જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કૂલમાં પ્રવેશ માટે હાઇટ હંટ કાર્યક્રમ યોજાશે

Spread the love

૧૮ અને ૧૯ ડિસેમ્બરના રોજ નિકોલ સ્પોર્ટસ હોસ્ટેલ ખાતે યોજાશે હાઇટ હંટ પસંદગી પ્રક્રિયા

ગાંધીનગર

સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કૂલ યોજના અંતર્ગત હાઈટના આધારે જે ખેલાડી તા.૦૧/૦૧/૨૦૧૧ પછી જન્મેલા હોય તેવા ભાઈઓ અને બહેનો માટે પસંદગી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું છે.

હાઇટ હંટ કાર્યક્રમના માપદંડો નીચે મુજબ રહેશે.

  • તા.૦૧/૦૧/૨૦૧૧ પછી જન્મેલા બહેનો જેમની ઉંચાઈ ૧૬૩ સે.મી. કે તેથી વધુ હોય તે પ્રક્રિયામાં ભાગ લઈ શકે.
  • તા.૦૧/૦૧/૨૦૧૧ પછી જન્મેલા ભાઈઓ જેમની ઉંચાઈ ૧૭૩ સે.મી. કે તેથી વધુ હોય તે પ્રક્રિયામાં ભાગ લઈ શકે.

ઉકત વિગતો અનુસાર પાત્રતા ધરાવતા અને રમતગમતમાં રસ ધરાવતા ખેલાડીઓએ જન્મ તારીખનો દાખલો અને આધાર કાર્ડના પુરાવા સાથે (મૂળ ગુજરાતના નિવાસી ખેલાડી માટે) તા.૧૮/૧૨/૨૦૨૫ અને તા.૧૯/૧૨/૨૦૨૫ ના રોજ સવારે ૧૦:૦૦ વાગ્યાથી ૦૧:૦૦ વાગ્યા સુધી કસોટીના સ્થળ – નિકોલ સ્પોર્ટસ હોસ્ટેલ, ચાણકય સ્કૂલની પાસે, શુકન ચાર રસ્તાની બાજુમાં, નિકોલ, અમદાવાદ ખાતે ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે.

યોજના વિશેની વધુ માહિતી માટે જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરીનો સંપર્ક કરી શકાશે. કન્વીનર ભાવિન ચૌધરીનો મો.નં: ૯૬૬૨૧ ૪૭૨૪૮ પર અને મીત પ્રજાપતીનો મો.નં: ૯૬૩૮૧ ૨૯૮૯૭ પર સંપર્ક કરી શકાશે એમ જિલ્લા રમત વિકાસ અધિકારી, પ્રાદેશિક પ્રશિક્ષણ કેન્દ્ર, અમદાવાદની અખબારી યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *