Skip to content
Samachar Viswa

Samachar Viswa

  • World
  • National
  • State
  • Jobs
  • Entertainment
  • Business
  • Sports
  • Lifestyle
  • Religion
  • Astrology
    • Terro
    • Numerology
    • Special
    • Architectural
    • feng shui
    • Crystal
    • Hilling
  • Yoga
  • Videos
Newsletter
Random News
  • Home
  • જાહેરાતો પરની નિર્ભરતા ટાળવા મેટાનો ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને ફેસબુક પર હવે પેઈડ સબસ્ક્રિબ્શન પ્લાન
  • लाइफस्टाइल

જાહેરાતો પરની નિર્ભરતા ટાળવા મેટાનો ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને ફેસબુક પર હવે પેઈડ સબસ્ક્રિબ્શન પ્લાન

AdminMay 28, 2026May 28, 202601 mins
Spread the love

પૈસા ચૂકવનારા યુઝર્સને એવા એડવાન્સ ફીચર્સ મળશે જે સામાન્ય યુઝર્સને નહીં મળે

નવી દિલ્હી

જો તમે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે વૉટ્સએપના દિવાના છો, તો તમારા માટે એક મોટા સમાચાર છે. મેટા કંપની હવે માત્ર જાહેરાતો પર નિર્ભર રહેવા માંગતી નથી. કંપનીએ વૈશ્વિક સ્તરે અને ભારતમાં યુઝર્સ માટે નવી પેઇડ સબસ્ક્રિપ્શન યોજનાઓ જાહેર કરી છે. મેટા હવે આ એપ્સના (પ્લસ) વર્ઝન લોન્ચ કરી રહી છે, જેમાં પૈસા ચૂકવનારા યુઝર્સને એવા એડવાન્સ ફીચર્સ મળશે જે સામાન્ય યુઝર્સને નહીં મળે.

કેટલી હશે કિંમત?

મેટાએ હાલમાં વૈશ્વિક કિંમતો જાહેર કરી છે (ભારત માટે સત્તાવાર કિંમત ટૂંક સમયમાં જાહેર થશે)

ઇન્સ્ટાગ્રામ પ્લસ: 3.99 ડૉલર (આશરે 387 રૂપિયા) પ્રતિ મહિનો

ફેસબુક પ્લસ: 3.99 ડૉલર (આશરે 387 રૂપિયા) પ્રતિ મહિનો

વૉટ્સએપ પ્લસ: 2.99 ડૉલર (આશરે 290 રૂપિયા) પ્રતિ મહિનો

આ નવું સબસ્ક્રિપ્શન ‘મેટા વેરિફાઇડ’ (બ્લુ ટિક) કરતાં તદ્દન અલગ છે. બ્લુ ટિક માટેના ચાર્જ અલગ રહેશે.

 (ભારતમાં મેટાએ શરૂ કરી ‘WhatsApp Plus’ પ્રીમિયમ સેવા; એક મહિનો ફ્રી ટ્રાયલ, બાદમાં ચૂકવવા પડશે માસિક 79 રૂપિયા)

ઇન્સ્ટાગ્રામ પ્લસમાં શું છે ખાસ?

ટેક ક્રંચના રિપોર્ટ અનુસાર, પૈસા ચૂકવનારા યુઝર્સને ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝમાં જબરદસ્ત ફીચર્સ મળશે જેમ કે, તમે કોઈની પણ સ્ટોરી તેની વ્યુઅર લિસ્ટમાં આવ્યા વગર સિક્રેટલી જોઈ શકશો. તમારી સ્ટોરી કયા યુઝરે કેટલી વાર ‘રીવોચ’ (ફરીથી જોઈ) કરી તે જાણી શકાશે. ક્લોઝ ફ્રેન્ડ્સ સિવાય પણ તમે સ્ટોરીઝ માટે અનલિમિટેડ ઓડિયન્સ લિસ્ટ બનાવી શકશો. સ્ટોરીઝને 24 કલાકથી વધુ સમય માટે રાખી શકાશે અને અઠવાડિયામાં એક સ્ટોરીને સ્પેશિયલ હાઇલાઇટ કરી શકાશે. બાયો માટે ખાસ ફોન્ટ્સ, કસ્ટમ એપ આઇકોન અને એનિમેટેડ સુપર હાર્ટ રિએક્શન મળશે.

વૉટ્સએપ પ્લસ

વૉટ્સએપના પેઇડ યુઝર્સને મેસેજિંગ પર્સનલાઇઝેશનના શાનદાર ટૂલ્સ મળશે. યુઝર્સ પોતાના વૉટ્સએપમાં કસ્ટમ થીમ્સ સેટ કરી શકશે. સ્પેશિયલ રિંગટોન અને પ્રીમિયમ સ્ટિકર્સનો એક્સેસ મળશે. ચેટ લિસ્ટમાં વધારાની ચેટ્સ પિન કરવાની અને એડવાન્સ કસ્ટમાઇઝેશનની સુવિધા મળશે.

AI પ્લાન્સ

મેટાએ માત્ર સોશિયલ મીડિયા જ નહીં, પણ AI યુઝર્સ, ક્રેડિટર્સ અને બિઝનેસ માટે પણ “Meta One” પ્લાન્સ લોન્ચ કર્યા છે. જે લોકો મેટા એઆઈનો બહુ વધારે ઉપયોગ કરે છે તેમણે હવે નીચે મુજબના પ્લાન લેવા પડશે. 

Meta One Plus:  7.99 ડૉલર (આશરે 775 રૂપિયા) પ્રતિ મહિનો.

Meta One Premium:  19.99 ડૉલર (આશરે ₹1,939) પ્રતિ મહિનો (ખૂબ ઊંચી યુઝેજ લિમિટ સાથે).

(સામાન્ય યુઝર્સ માટે Meta AI ચેટબોટ ફ્રી રહેશે, પરંતુ હેવી યુઝર્સ માટે લિમિટ આવી જશે).

ક્રિએટર્સ અને બિઝનેસના પ્લાન્સ

મેટા વન એસેસનલ (14.99 ડૉલર / આશરે 1,454 રૂપિયા મહિનાના): પ્રોફાઇલ પ્રોટેક્શન અને ક્રિએટર્સ માટે એન્હાન્સ્ડ પ્રોફાઇલ લિંક્સ મળશે

મેટા વન એડવાન્સ્ડ (49.99 ડૉલર / આશરે 4,849 રૂપિયા મહિનાના): રીલ્સ પર મોટું ‘Follow’ બટન, ફેસબુક ફીડ અને સર્ચમાં પ્રાયોરિટી (વધુ રીચ), અને સૌથી મહત્વનું- લાઇવ હ્યુમન કસ્ટમર સપોર્ટ મળશે, જેની નાના વેપારીઓ વર્ષોથી રાહ જોતા હતા. આ ઉપરાંત જો કોઈ તમારી કન્ટેન્ટ ક્રેડિટ આપ્યા વગર રીપોસ્ટ કરશે તો મેટા તમને એલર્ટ પણ મોકલશે.

AIનો ખર્ચ કાઢવા કંપની પૈસા વસુલશે

મેટાના પ્રોડક્ટ હેડ નાઓમી ગ્લેઇટ અને સબસ્ક્રિપ્શન હેડ હેલન માના જણાવ્યા અનુસાર, કંપનીનો હેતુ AI પાછળ થતો અબજો ડોલરનો ખર્ચ રિકવર કરવાનો અને યુઝર્સને પોતાના ઇકોસિસ્ટમમાં વધુ પ્રીમિયમ અનુભવ આપવાનો છે. શરુઆતમાં AI સબસ્ક્રિપ્શન સિંગાપોર, ગ્વાટેમાલા અને બોલિવિયામાં લોન્ચ થઈ રહ્યું છે, જે ટૂંક સમયમાં ભારતમાં પણ લાઈવ થશે.

(નોંધ: જો કે અલગ અલગ દેશોમાં તેની કિંમત અલગ અલગ હોઇ શકે છે.)

Tagged: science-technology/meta-introduces-paid-plus-subscriptions-instagram-facebook-whatsapp

Post navigation

Previous: કોંગોથી વડોદરા આવેલા શંકાસ્પદ દર્દીનો ઈબોલાનો રિપોર્ટ નેગેટિવ
Next: વૈભવની નજર સદી પર નહીં, ટીમ માટે ટ્રોફી જીતવા પર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Related News

ફક્ત એક રક્ત પરીક્ષણથી હાર્ટ એટેકના 15 વર્ષ પહેલાં ચેતવણી મળશે , AI ટૂલ બધું જ જણાવશે

AdminMay 25, 2026 0

ગુગલના જાદુઈ ચશ્મા! હે ગુગલ બોલતાની સાથે જ જેમિની એઆઈ સક્રિય થઈ જશે

AdminMay 20, 2026May 20, 2026 0

Latest News

  • સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 28-05-2026
  • વૈભવની નજર સદી પર નહીં, ટીમ માટે ટ્રોફી જીતવા પર
  • જાહેરાતો પરની નિર્ભરતા ટાળવા મેટાનો ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને ફેસબુક પર હવે પેઈડ સબસ્ક્રિબ્શન પ્લાન
  • કોંગોથી વડોદરા આવેલા શંકાસ્પદ દર્દીનો ઈબોલાનો રિપોર્ટ નેગેટિવ
  • દેશના અનેક રાજ્યોમાં તોફાન સાથે વરસાદનું એલર્ટ, 100 કીમીની ગતિથી પવન ફૂંકાશે
  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025
  • August 2025
  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023

Categories Wise News

  • Uncategorized
  • Videos
  • क्रिस्टल
  • खेल
  • जॉब्स
  • ज्योतिष
  • टेरो
  • दुनिया
  • धर्म
  • न्यूमरोलोजी
  • बिजनेस
  • मनोरंजन
  • योग
  • राज्य
  • राष्ट्रीय
  • लाइफस्टाइल
  • वास्तु
  • स्पेशल
  • हिलिंग
  • होम
Digital Newspaper - Multipurpose News WordPress Theme 2026. Powered By BlazeThemes.