ટોરેન્ટ પાવર કપ અંડર 20 મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટમાં ભરૂચ-અમદાવાદનો વિજય

Spread the love

રાજકોટ

ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત ટોરેન્ટપાવર કપ અંડર 20 મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ 2025-26ની 20.2.26 ના રોજ પુલ ‘Y’ નો ફર્સ્ટ મેચ મા ભરૂચે બનાસકાંઠા ને 5-0 થી હરાવેલ, બીજા મૅચંમા અમદાવાદે  પંચમહાલની ટીમને 7-0 થી મહાત આપી હતી. ત્રીજી  મૅચમાં સુરેન્દ્રનગર અને આણંદ વચ્ચે  1-1 થી ડ્રૉ થઈ હતી. રાજકોટમાં રમાઈ રહેલી સ્પર્ધામાં ગુજરાતના 19 જિલ્લાની ટીમો અંડર 20 ટોરેન્ટ પાવર કપ મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ માં ભાગ લઈ રહી છે. બધી ટીમોને 6 ગ્રુપ માં વહેચવામાં આવેલ છે.  પુલ ‘X’ માં A, B, C ગ્રુપ અને પુલ ‘Y’ માં D, E, F ગ્રુપ ની ટીમો છે.

તારીખ 21.2.26 ના રોજ  ફર્સ્ટ મેચ ભરૂચ અને છોટાઉદેપુર વચ્ચે, બીજો મેચ રાજકોટ અને અમદાવાદ વચ્ચે, ત્રીજો મેચ આણંદ અને કચ્છ વચ્ચે રમાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *