નેપાળના વડાપ્રધાન પ્રચંડના પત્નીનું નિધન

Spread the love

69 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા, તેઓ હાઈ બ્લડ પ્રેશર અને પાર્કિન્સન્સથી પણ પીડિત હતા


નવી દિલ્હી
નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ના પત્ની સીતા દહલનું આજે નિધન થઈ ગયુ છે. હાર્ટ એટેકના કારણે તેમનું મૃત્યુ થયું છે. સીતા દહલ લાંબા સમયથી બીમાર હતા.
નેપાળના પીએમના પત્નીએ 69 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. ડોક્ટરોએ જણાવ્યું કે બુધવારે સવારે 8:00 વાગે તેમને હાર્ટ એટેક આવ્યો હતો જે બાદ તેમનું મૃત્યુ થયું હતું. હોસ્પિટલે તેમને 8:33 વાગ્યે મૃત જાહેર કર્યા હતા.
લગભગ બે વર્ષ પહેલા પુષ્પ કમલ દહલ પ્રચંડ પણ પોતાની પત્નીની સારવાર કરાવવા મુંબઈ આવ્યા હતા. તેમના પત્ની સીતા દહલ ઘણા સમયથી બીમાર હતા. તેઓ હાઈ બ્લડ પ્રેશર અને પાર્કિન્સન્સથી પણ પીડિત હતા. પ્રાપ્ત માહિતી પ્રમાણે આજે પશુપતિનાથ મંદિર પાસે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *