ગોવા
સંતોષ ટ્રોફી, 79 મી નેસનલ ફૂટબોલ ચેમ્પિયનશીપ 2025-26 માં ગુજરાત અને રાજસ્થાનની મેચ 1-1 થી ડ્રો રહી હતી, મેચ બંને ટીમો પોઈન્ટ ટેબલ માં આગળ રહેવા જીતવી જરૂરી હતી. બંને ટીમો ને ૩-૩ પોઈન્ટ્સ હતા પણ ગોલ એવરેજ માં રાજસ્થાન આગળ હતું.

મેચ ની ત્રીજી મીનીટે રાજસ્થાનના ફોરવર્ડ અમિત કુમારે ગોલ કરી પોતાની ટીમ ને 1-0 થી સરસાઈ અપાવી હતી. ત્યાર પછી ગુજરાતની ટીમે બોલ પજેસન પોતાની પાસે રાખી ટુંકા ટુંકા પાસ રમીને ગોલ કરવાના પ્રયત્નો કર્યા પણ ફીનીશીગના અભાવે ગોલ કરી શકી નહતી. ગુજરાત ની ટીમ ઉપરા ઉપરી ઘણી કોર્નર કિક પણ મળી પણ રાજસ્થાન ના ગોલ કીપરે સુંદર રીતે તેનો બચાવ કર્યો હતો. હાફ ટાઇમ સુધી સ્કોર 1-0 રાજસ્થાનની તરફે હતો.
હાફ ટાઇમ પછી પણ વધારે માં વધારે બોલ પજેસન ગુજરાત ની ટીમ પાસે રહ્યું પણ પ્રથમ હાફ ની જેમ ગોલ થઈ શક્યો નહીં અંતે રમતની અંતિમ પળોમાં મીડ ફિલ્ડર મોઈનુદ્દીન દ્વારા લેફ્ટ વિંગ માંથી સુંદર ક્રોસ ને ગુજરાત ના ફોરવર્ડ અક્ષય મલ દ્વારા જોરદાર હેડ દ્વારા બોલ ને ગોલ માં પરિવર્તિત કરી ટીમ ને 1-1 ના સ્કોર પર લાવી દીધી હતી.
મેચ ના અંત સુધી સ્કોર 1-1 રહ્યો અને મેચ ડ્રો થઈ હતી. અત્યારે રાજસ્થાન અને ગુજરાત ને 4-4 પોઈન્ટ્સ છે. ગોલ એવરેજ માં રાજસ્થાન આગળ છે.
ગુજરાત 21-12-25 ના રોજ દાદરા નગર હવેલી & દમણ અને દીવ સાથે મેચ રમશે અને રાજસ્થાન મહારાષ્ટ્ર સાથે મેચ રમશે.
