NIVEA MENના ગ્રાહકોને મળશે રિયલ મેડ્રિડની લાઈવ મેચ જોવાની તક; ઈ-કોમર્સ અભિયાન દ્વારા ચાહકોને ક્લબ સાથે વધુ નજીક લાવવાનો પ્રયાસ
મુંબઈ
વિશ્વની અગ્રણી સ્કિનકેર બ્રાન્ડ NIVEA MEN અને સ્પેનની પ્રતિષ્ઠિત ફૂટબોલ ક્લબ રિયલ મેડ્રિડે તેમની લાંબા સમયથી ચાલતી ભાગીદારીને વધુ આગળ વધારવાની જાહેરાત કરી છે. આ નવી ભાગીદારી હેઠળ બંને સંસ્થાઓ પ્રદર્શન, શ્રેષ્ઠતા અને વિશ્વાસના મૂલ્યોને વધુ મજબૂત બનાવશે તેમજ વિશ્વભરના ચાહકોને ક્લબ સાથે જોડવાના નવા પ્રયાસો કરશે.
ભારત બન્યું મહત્વનું બજાર
NIVEA MEN દ્વારા જણાવવામાં આવ્યું છે કે ભારત વિશ્વના સૌથી ઝડપથી વિકસતા ફૂટબોલ ચાહક બજારોમાંનું એક બની રહ્યું છે. યુવા અને ડિજિટલ માધ્યમો સાથે જોડાયેલા ચાહકોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને કંપની ભારતીય ગ્રાહકો માટે વિશેષ અભિયાન શરૂ કરી રહી છે. રિયલ મેડ્રિડને ભારતના મહાનગરો ઉપરાંત નાના શહેરોમાં પણ વિશાળ અને વફાદાર ચાહકવર્ગ પ્રાપ્ત છે.
ચાહકોને મળશે સ્પેન પ્રવાસની તક
ભાગીદારીના ભાગરૂપે NIVEA MEN ઇન્ડિયા અગ્રણી ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ સાથે મળીને વિશેષ ગ્રાહક અભિયાન ચલાવશે. આ અભિયાન હેઠળ નિર્ધારિત કિંમતથી વધુના NIVEA MEN ઉત્પાદનો ખરીદનારા ગ્રાહકોને સ્પેન જઈને રિયલ મેડ્રિડની લાઈવ મેચ જોવાની તક મળશે. ઉપરાંત સત્તાવાર રિયલ મેડ્રિડ મર્ચેન્ડાઈઝ જીતવાની પણ તક આપવામાં આવશે. આ અભિયાન જૂનથી ઓક્ટોબર દરમિયાન તબક્કાવાર રીતે અમલમાં મૂકવામાં આવશે.
ફૂટબોલ માત્ર રમત નહીં, એક લાગણી
NIVEA ઇન્ડિયાના માર્કેટિંગ ડિરેક્ટર શ્વેતા દલાલે જણાવ્યું હતું કે ભારતમાં ફૂટબોલ હવે માત્ર રમત નહીં પરંતુ લાખો લોકોની લાગણી અને ઓળખ બની ગયો છે. રિયલ મેડ્રિડ જેવા ક્લબ યુવાનોને પ્રેરણા આપે છે અને સમુદાયો વચ્ચે જોડાણ ઊભું કરે છે. NIVEA MEN આ ઉત્સાહને વધુ નજીકથી અનુભવાય તેવા પ્રયાસો કરી રહ્યું છે.
ભારતીય ફૂટબોલ સંસ્કૃતિ સાથે જોડાણ મજબૂત બનશે
કંપનીના જણાવ્યા મુજબ આ ભાગીદારી દ્વારા વૈશ્વિક બ્રાન્ડની મજબૂતી અને સ્થાનિક ગ્રાહકોના રસને જોડવામાં આવશે. સાથે જ NIVEA MEN ભારતીય ગ્રાહકો સાથે વધુ મજબૂત સંબંધ સ્થાપિત કરીને દેશની વિકસતી ફૂટબોલ સંસ્કૃતિમાં મહત્વપૂર્ણ ભાગીદાર બનવા માંગે છે.
