિસ્તરણ સાથે, યોગ્યતા ધરાવતા તમામ જિયો અનલિમિટેડ 5G વપરાશકર્તાઓ ₹35,100ની કિંમતના જેમિનિ પ્રો પ્લાનનો વિનામુલ્યે 18 મહિના આનંદ માણી શકશે. જે દરેક ભારતીયને અદ્યતન AI ઉપયોગને સર્વવ્યાપી બનાવવાની જિયોની પ્રતિબદ્ધતાને વધુ સુદ્રઢ બનાવે છે. મુખ્ય ધ્યાનાકર્ષક મુદ્દાઓ :
