અમદાવાદ
ભારતના બેટર્સની ધમાકેદાર બેટિંગ અને બોલર્સની ચુસ્ત બોલિંગ સામે દક્ષિણ આફ્રિકાની ટીમના હાથ હેઠા પડ્યા હતા અને પ્રવાસી ટીમ છેલ્લી અને પાંચમી ટી20…રને હારતાં પ્રવાસી ટીમે 3-1થી શ્રેણી ગુમાવી છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં દક્ષિણ આફ્રિકાના કેપ્ટન એડન માર્કરામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પ્રવાસી ટીમના સુકાનીનો આ નિર્ણય ભારે પડ્યો હતો અને હાર્દિક પંડ્યા અને તિલક વર્મા શાનદાર અડધી સદી સાથે પાંચ વિકેટના ભોગે 231 રન બનાવ્યા હતા. જેના જવાબમાં દ.આફ્રિકાની ટીમ આઠ વિકેટે 201 રન બનાવી શકી હતી. ભારત માટે વરુણ ચક્રવર્તીએ 53 રનમાં ચાર જસપ્રિત બુમરાહે 17 રનમાં બે વિકેટ લીધી હતી.
ભારતના ઓપનર્સ સંજુ સેમશન અને અભિષેક શર્માંએ આક્રમક શરૂઆત કરતા 5.4 ઓવરમાં 63 રન ઝૂડી કાઢ્યા હતા. અભિષેક શર્મા તેના ઝંઝાવાતને આગળ વધારે એ પહેલાં બોસ્ચે તેને ડીકોકના હાથમાં ઝિલાવી દીધો હતો. અભિષેક 21 બોલમાં એક સિક્સ અને છ બાઉન્ડ્રી સાથે 34 રન બનાવીને આઉટ થયો હતો. સંજુની સાથે જોડાયેલા તિલક વર્માએ આક્રમક વલણ અપનાવી રનની ગતિ જાળવી હતી. 22 બોલમાં ચાર બાઉન્ડ્રી અને બે સિક્સર સાથે 37 રન બનાવનારો સંજુ સેમશનને લિન્ડેએ બોલ્ડ કર્યો હતો. સુકાની સુર્યકુમાર યાદવ ફરી એક વખત નિષ્ફળ રહ્યો હતો અને માત્ર પાંચ રન બનાવીને બોસ્ચના બોલે મિલરના હાથમાં ઝિલાઈ ગયો હતો. હાર્દિક પંડ્યાએ ઝંઝાવાતી 63 રન બનાવ્યા. તેણે 25 બોલનો સામનો કરતા પાંચ સિક્સર અને પાંચ બાઉન્ડ્રી ફટકારી હતી. તિલક વર્મા 42 બોલમાં એક સિક્સ અને 10 બાઉન્ડ્રી સાથે 73 રન બનાવીને રન આઉટ થયો હતો. શિવમ દુબેએ માત્ર 3 બોલમાં એક સિક્સ અને એક બાઉન્ડ્રી સાથે 10 રન બનાવીને અણનમ રહ્યો હતો.
દ.આફ્રિકાએ પણ 232 રનનો પીછો કરતા સારી શરૂઆત કરી હતી. ખાસ કરીને ક્વિન્ટન ડીકોકે 35 બોલમાં ત્રણ સિક્સર અને નવ બાઉન્ડ્રી સાથે 65 રન બનાવીને ભારત માટે મુશ્કેલી ઊભી કરી હતી જોકે સામા છેડે તેને કોઈએ ટેકો આપ્યો નહતો. ડ્વેલ્ડ બ્રેવિસ 17 બોલમાં બે સિકસર અને ત્રણ બાઉન્ડ્રી સાથે 31 રન બનાવીને ભારતીય બોલર્સ સામે ઝઝૂમ્યો હતો. ભારત માટે વરુણ ચક્રવર્તીએ 53 રનમાં ચાર વિકેટ ઝડપી હહતી જ્યારે જસપ્રિ બુમરાહે
