સ્કૂલ ટુર્નામેન્ટ અન્ડર-16(મલ્ટી-ડે)માં વિજયનગર સ્કૂલને પ્રથમ ઈનિંગ્સને આધારે હરાવીને હીરામણિનો વિજય

Spread the love
હીરામણિ સ્કૂલ     પ્રથમ દાવ – 251/10 (117.5 ઓવર), બીજો દાવ  121/8 (73 ઓવર)વિજય નગર સ્કૂલ પ્રથમ દાવ – 236/10 (61.4 ઓવર),  બીજો દાવ 156/10 (26 ઓવર)


અમદાવાદ

તા.5,6,7-01-2026ના રોજ વૃંદાવન ફાર્મ, જાસપુર, ખાતે યોજાયેલી ધીરુભાઈ અંબાણી સ્કૂલ ટુર્નામેન્ટ અન્ડર-16 (મલ્ટી-ડે) માંહીરામણિ સ્કૂલે ટોસ જીતીને ફિલ્ડીંગ લીધી હતી.

વિજયનગર સ્કૂલે પ્રથમ દાવમાં 61.4 ઓવરમાં 10 વિકેટે 236 રન કર્યા હતાં.નીલ પુરાનીએ 15.4 ઓવરમાં
44 રન આપીને 4 વિકેટ, આર્યન ભરવાડે 17 ઓવરમાં 34 રન આપીને 3 વિકેટ અને તવસ્થ ત્રિવેદીએ 7 ઓવરમાં 26 રન આપીને 3 વિકેટ લીધી હતી.

હીરામણિ સ્કૂલે પ્રથમ દાવમાં 117.5 ઓવરમાં 10 વિકેટે 251 રન કર્યા હતાં. જેમાં આરવ કોઠારીએ 200 બોલમાં
95 રન ને તવસ્થ ત્રિવેદીએ 83 બોલમાં 36 રન કર્યા હતાં.

વિજયનગર સ્કૂલે બીજા દાવમાં 10 વિકેટે 156 રન કર્યા હતાં.જેમા નીલ પુરાનીએ 8 ઓવરમાં 36 રન આપીને
4 વિકેટ ને આર્યન ભરવાડે 9 ઓવરમાં 54 રન આપીને 3 વિકેટ લીધી હતી.

હીરામણિ સ્કૂલે બીજા દાવમાં 73 ઓવરમાં 8 વિકેટે 121 રન કર્યા હતાં.આરવ કોઠારીએ 184બોલમાં 71 રન કર્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *