અમદાવાદ
જૈન ધર્મનો પ્રભાવ વધારવા અને હેતુથી શ્રી ૧૦૦૮ મહાવીર ભગવાન જન્મકલ્યાણક મહોત્સવ સમિતિ દ્વારા ભવ્ય રથયાત્રાનું આયોજન 30 માર્ચ, સોમવારના રોજ કરાયું છે. કુંડલપુરનગરી કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ અમદાવાદ ખાતે રથયાત્રાના સમાપન બાદ તમામ કાર્યક્રમો યોજાશે.
જન્મ કલ્યાણક મહા મહોત્સવ
આ રથયાત્રા પુર્વ અને પશ્ચિમ વિસ્તારથી નીકળશે અને ત્યાંથી કુંડલપુરનગરી કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે સવારે ૧૦:૦૦ કલાકે પહોચશે.અને ત્યાં ધર્મસભા યોજાશે અને ૫૦૦૦ થી વધુ જૈન ભક્તો એક સાથે ભેગા થઈને ભગવાન મહાવીરનો જન્મ કલ્યાણક મહા મહોત્સવ મનાવશે.
રથયાત્રાનો પૂર્વ વિસ્તારનો રૂટ
પૂર્વ વિસ્તારનો રુટ :- સુખરામનગર – રખિયાલ ચાર રસ્તા – સરસપુર ચાર રસ્તા – બાપુનગર ચાર રસ્તા – ખોડીયારનગર – વિરાટનગર ચાર રસ્તા – સોનીની ચાલી ચાર રસ્તા – રાજેન્દ્રપાર્ક ચાર રસ્તા -રામ રાજયનગર ચાર રસ્તા-સુરેલીયા ચાર રસ્તા-રબારી કોલોની ચાર રસ્તા-સ્વસ્તિક ચાર રસ્તા – હાટકેશ્વર ચાર રાસ્તા – સેવન્થ ડે બ્રીજ – આવકાર હોલ – મંગલેશ્વર મહાદેવ રોડ -સમ્રાટનગર – ઇસનપુર ચાર રસ્તા-જયમાલા ચાર રસ્તા-હીરાભાઈ ટાવર – જવાહર ચોક ચાર રસ્તા – કૃષ્ણબાગ ચાર રસ્તા – પુષ્પકુંજ ચાર રસ્તા-ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે સમાપન.
રથયાત્રાનો પશ્ચિમ વિસ્તારનો રૂટ
પશ્ચિમ વિસ્તારનો રુટ :-મહાવીર ફાઉન્ડેશન સી.જી.રોડ – પંચવટી – મહાલક્ષ્મી ચાર રસ્તા -પાલડી ચાર રસ્તા – જમાલપુર બ્રીજ – એસ.ટી.ચાર રસ્તા —ભુલાભાઈ ચાર રસ્તા – ફૂટબોલ ગ્રાઉન્ડ કાંકરિયા ખાતે સમાપન.
ડીજે અને ભગવાનની ઝાંખી સહિતનાં આકર્ષણ
અમદાવાદના ૫૬ મંદિરોથી દિગમ્બર જૈન ભક્તો આ વિશાળ રથયાત્રા માં જોડાશે.જેની કુલ સંખ્યા ૫૦૦૦ થી વધુ રેહશે. આ રથયાત્રા માં ૪૦ ઓપન જીપ, ૪ ડીજે, ૧૦ ભગવાનની ઝાંખીઓ, ૧૫૦ ફોર વ્હીલર, ૧૨૦૦ થી ૧૩૦૦ ટુવ્હીલર, ૨૦૦૦ થી વધુ ધર્મધજા સાથે ધર્મકીર્તન કરતા ૫૦૦૦ થી વધુ પ્રભુભક્તો નગર પરીભ્રમણ કરીને કુંડલપુરનગરી કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ પહોચશે.
સાંજે ધાર્મિક નાટ્યપ્રસ્તુતિ
મુનિ શ્રી ૧૦૮ પ્રણતસાગરજી મહારાજ તથા એમના સંઘ સહીતના સાનિધ્યમાં ઉપસ્થિત રેહશે અને વિશેષ આશીર્વાદ આપવામાં આવશે. આ સાથે આખી દિગમ્બર જૈન સમાજ એકસાથેભેગા થઈને એકમંચ પર ભગવાન મહાવીર જન્મકલ્યાણક મહામહોત્સવ રૂપે મનાવવામાં આવશે.
