દેશના ચાર રાજ્યોમાં સ્પર્ધાનું આયોજન, ગુજરાતની ટીમ જાહેર
અમદાવાદ
ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેસન (AIFF), સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઈન્ડિયા અને ભારત સરકાર ના મિનિસ્ટ્રી ઓફ યૂથ અફેર્ષ એન્ડ સ્પોર્ટ્સ દ્વારા ભારતના જુદા જુદા 4 રાજ્યો- પંજાબ, બેંગલોર, નાગાલેંડ અને ગુજરાતમાં મેજર લીગ ફૂટબોલ ગર્લ્સ અંડર 13 અસ્મિતા ફૂટબાલ ટુર્નામેન્ટનું આયોજન થશે.
ગુજરાતમાં ભાવનગર ખાતે મહારાજા ક્રિષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટિ ફૂટબોલ મેદાન પર તારીખ 28.1.26 થી 2.2.2026 દરમિયાન આ ટુર્નામેન્ટ રમાશે. ગુજરાતના ગ્રુપમાં યજમાન ગુજરાત ઉપરાંત ઓડીસા, છત્તીશગઢ, ઝારખંડ અને મહારાષ્ટ્રની ટીમો સામેલ છે.
ગુજરાતની ટીમ 28.1.26 ના રોજ ઓડિશા સામે, 29.1.26 ના રોજ છત્તીશગઢ સામે, 1.2.26ના રોજ ઝારખંડ સામે અને 2.2.26 ના રોજ મહારાષ્ટ્ર સામે તેની મેચ રમશે.
4 ગ્રુપ માંથી ટોપ 2 ટીમો ફાઇનલ લીગ માટે ક્વોલિફાઇ કરશે. ગુજરાતની ટીમનું સિલેકસન ગુજરાતના જુદા જુદા શહેરોમાં અસ્મિતા લીગ ટુર્નામેન્ટ રમાઈ હતી તેમાંથી કરવામાં આવ્યું છે અને તેનો કોચિંગ કેમ્પ ભાવનગર ખાતે રાખવામાં આવ્યો હતો.
ગુજરાતની ટીમઃનિશા ડાભી અને દેવું યશ્વી (ગોલ કીપર), ઊર્મિલાબેન ધોરિયા, અવની મીઠાપરા, માન્વી વજા, ધાપા માન્સી, મેનઈયા આરાધ્યા બેન, ઠાકોર અપેક્ષાબેન, સંજના મેનીયા, મનીષા ગોહિલ, જાંબુચા દાયા, દિવ્યા મેનીયા, કશ્વી અગરવાલ અને પરિધિ ગાંધી .
ટીમની સાથે કોચ ભાગ્યવંતી રાવત તથા મેનેજર ખુશી શેઠ રહેશે.
