
અમદાવાદ
ટોરેન્ટપાવર કપ અંડર 20 મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટમાં આણંદને હરાવી ખેડા ચેમ્પિયન બની હતી. 24.2.26 ના રોજ રમાયેલ ફાઇનલ મેચ માં ખેડા અને આણંદ ની ટીમો વચ્ચે ટક્કર થઈ હતી. ફર્સ્ટ હાફ માં બંને ટીમો એટેકિંગ રમત રમતી હતી. આણંદની ટીમ પોતાની પાસે બોલ પઝેસન રાખી રમતી હતી. હાફ ટાઇમ નો સ્કોર 0-0 હતો. સેકંડ હાફ માં ખેડાની ટીમને 53મી મિનિટે ગોલ એરીયા બહારથી ડાઇરેક્ટ કીક મળી હતી, આમીરહુસેન દ્વારા ફટકારાયેલી ડાઇરેક્ટ કીક પર મીખીલ દ્વારા સુંદર હેડથી ગોલ કરી ટીમને લીડ અપાવી હતી. બીજો ગોલ 63 મી મિનિટે જોય ફર્નાંન્ડીસે ફટકારી ટીમનો સ્કોર 2-0 પહોંચાડ્યો હતો. મેચ ના અંતે 2-0 ના સ્કોરથી ખેડાની ટીમનો વિજય થયો હતો.
મેચ ના અંતે ગુણવંત ડેલાવાળા, ઉપ પ્રમુખ ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસીએસન, બી. કે. જાડેજા, રોહિત બુંદેલા અને ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસીએસનના હોદેદારે દ્વારા ટ્રોફી અને મેડલ આપવામાં આવ્યા હતા.
આ ટુર્નામેંટ દ્વારા ગુજરાતની અંડર 20 મેન્સની ટીમના કેમ્પ માટે 30 પ્લેયર્સ અને 5 સ્ટેન્ડ બાય પ્લેયર્સ નું સિલેકસન પણ ગુજરાત ના હેડ કોચ અને સિલેક્ટર દ્વારા કરવામાં આવ્યું હતું.
