નવી દિલ્હી
ભારતમાં 2026ની પાંચ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની વિધાનસભા ચૂંટણીના પરિણામોએ દેશની રાજનીતિમાં મોટો ફેરફાર લાવ્યો છે. પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, આસામ અને પુડુચેરીમાં થયેલી મતગણતરીમાં અનેક ચોંકાવનારા ટ્રેન્ડ જોવા મળ્યા.
નીચેના ટ્રેન્ડ રાતના 8.30 સુધીનાં છે.
West Bengal
| TMC | BJP | INC | LEFT | OTH | TOTAL |
| 83 | 204 | 2 | 2 | 2 | 293 |
Tamil Nadu
| AIADMK+ | DMK+ | TVK | OTH | TOTAL |
| 54 | 74 | 106 | 0 | 234 |
Kerala
| LDF | UDF | NDA | OTH | TOTAL |
| 35 | 99 | 3 | 3 | 140 |
Assam
| BJP+ | INC+ | OTH | TOTAL |
| 101 | 22 | 3 | 126 |
Puducherry
| BJP+ | INC+ | TVK | OTH | TOTAL |
| 18 | 6 | 0 | 6 | 30 |
પશ્ચિમ બંગાળમાં ભાજપનો ભગવો લહેરાયો
પશ્ચિમ બંગાળમાં સૌથી મોટી રાજકીય ઉથલપાથલ જોવા મળી. પ્રારંભિક ટ્રેન્ડ્સમાં ભાજપે બહુમતી આંકડો પાર કરીને લગભગ 190થી વધુ બેઠકોમાં આગવી લીડ મેળવી. તૃણમૂલ કોંગ્રેસ માટે આ મોટો ઝટકો માનવામાં આવે છે.
આ પરિણામ પર નજર નાખીએ તો ભાજપે બંગાળમાં ઐતિહાસિક પ્રદર્શન કર્યું.
મમતા બેનર્જીએ ભવાનીપુર બેઠક પરથી લીડ જાળવી રાખી.
સુવેન્દુ અધિકારી અને ભાજપના સંગઠને ગ્રામ્ય વિસ્તારોમાં મજબૂત પ્રદર્શન આપ્યું.
ચૂંટણી દરમિયાન હિંસાની કેટલીક ઘટનાઓ પણ સામે આવી.
પરિણામોની રાજકીય અસરઃ જો ભાજપ સરકાર બનાવે છે તો બંગાળમાં પ્રથમવાર સંપૂર્ણ બહુમતી સાથે સત્તા મેળવી શકે છે, જે 2029ની લોકસભા ચૂંટણી માટે મહત્વપૂર્ણ ગણાશે.
તમિલનાડુઃ તમિલનાડુમાં અભિનેતા વિજયની પાર્ટી TVKએ રાજકીય સમીકરણ બદલી નાખ્યા છે. શરૂઆતમાં DMK આગળ હતી, પરંતુ પછી TVKએ ચોંકાવનારી લીડ મેળવી.
આ પરિણામો બાદના મુખ્ય મહત્વપૂર્ણ મુદ્દા
વિજયની રાજકીય એન્ટ્રી “ગેમ ચેન્જર” સાબિત થઈ.
DMK અને MK સ્ટાલિન માટે મોટો પડકાર ઉભો થયો.
TVKએ યુવાનો અને નવા મતદારોમાં મજબૂત પ્રભાવ બનાવ્યો.
AIADMKનો પ્રભાવ વધુ ઘટ્યો.
વિજયની રાજકારણમાં એન્ટ્રીની રાજકીય અસર
તમિલનાડુમાં પરંપરાગત DMK vs AIADMK રાજકારણમાં ત્રીજી શક્તિ ઉભી થઈ છે.
કેરળઃ કેરળમાં કોંગ્રેસ નેતૃત્વવાળી UDFએ મજબૂત વાપસી કરી અને LDF સરકાર સામે એન્ટી-ઇન્કમ્બન્સીનો ફાયદો લીધો.
કોંગ્રેસની વાપસીનાં મુખ્ય મુદ્દા
UDFએ અનેક મહત્વપૂર્ણ બેઠકોમાં જીત મેળવી.
પિનરાઈ વિજયન પોતાની બેઠક જીત્યા છતાં રાજ્યસ્તરે LDFને નુકસાન થયું.
કોંગ્રેસ માટે આ પરિણામ આત્મવિશ્વાસ વધારનાર છે.
રાજ્યમાં મહત્વપૂર્ણ પરિણામ
અલપ્પુઝામાં UDFના A.D. થોમસે મોટી જીત મેળવી.
માવેલિકારામાં LDFના એમ.એસ. અરુણ કુમાર જીત્યા.
આસામઃ આસામમાં હિમંત બિસ્વા સરમાના નેતૃત્વ હેઠળ ભાજપે સતત ત્રીજીવાર સત્તા તરફ મજબૂત પગલું ભર્યું.
રાજ્યની ચૂંટણી પરિણાના મુખ્ય મુદ્દા
ભાજપે AIUDFને ભારે નુકસાન પહોંચાડ્યું.
કોંગ્રેસે કેટલીક જગ્યાએ સુધારો કર્યો, પરંતુ સત્તા સુધી પહોંચી શકી નહીં.
સરમાની લોકપ્રિયતા અને હિંદુ મતબેંક ભાજપ માટે નિર્ણાયક સાબિત થઈ.
ભાજપના વધતા કદની રાજકીય અસર
ઉત્તર-પૂર્વ ભારતમાં ભાજપનું પ્રભુત્વ વધુ મજબૂત બન્યું.
પુડુચેરીઃ પુડુચેરીમાં NDA ગઠબંધન ફરી સત્તા તરફ આગળ વધ્યું. મુખ્યમંત્રી એન. રંગાસ્વામી પોતાની બેઠક જાળવવામાં સફળ રહ્યા.
રાજ્યના ચૂંટણી પરિણામના મુખ્ય મુદ્દા
AINRC અને ભાજપ ગઠબંધનને સ્પષ્ટ લાભ.
કોંગ્રેસ અને DMK ગઠબંધન પાછળ રહ્યું.
રેકોર્ડ મતદાન નોંધાયું.
ચૂંટણીના રાષ્ટ્રીય રાજકારણ પર પ્રભાવ પર નજર
ભાજપ માટે
પશ્ચિમ બંગાળ અને આસામમાં પ્રદર્શનથી ભાજપનું મનોબળ વધ્યું.
2029ની લોકસભા ચૂંટણી માટે પાર્ટી વધુ મજબૂત સ્થિતિમાં આવી શકે છે.
કોંગ્રેસ માટે
કેરળમાં સારો દેખાવ રાહતરૂપ.
પરંતુ બંગાળ અને તમિલનાડુમાં ગઠબંધન માટે પડકારો વધ્યા.
પ્રાદેશિક પાર્ટીઓ માટે
TVKનો ઉદય દક્ષિણ ભારતીય રાજકારણમાં નવી દિશા દર્શાવે છે.
TMC અને DMK માટે આ પરિણામ ચેતવણીરૂપ છે.
પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણાનો રાજકીય નિષ્કર્ષ
2026ની આ પાંચ રાજ્યની ચૂંટણી માત્ર પ્રાદેશિક નહીં પરંતુ રાષ્ટ્રીય રાજકારણ માટે પણ ટર્નિંગ પોઇન્ટ બની છે. ભાજપે પોતાની પહોંચ વધારી, કોંગ્રેસે કેટલાક વિસ્તારોમાં પુનરાગમન કર્યું અને નવી પ્રાદેશિક શક્તિઓ ઉભરી આવી. ખાસ કરીને પશ્ચિમ બંગાળ અને તમિલનાડુના પરિણામો આગામી લોકસભા ચૂંટણી માટે રાજકીય દિશા નક્કી કરી શકે છે.
બહુમતી માટેના આંકડા
પશ્ચિમ બંગાળ – 294 બેઠકો (બહુમતી: 148)
તમિલનાડુ – 234 બેઠકો (બહુમતી: 118)
કેરળ – 140 બેઠકો (બહુમતી: 71)
આસામ – 126 બેઠકો (બહુમતી: 64)
પુડુચેરી – 30 બેઠકો (બહુમતી: 16)
