અમદાવાદ
દીવાન બલ્લુભાઈ અન્ડર-19 (મલ્ટી-ડે) કપ સ્કૂલ ટુર્નામેન્ટમાં હીરામણિ સ્કૂલ ફાઈનલમાં પહોંચી હતી. તા.15,16-17-12-2025ના રોજ વિવેકનિકેતન ક્રિકેટ ગ્રાઉન્ડ, અમદાવાદ ખાતે યોજાયેલી દીવાન બલ્લુભાઈ અન્ડર-19 (મલ્ટી-ડે) સ્કૂલ ટુર્નામેન્ટમાંહીરામણિ સ્કૂલે ટોસ જીતીને બેટીંગ લીધી હતી.
હીરામણિ સ્કૂલે પ્રથમ 103.1 ઓવરમાં 10 વિકેટે 415 રન કર્યા હતાં. જેમાં કથન પટેલે 190 બોલમાં 134 રન, ક્રિષ્ના પટેલે 161 બોલમાં 124 રન અને ક્રિષ્ના તિવારીએ 95 બોલમાં 92 રન કર્યા હતાં.
શારદા મંદિર વિનય મંદિરે57.4 ઓવરમાં 10 વિકેટે 145 રન કર્યા હતાં. જેમાં યક્ષ પટેલે 18.4 ઓવરમાં 40 રન આપીને 6 વિકેટ લીધી હતી.
હીરામણિ સ્કૂલે બીજા દાવમાં 74.3 ઓવરમાં 9 વિકેટે 327 રન કર્યા હતાં. જેમાં હર્ષરાજ રાઠોડે 70 બોલમાં 103 રન, ક્રિષ્ના પટેલે 77 બોલમાં 78 રન અને જૈનિલ પટેલે 136 બોલમાં 67 રન કર્યા હતાં.
શારદા મંદિર વિનય મંદિરે બીજા દાવમાં 17 ઓવરમાં 2 વિકેટે 113 રન કર્યા હતાં.
આ મેચમાં હીરામણિ સ્કૂલે શારદા મંદિર વિનય મંદિરને1 ઈનિંગ્સને આધારે હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.
