TPL 7-જી.એસ દિલ્હી એસિસ પોઈન્ટ ટેબલમાં ટોચ પર , રાજસ્થાન રેન્જર્સ બીજા ક્રમે

Spread the love

અમદાવાદ

ટેનિસ પ્રીમિયર લીગ (TPL) સીઝન 7 ના બીજા દિવસે ગુજરાત યુનિવર્સિટી ટેનિસ સ્ટેડિયમ ખાતે જી.એસ દિલ્હી એસિસ પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહી હતી અને રાજસ્થાન રેન્જર્સ બીજા ક્રમે રહ્યું હતું.

પ્જીરથમ મેચમાં એસ દિલ્હી એસિસ અને ચેન્નાઈ સ્મેશર્સે બ્લેક કોર્ટ પર પોતાની મેચની શરૂઆત કરતા મહિલા સિંગલ્સમાં, સોફિયા કોસ્ટૌલાસે પહેલા દિવસથી જ પોતાનું પ્રભાવશાળી ફોર્મ ચાલુ રાખ્યું, ઇરિના બારા પર 17-8 થી જીત મેળવી. ત્યારબાદ તેણે મિક્સ ડબલ્સમાં ભારતના જીવન નેદુન્ચેઝિયાન સાથે જોડી બનાવી, જ્યાં આ જોડીએ પોતાની ગતિજાળવી રાખી અને ઇરિના બારા અને રિત્વિક બોલિપલ્લી સામે 14-11 થી જીત મેળવી, જેનાથી જીએસ દિલ્હી એસિસની લીડ વધુ મજબૂત થઈ.

ચેન્નાઈ સ્મેશર્સે પુરુષોના સિંગલ્સમાં વળતી લડત આપતા દાલિબોર સ્વરસીનાએ બિલી હેરિસને જોરદાર સ્પર્ધામાં 13-12 થી હરાવ્યો. સ્વરસીના અને રિત્વિક બોલિપલ્લીએ પુરુષોની ડબલ્સ મેચ 14-11 થી જીતી. જોકે, જ્યારે કુલ પોઈન્ટની ગણતરી કરવામાં આવી, ત્યારે GS દિલ્હી એસિસે 56-44થી જીત મેળવી હતી.

બીજી મેચમાં, એસજી પાઇપર્સ બેંગલુરુનો સામનો યશ મુંબઈ ઇગલ્સ સાથે થયો. રિયા ભાટિયાએ મહિલા સિંગલ્સમાં શ્રીવલ્લી ભામિદીપતીને 17-8 થી હરાવીને ઇગલ્સને સારી શરૂઆત અપાવી. મિક્સ ડબલ્સમાં, શ્રીવલ્લી ભામિદીપતી અને રોહન બોપન્નાએ રિયા ભાટિયા અને નિકી પૂનાચાને 14-11થી હરાવીને પોતાનો વળતી લડત આપી.

ત્યારબાદ રામકુમાર રામનાથને પુરુષોના સિંગલ્સમાં વિશ્વના 57 નંબરના દામીર ઝુમહુરને 15-10થી હરાવીને એસજી પાઇપર્સને આગળ ધપાવ્યું એ પછી મેચ મેન્સ ડબલ્સમાં ગઈ, જ્યાં નિકી પૂનાચા અને દામીર ઝુમહુરની જોડીએ રામકુમાર રામનાથન અને રોહન બોપન્નાને 13-12થી હરાવ્યા, જેનાથી યશ મુંબઈ ઇગલ્સને કુલ 51-49થી વિજય મળ્યો.

દિવસની ત્રીજી મેચમાં, હૈદરાબાદ સ્ટ્રાઇકર્સનો સામનો ગુજરાત પેન્થર્સ સાથે થયો. મહિલા સિંગલ્સમાં, કેરોલ મોનેટે શાનદાર પ્રદર્શન કરીને નુરિયા બ્રાન્કાસિઓને 14-11થી હરાવી. તેણે મિક્સ ડબલ્સમાં વિષ્ણુ વર્ધન સાથે તે શાનદાર ફોર્મ જારી રાખતાં હૈદરાબાદની જોડીએ નુરિયા બ્રાન્કાસિઓ અને અનિરુદ્ધ ચંદ્રશેખરને 13-12થી હરાવીને સ્પર્ધામાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું.

હૈદરાબાદ સ્ટ્રાઈકર્સે મેન્સ સિંગલ્સમાં પોતાની વિજય કૂચ ચાલુ રાખી, પરંતુ એલેક્ઝાન્ડ્રે મુલરે સ્ટેફાનો ટ્રાવાગ્લિયાને 13-12થી હરાવ્યો. મેન્સ ડબલ્સમાં, ચંદ્રશેખર/મુલરે ટ્રાવાગ્લિયા/વર્ધન સામે 13-12થી જીત મેળવી, જેનાથી ગુજરાત પેન્થર્સને એકંદરે 51-49ની લીડ મળી.

દિવસની છેલ્લી મેચમાં, ગુડગાંવ ગ્રાન્ડ સ્લેમર્સનો સામનો રાજસ્થાન રેન્જર્સ સામે થયો. મહિલા સિંગલ્સમાં, 25 વર્ષીય સહજા યમલાપલ્લીએ એકટેરીના કાઝિઓનોવાને 13-12થી હરાવીને ગુડગાંવને સકારાત્મક શરૂઆત અપાવી. રેન્જર્સે મિક્સ્ડ ડબલ્સમાં વાપસી કરી, જ્યાં એકટેરીના કાઝિઓનોવા અને સુરેશ દક્ષિણેશ્વરે બાલાજી શ્રીરામ અને સહજા યમલાપલ્લી પર 13-12થી જીત મેળવી. 26 વર્ષીય લુસિયાનો દરડેરી અને બ્રિટિશ ખેલાડીએ ગુડગાંવ ગ્રાન્ડ સ્લેમર્સ માટે 13-12થી શાનદાર જીત મેળવી. મેન્સ ડબલ્સમાં, બાલાજી શ્રીરામ અને ડેન ઇવાન્સનો સામનો સુરેશ દક્ષિણેશ્વર અને લુસિયાનો દરડેરી સામે થયો હતો. રાજસ્થાન રેન્જર્સની જોડીએ ગુડગાંવની જોડીને 18-7થી હરાવીને કુલ 55-45થી જીત મેળવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *