મોટી ઈનિંગ્સ ન રમતા કોહલીના ફેન્સ નિરાશ, ગુજરાત ટાઈટન્સનો રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે ચાર વિકેટે વિજય

Spread the love

આરસીબીના 155 રન સામે ગુજરાતની ટીમે 15.5 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 158 રન બનાવી લીધા

અમદાવાદ

સુકાની શુભમન ગીલ (43), જોશ બટલર (39) અનેરાહુલ તિવેટીયા (27)ની વિસ્ફોટક બેટિંગની મદદથી ગુજરાત ટાઈટન્સે આઈપીએલની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરને ચાર વિકેટે હરાવ્યું હતું. આ વિજય સાથે ગુજરાતે તેની નવ મેચમાં પાંચ વિજય અને ચાર હાર સાથે 10 પોઈન્ટ થયા છે અને તે પાંચમા ક્રમે છે જ્યારે આરસીબી હજુ પણ નવ મેચમાં તેની આ ત્રીજી હાર સાથે 12 પીન્ટ મેળવીને બીજા ક્રમે છે.

ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ લેવાના ગુજરાત ટાઈટન્સના સુકાની શુભમન ગીલનો યોગ્ય પુરવાર થતાં વિરાટ કોહલી સાથેની રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમની ઈનિંગ્સ 155 રન પર સિમિત રહી હતી. જે ખેલાડીની રમત જોવા સ્ટેડિયમ ખચોખચ ભરેલું હતું એ વિરાટ કોહલી કિગોસ રબાડાની એક જ ઓવરમાં પાંચ બાઉન્ડ્રી ફટકાર્યા બાદ તેની જ બોલિંગમાં 13 બોલમાં પાંચ બાઉન્ડ્રી અને એક સિક્સર સાથે 28 રન બનાવીને રશિદ ખાનના હાથમાં ઝિલાઈ જતાં પ્રેક્ષકોમાં એક સમયે સન્નાટો છવાઈ ગયો હતો. એ પહેલાં કોહલીની સાથે ઈનિંગ્સની શરૂઆત કરનારો  જેકબ બેથલ (5)ને મોહમ્મદ સિરાઝે રશિદ ખાનના હાથમાં ઝિલાવે પેવેલિયન ભેગો કરી દીધો હતો. એક રનના અંતરમાં જ આરસીબીએ તેની બે વિકેટ ગુમાવી હતી. ટીમે તેની બે વિકેટ 35 રનના કુલ સ્કોર પર ગુમાવી હતી. દેવદત્ત પડીક્કલ અને આરસીબીના સુકાની રજત પાટીદારે ત્રીજી વિકેટની ભાગીદારીમાં 44 રન ઉમેર્યા હતા.અર્શદ ખાને આ જોડી પાટીદારને 19 રને આઉટ કરીને તોડી હતી. પાટીદાર 15 બોલમાં બે બાઉન્ડ્રી અને એક સિક્સર સાથે 19 રન બનાવીને  જેસન હોલ્ડરને કેચ આપી બેઠો હતો.એ પછી આરસીબીએ ટૂંકા ગાળામાં વધુ ત્રણ વિકેટ ગુમાવી હતી. જિતેશ શર્માને  (1) હોલ્ડરે બટલરના હાથમાં, ટીમ ડેવિડ (9)ને રશિદ ખાને જેસન હોલ્ડરના હાથમાં જ્યારે કૃણાલ પંડ્યા (4)ને અર્શદ ખાને હોલ્ડરના હાથમાં ઝિલાવીને આરસીબીની ટીમને મુશ્કેલ સ્થિતિમાં મૂકી દીધી હતી. માત્ર 96 રનમાં જ આરસીબીએ તેની છ વિકેટ ગુમાવી દીધી હતી.

રોમારિયો શેફર્ડ (17) અને વેંકટેશ ઐયરે (12)એ ટીમના સ્કોરને 126 રને પહોંચાડ્યો હતો જ્યાં શેફર્ડને હોલ્ડરે સાંઈ સુદર્શનના હાથમાં ઝિલાવ્યો હતો. ઐયરનો કેચ પણ સુદર્શને અર્શદ ખાનની બોલિંગમાં ઝડપ્યો હતો. ઐયરે 15 બોલનો સામનો કરતા એક બાઉન્ડ્રી સાથે 12 રન બનાવ્યા હતા. ભૂવનેશવ્ર કુમાર 15 બોલમાં બે બાઉન્ડ્રી સાથે 15 રન બનાવીને નોટ આઉટ રહ્યો હતો જ્યારે ઈનિંગ્સની 19મી અર્શદ ખાનની ઓવરના બીજા બોલે જોશ હેઝલવૂડ કમનસીબે ખાતું ખોલાવ્યા વીના રન આઉટ થતાં આરસીબીની ઈનિંગ્સ 19.2 ઓવરમાં 155 રનમાં સમેટાઈ ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *