વિવેક દેસાઈના ફોટો એક્ઝિબિશન ‘કચ્છ…. અચીજા’ નવજીવન ટ્રસ્ટની સત્ય આર્ટ ગેલેરીમાં યોજાશે

Spread the love

અમદાવાદ

છેલ્લા બે દશકા કરતાં પણ વધુ સમયથી ‘કચ્છ’ને પોતાનું બીજું ઘર બનાવનારા જાણીતા ફોટોગ્રાફર વિવેક દેસાઈની ‘કચ્છ’ની યાત્રાને સુંદર રીતે વર્ણવતાં ફોટો એક્ઝિબિશન ‘કચ્છ … અચીજા’નો આવતીકાલ તા. 17 એપ્રિલથી આરંભ થઈ રહ્યો છે. આ ફોટો એક્ઝિબિશન નવજીવન ટ્રસ્ટની સત્ય આર્ટ ગેલેરીમાં તા. 31 મે, 2026 સુધી બપોરે 12 થી રાત્રિનાં 9 કલાક દરમિયાન નીહાળી શકાશે.

વિવેક દેસાઈએ પોતાની બે દશકાથી પણ વધુ સમયની કચ્છની યાત્રામાં પોતાના કેમેરામાં કચ્છનાં લેન્ડસ્કેપ્સ, જીવન, લાગણીઓ અને લોકોની નહિ કહેવાયેલી વાર્તાઓને અદભૂત રીતે કંડારી છે.

આ પ્રદર્શન તે વિવેક દેસાઈની કચ્છની યાત્રા, વિશ્વાસ અને પોતીકાપણાના લગાવને સુંદર રીતે પ્રતિબિંબિત કરે છે. વિવેક દેસાઈનું કચ્છ સાથેનું જોડાણ માત્ર ફોટોગ્રાફી પુરતું જ મર્યાદિત નથી, પરંતુ તે અંગત લાગણીસભર અને સુંદર રીતે માનવીય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *