નિધિ પ્રજાપતિ અને ઝિનાલી પટેલનો ડબલ ક્રાઉન, ધૈર્ય પરમારે મેન્સ સિંગલ્સનો ખિતાબ જીતીને હેટ્રિક નોંધાવી

Spread the love

ટોપસ્પિન ત્રીજી અમદાવાદ જિલ્લા રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું સમાપન : 17 કેટેગરીમાં 301 એન્ટ્રીઓ, ઓપન ડબલ્સમાં 16 જોડીઓએ લીધો ભાગ

અમદાવાદ

અમદાવાદ ટેબલ ટેનિસ એસોસિયેશન (TTAA)ના ઉપક્રમે ટોપસ્પિન ક્લબ દ્વારા આયોજિત ટોપસ્પિન ત્રીજી અમદાવાદ જિલ્લા રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ-2026નું ટોપસ્પિન ક્લબ, એસ.જી. હાઈવે ખાતે સફળતાપૂર્વક સમાપન થયું હતું. ત્રણ દિવસીય ટુર્નામેન્ટમાં અન્ડર-9થી સિનિયર તથા વેટરન સુધીની 17 કેટેગરીમાં કુલ 301 એન્ટ્રીઓ નોંધાઈ હતી. જ્યારે ઓપન ડબલ્સમાં 16 જોડીઓએ ભાગ લીધો હતો.

ધૈર્ય પરમારની હેટ્રિક

મેન્સ સિંગલ્સની ફાઇનલમાં ધૈર્ય પરમારે શાનદાર રમત સાથે સોહમ ભટ્ટાચાર્યને 11-8, 8-11, 11-7, 12-10, 11-9થી 4-1થી હરાવી ખિતાબ જીત્યો હતો. આ સાથે ધૈર્યએ સતત ત્રીજી અમદાવાદ જિલ્લા રેન્કિંગ ટુર્નામેન્ટમાં મેન્સ સિંગલ્સનો ખિતાબ જીતી હેટ્રિક નોંધાવી હતી.

નિધિ અને ઝિનાલીએ બે ખિતાબ જીત્યા

વુમન્સ સિંગલ્સમાં ટોપ સીડ કૌશા ભૈરાપુરેને નિધિ પ્રજાપતિએ 11-8, 11-7, 11-9, 6-11, 11-6થી હરાવી ચેમ્પિયન બની હતી. નિધિએ અન્ડર-19 ગર્લ્સમાં પણ ઝિનાલી પટેલને 11-9, 11-5, 11-5, 11-5થી હરાવી ડબલ ક્રાઉન મેળવ્યો હતો.

ઝિનાલી પટેલે અન્ડર-17 અને અન્ડર-13 ગર્લ્સ બંનેના ખિતાબ જીતી ડબલ ક્રાઉન મેળવ્યો હતો. તેણે અન્ડર-17માં નિત્યા ચોક્સીને 11-5, 8-11, 12-10, 8-11, 11-6થી અને અન્ડર-13માં રુતવી લિયાને 11-9, 11-7, 11-8થી હરાવી હતી.

અન્ડર-19 બોયઝમાં દ્વિજની રોમાંચક જીત

અન્ડર-19 બોયઝની ફાઇનલમાં દ્વિજ ભાલોડિયાએ હિમાંશ દહિયાને 2-11, 11-5, 9-11, 11-9, 16-14, 11-9થી હરાવી ખિતાબ જીત્યો હતો. આ મેચ ટુર્નામેન્ટની સૌથી રોમાંચક ફાઇનલમાંની એક રહી હતી.

વિવિધ વયજૂથોમાં ચેમ્પિયનો

અન્ડર-17 બોયઝમાં મલવ પંચાલે અંશ ખમારને 11-13, 11-5, 11-8, 11-8થી હરાવ્યો. અન્ડર-15 બોયઝમાં અંશ ખમારે નક્ષ પટેલને 11-6, 11-3, 11-5થી અને અન્ડર-15 ગર્લ્સમાં નિત્યા ચોક્સીએ જેસી મોદીને 11-7, 11-8, 9-11, 11-9થી હરાવી ખિતાબ જીત્યો.

અન્ડર-13 બોયઝમાં નક્ષ પટેલે શ્લોક દવેને 11-5, 11-8, 11-7થી હરાવ્યો. અન્ડર-11 બોયઝમાં સહસ મંગલે રુશિલ ત્રિવેદીને 11-4, 11-1, 11-8થી જ્યારે અન્ડર-11 ગર્લ્સમાં વિહા રાઠોડે રિયા શાહને 6-11, 11-9, 11-1, 11-8થી હરાવી ચેમ્પિયન બન્યા.

અન્ડર-9 બોયઝમાં શ્રેયાંશ ક્રિસ્ટીએ શિવાંશ સેજવાનીને 11-5, 11-7, 11-8થી અને અન્ડર-9 ગર્લ્સમાં અનાયરા મનિયારે દુર્વા શાહને 11-9, 11-8, 11-8થી હરાવી ખિતાબ જીત્યો.

વેટરન કેટેગરીમાં પણ રસાકસી

મેન્સ 39+માં નિરવ પટેલે નમન ખંડહારને 3-11, 11-6, 13-11, 11-5થી, મેન્સ 49+માં અમીશ પટેલે હેતલ શાહને 10-12, 12-10, 11-8, 11-7થી અને મેન્સ 59+માં સંજય ટાયલે રણજિત નાગડિયાને 11-3, 11-5, 11-5થી હરાવી ખિતાબ મેળવ્યો.

સોહમ-સાહિબની ઓપન ડબલ્સમાં જીત

ઓપન ડબલ્સની ફાઇનલમાં સોહમ ભટ્ટાચાર્ય અને સાહિબ જગ્ગીની જોડીએ ધૈર્ય અને રિયાનની જોડીને 11-8, 11-9, 12-10થી હરાવી ખિતાબ પોતાના નામે કર્યો હતો. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન યુવા પ્રતિભાઓ સાથે અનુભવી ખેલાડીઓએ પણ શાનદાર પ્રદર્શન કરતાં અમદાવાદમાં ટેબલ ટેનિસની વધતી લોકપ્રિયતા અને મજબૂત ખેલ પ્રતિભાનું પ્રદર્શન થયું હતું.

અંતિમ પરિણામો

  1. મેન્સ સિંગલ્સ: ધૈર્ય પરમાર – સોહમ ભટ્ટાચાર્ય સામે 4-1
  2. વુમન્સ સિંગલ્સ: નિધિ પ્રજાપતિ – કૌશા ભૈરાપુરે સામે 4-1
  3. અન્ડર-19 બોયઝ: દ્વિજ ભાલોડિયા – હિમાંશ દહિયા
  4. અન્ડર-19 ગર્લ્સ: નિધિ પ્રજાપતિ – ઝિનાલી પટેલ
  5. અન્ડર-17 બોયઝ: મલવ પંચાલ – અંશ ખમાર
  6. અન્ડર-17 ગર્લ્સ: ઝિનાલી પટેલ – નિત્યા ચોક્સી
  7. અન્ડર-15 બોયઝ: અંશ ખમાર – નક્ષ પટેલ
  8. અન્ડર-15 ગર્લ્સ: નિત્યા ચોક્સી – જેસી મોદી
  9. અન્ડર-13 બોયઝ: નક્ષ પટેલ – શ્લોક દવે
  10. અન્ડર-13 ગર્લ્સ: ઝિનાલી પટેલ – રુતવી લિયા
  11. અન્ડર-11 બોયઝ: સહસ મંગલ – રુશિલ ત્રિવેદી
  12. અન્ડર-11 ગર્લ્સ: વિહા રાઠોડ – રિયા શાહ
  13. અન્ડર-9 બોયઝ: શ્રેયાંશ ક્રિસ્ટી – શિવાંશ સેજવાની
  14. અન્ડર-9 ગર્લ્સ: અનાયરા મનિયાર – દુર્વા શાહ
  15. મેન્સ 39+: નિરવ પટેલ – નમન ખંડહાર
  16. મેન્સ 49+: અમીશ પટેલ – હેતલ શાહ
  17. મેન્સ 59+: સંજય ટાયલ – રણજિત નાગડિયા
  18. ઓપન ડબલ્સ: સોહમ ભટ્ટાચાર્ય અને સાહિબ જગ્ગી – ધૈર્ય અને રિયાન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *