રાજ્ય કક્ષાની ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં 10 વર્ષના રેહાંશ સિંઘવીનો દમદાર દેખાવ

અંડર-19 બોયઝ ટીમ ઇવેન્ટમાં કચ્છે જામનગરને 3-2થી હરાવ્યું; અમદાવાદ અને રાજકોટની પુરુષ ટીમનો પણ વિજય, મહિલા વિભાગમાં સુરત સહિતની ટીમોનો વિજયી પ્રારંભ ગાંધીધામ આદિપુરના હર્ષ સાંઘતાણી સ્પોર્ટ્સ ઇન્ડોર કોમ્પ્લેક્સના સ્વ. એમ. પી. મિત્ત્રા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે શરૂ થયેલી ફ્રેન્ડ્સ ગ્રુપ ગુજરાત રાજ્ય અને આંતરજિલ્લા ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2026માં કચ્છના 10 વર્ષીય ખેલાડી રેહાંશ સિંઘવીએ શાનદાર…

અભિલાષ રાવલ અને કૌશાએ અમદાવાદ જિલ્લા ટેબલ ટેનિસના ખિતાબ જીત્યા, નક્ષ પટેલનો ડબલ ક્રાઉન

મલ્ટિમેટ 8મી અમદાવાદ જિલ્લા ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ-2026માં 17 કેટેગરીના વિજેતાઓ જાહેર; 283 એન્ટ્રીઓ સાથે ત્રણ દિવસીય સ્પર્ધાનું સમાપન અમદાવાદ ટેબલ ટેનિસ એસોસિયેશન ઑફ અમદાવાદ (TTAA) દ્વારા આયોજિત મલ્ટિમેટ 8મી અમદાવાદ જિલ્લા ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ-2026નું રવિવારે વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, નારણપુરા ખાતે સમાપન થયું હતું. 2થી 4 ઓક્ટોબર દરમિયાન યોજાયેલી ત્રણ દિવસીય સ્પર્ધામાં વિવિધ વયજૂથ અને…

નિધિ પ્રજાપતિ અને ઝિનાલી પટેલનો ડબલ ક્રાઉન, ધૈર્ય પરમારે મેન્સ સિંગલ્સનો ખિતાબ જીતીને હેટ્રિક નોંધાવી

ટોપસ્પિન ત્રીજી અમદાવાદ જિલ્લા રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું સમાપન : 17 કેટેગરીમાં 301 એન્ટ્રીઓ, ઓપન ડબલ્સમાં 16 જોડીઓએ લીધો ભાગ અમદાવાદ અમદાવાદ ટેબલ ટેનિસ એસોસિયેશન (TTAA)ના ઉપક્રમે ટોપસ્પિન ક્લબ દ્વારા આયોજિત ટોપસ્પિન ત્રીજી અમદાવાદ જિલ્લા રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ-2026નું ટોપસ્પિન ક્લબ, એસ.જી. હાઈવે ખાતે સફળતાપૂર્વક સમાપન થયું હતું. ત્રણ દિવસીય ટુર્નામેન્ટમાં અન્ડર-9થી સિનિયર તથા વેટરન…

ટોપસ્પિન ત્રીજી અમદાવાદ જિલ્લા રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ-2026નો પ્રારંભ, 301 ખેલાડીઓ વચ્ચે જંગ

7થી 9 ઓગસ્ટ સુધી એસ.જી. હાઈવે સ્થિત ટોપસ્પિન ક્લબ ખાતે યોજાશે ટુર્નામેન્ટ, 17 કેટેગરીમાં શહેરના અગ્રણી ખેલાડીઓ ભાગ લેશે અમદાવાદ અમદાવાદમાં ટેબલ ટેનિસની લોકપ્રિયતા સતત વધી રહી છે ત્યારે અમદાવાદ ટેબલ ટેનિસ એસોસિયેશન (TTAA)ના ઉપક્રમે ટોપસ્પિન ક્લબ દ્વારા આયોજિત ટોપસ્પિન ત્રીજી અમદાવાદ જિલ્લા રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ-2026નો આજે ભવ્ય પ્રારંભ થયો છે. એસ.જી. હાઈવે સ્થિત…

જામનગર સ્ટેટ ટેબલ ટેનિસ: જન્મેજય પટેલ અને પ્રથા પવારે ડબલ ક્રાઉન જીત્યો, દેવ ભટ્ટની પણ બેવડી સિદ્ધિ

ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટુર્નામેન્ટમાં અરવલ્લીના જન્મેજય અને અમદાવાદની પ્રથાનો દબદબો; વિવિધ વયજૂથમાં અનેક રોમાંચક મુકાબલા અને અપસેટ જોવા મળ્યા જામનગર જામનગરના JMC સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલી ત્રીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં અરવલ્લીના જન્મેજય પટેલ અને અમદાવાદની પ્રથા પવારે બે-બે ખિતાબ જીતીને ટુર્નામેન્ટમાં સૌથી મોટી સિદ્ધિ હાંસલ કરી હતી. ત્રણ દિવસીય આ સ્પર્ધામાં રાજ્યભરના…