અમદાવાદમાં સશક્ત દીકરી, સશક્ત ભારત થીમ હેઠળ કરાટે સ્પર્ધા યોજાઈ

Spread the love

બીબીપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે જિલ્લાની દીકરીઓએ કરાટે સ્પર્ધામાં બતાવ્યું શૌર્ય……અમદાવાદ જિલ્લાની દીકરીઓ હવે ઓલિમ્પિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચમકવા સજ્જ

અમદાવાદ

અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ યોજના અંતર્ગત રાષ્ટ્રીય દીકરી દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરૂપે “સશક્ત દીકરી, સશક્ત ભારત” થીમ હેઠળ અમદાવાદ જિલ્લાના વિવિધ તાલુકાઓના ગામોની દીકરીઓ માટે દસ્ક્રોઈના બીબીપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે એક કરાટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ સ્તરે કિશોરીઓમાં નેતૃત્વના ગુણો વિકસાવવા, તેમને વહીવટી પ્રક્રિયાઓથી વાકેફ કરવા અને શારીરિક રીતે સક્ષમ બનાવવાનો રહ્યો હતો.

આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી જીગર જસાણી વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ કરાટે સ્પર્ધા દ્વારા દીકરીઓમાં આત્મવિશ્વાસ, સ્વરક્ષા કૌશલ્ય, શિસ્ત અને રમતગમત પ્રત્યે સકારાત્મક અભિગમ વિકસે તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તાલુકાના વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં દીકરીઓએ આ સ્પર્ધામાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની કલા અને પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું.

સ્પર્ધાના સફળ સમાપન બાદ તમામ સહભાગી દીકરીઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી. આ ઉપરાંત, વિવિધ કેટેગરીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી વિજેતા બનેલી દીકરીઓને મેડલ એનાયત કરી સન્માનિત કરવામાં આવી હતી. દીકરીઓનો ઉત્સાહ જળવાઈ રહે તે માટે તમામને પ્રોત્સાહક ભેટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *