ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશીપ – 2026માં પારૂલ એફ એ સહિતની ટીમોનો વિજય

Spread the love

વડોદરા

ગુજરાત સ્ટેટ ફૂટબોલ અસોશિએશન દ્વારા આયોજિત ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશીપ – 2026 નો 15.5.26 થી બરોડાના સમા ઈન્ડોર હૉલ ખાતે શાનનદાર પ્રારંભ થયો છે.  જેમાં 15.5.26 ના  સીનિયર મેન્સ ની 8 મેચોમાં પારૂલ એફએ એ ગોટ એફસી પર 6-2 થી, એમેચ્યોર એફસી એ રેવ્સ એફએ પર 8-0 થી, પ્રોગ્ર્સિવ એસએ એ એકે ઇલાઇટ એફએ પર 19-0 થી, પીએમ ફાઉન્ડેસને પારૂલ એફસી પર 6-0 થી દ્વિવેદી બ્રધર્સે ગુજરાત પોલીસ પર 8-1 થી, સૂર્યવંશી એફસી એ યુએસઆઇ એફસી સુરત પર 14-1 થી, આર 4 સ્પોર્ટ્સ  ફાઉન્ડેસને વાપી એફસી પર 5-2 થી, જગર્નન્નોટ એફસી અમદાવાદે કીક જેક એફસી ને 9-3 થી પરાજય આપ્યો છે.

ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશીપ – 2026 માં ગુજરાત સ્ટેટ ની નામાંકિત ક્લબો ભાગ લઈ રહી છે. સીનિયર મેન્સ ની 17 ટીમો, જૂનિયર બોયસ ની 29 ટીમો, અને સીનિયર વુમન્સ ની 15 ટીમો ભાગ લઈ રહી છે.

સીનિયર મેન્સ ની જે 17 ટીમો ભાગ લઈ રહેલ છે અને બધી ટીમો ને 4 ગૃપો માં  વહેચવામાં આવી છે. જે  ટીમો ભાગ લઈ રહેલ છે તેમાં  ગુજરાત પોલીસ, પ્રોગ્રેસીવ એસએ, પારૂલ એફસી, કીકજેક એફસી, દ્વિવેદી બ્રધર્સ એસસી, જગર્નન્નોટ, યુએસઆઇ એફસી સુરત, ગોટ એફસી, પીએમ ફાઉન્ડેસન, વાપી એફસી, એમેચ્યોર એફસી,  સૂર્યવંશી એફસી, આર 4 સ્પોર્ટ્સ  ફાઉન્ડેસન, પારૂલ એફએ, રાઈસિંગ સન એફસી, એકે ઇલાઇટ એફએ અને રેવ્સ એફએ ની ટીમો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *