અમદાવાદ

ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત સીનીયર ક્લબ,અંડર 13,અંડર 15, અંડર 17 બોયસ યૂથ લીગ ક્લબ ચેમ્પિયનશીપ 2026માં 11 ડિસેમ્બરના રોજ રમાયેલી મેચોમાં સીનીયર ક્લબ ચેમ્પિયનશીપમા સીવીએમ એફ સી એ એ આર એ એફ સી ને 2 -1 થી, ગોધરા એફ સી એ કર્ણાવતી એફ સી ને 1 -0 થી મહાત આપી હતી. દ્વિવેદી બ્રધર્સ અને માસ્ટર એફ સી ની મેચ 1-1 થી, ગુજરાત પોલીસ અને આર બી આઈ ની મેચ 2 -2 થી ડ્રો થઈ હતી.
14.12.25ના રોજ રમાયેલી મેચોના પરિણામ
ગોધરા એફ સી એ દ્વિવેદી બ્રધર્સ ને 2-0 થી, ગુજરાત પોલીસે એઆરએ એફસી ને 3- 1 થી, સીવીએમ એફસી એ માસ્ટર એફસી ને 7-0 થી પરાજય આપ્યો હતો.
અંડર 13 બોયસ યૂથ લીગની 14.12.25 નારોજ રમાયેલી મેચોમાં એઆરએ એફસી એ ફ્લોરી ને 4-2 થી, ઓજ એફસી એ માસ્ટર એફસી ને 5-1 થી, એસકે યુનાઈટેડે નવરચના ને 1-0 થી, કહાની એફસી એ એનફિલ્ડ ટાઉન ને 1 – 0 થી, સેવી સ્વરાજે ઓએમએમ એફસી ને 10- 1 થી, બરોડા એફએ એ એઆરએ એફસી ને 2-1 થી પરાજય આપ્યો હતો.
અંડર 15 બોયસ યૂથ લીગમાં સુર્યવંસી એ સેવી સ્વરાજ ને 3-1 થી, શાહીબાગ એફસી એ રેન્જર ને 4-1 થી, એસએજી એ બીએસ પીએફ એ ને 3-1 થી, સીવીએમ એફસી એ ગાંધીનગર ને 7-1 થી, ઓએજે એફસી એ ફ્લોરી ને 1-0 થીં, નવરચના એ એસજીવીપી ને 3-0 થી હાર આપી હતી.
અંડર 17 ની બોયસ યૂથ લીગની મેચોમાં એઆરએએ સીગનસનેએસએ ને 6-0થી, એસજીવીપી એ એસએજી ને 2- 0 થી મહાત આપી હતી.
