ધીરુભાઈ અંબાણી સ્કૂલ ટુર્નામેન્ટ અન્ડર-16 (મલ્ટી-ડે)માં હીરામણિ સ્કૂલનો શારદામંદિર સામે વિજય

Spread the love

અમદાવાદ

ધીરુભાઈ અંબાણી સ્કૂલ ટુર્નામેન્ટ અન્ડર-16 (મલ્ટી-ડે)માં હીરામણિ સ્કૂલે શારાદા મંદિર વિનય મંદિર સામે
1 ઈનિંગ્સ અને 23 રન થી વિજય મેળવ્યો હતો.

તા.29,30,31-12-2025ના રોજ રોયલ ક્રિકેટ ગ્રાઉન્ડ-એ, અમદાવાદ ખાતે હીરામણિ સ્કૂલે ટોસ જીતીને ફિલ્ડીંગ લીધી હતી.

શારદા મંદિર વિનય મંદિરે પ્રથમ દાવમાં 68.4 ઓવરમાં 9 વિકેટે 165 રન કર્યા હતાં. જેમાં યક્ષ પટેલે 26.3ઓવરમાં 38 રન આપીને 4વિકેટ, શીવમ પટેલે 23 ઓવરમાં 50 રન આપીને 3 વિકેટ લીધી હતી. નીલ પુરાણીએ 12.4 ઓવરમાં 39 રન આપીને 2 વિકેટ લીધી હતી.

હીરામણિ સ્કૂલે 90.5 ઓવરમાં 10 વિકેટે 426 રન કર્યા હતાં. જેમાં જેનિલ પ્રજાપતિએ 143 બોલમાં 99 રન, નીલ પુરાણીએ 51 બોલમાં 51 રન, શીવમ પટેલે 74 બોલમાં 63 રન અને દેવ ભાટીયાએ 70 બોલમાં 50 રન કર્યા હતાં.

શારદા મંદિર વિનય મંદિરે બીજા દાવમાં50.3 ઓવરમાં 8 વિકેટે 238 રન કર્યા હતાં. જેમાં યક્ષ પટેલે 26.3 ઓવરમાં 77 રન આપીને 4વિકેટ, નીલ પુરાણીએ 8 ઓવરમાં 25 રન આપીને 3 વિકેટ લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *