હિમાચલમાં દંપતીએ ઓનલાઈન લગ્ન કર્યા

Spread the love

સરકારે લોકોને મુસાફરી ન કરવાની સલાહ આપી હતી, તેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા લગ્ન થયા


સિમલા
સિમલાના કોટગઢના રહેવાસીને ભુંતર બારાત લઇ જવાની હતી, પરંતુ ખરાબ હવામાન અને રસ્તો બંધ હોવાને કારણે જ્યારે તે અશક્ય બની ગયું ત્યારે પરિવારે વીડિયો કોન્ફરન્સ દ્વારા લગ્નનું આયોજન કરાવવાનું વિચાર્યું હતું.
વરરાજાને સોમવારે બારાત લઇ ભુંતર જવાનું હતું. થિયોગ વિધાનસભા મતવિસ્તારના પૂર્વ ધારાસભ્ય રાકેશ સિંઘાએ મંગળવારે જણાવ્યું હતું કે કુલ્લુ જિલ્લો તાજેતરની દુર્ઘટનાનું કેન્દ્ર હતું. તેથી પરિવારના સભ્યોએ લગ્ન ઓનલાઈન કરવાનું નક્કી કર્યું હતું. તેમણે કહ્યું કે સરકારે લોકોને મુસાફરી ન કરવાની સલાહ આપી હતી, તેથી વિડીયો કોન્ફરન્સ દ્વારા લગ્ન થયા હતા.
હિમાચલ પ્રદેશમાં શનિવારથી સતત ત્રણ દિવસ સુધી વરસાદ પડ્યો હતો, જેના કારણે પૂર અને ભૂસ્ખલનથી ઘરોને નુકસાન થયું અને ઓછામાં ઓછા 31 લોકો માર્યા ગયા હતા. સતત ત્રણ દિવસ વરસાદના કારણે હિમાચલ પ્રદેશમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *