વિશા શ્રીમાળી મોતી જ્ઞાતિ ચેસ ટુર્નામેન્ટ-2026માં આદિશ શાહનો વિજય

Spread the love

આદિશ શાહે 5 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાન મેળવ્યું ; ટોચના પાંચ ખેલાડીઓને ટ્રોફી અને પ્રતિભાશાળી ખેલાડીઓને મેડલ એનાયત

અમદાવાદ,

અમદાવાદના એલિસબ્રિજ સ્થિત ઓરિએન્ટ ક્લબ ખાતે શ્રી અમદાવાદી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક વિશા શ્રીમાળી શ્રાવક જ્ઞાતિ દ્વારા વિશા શ્રીમાળી મોતી જ્ઞાતિ ચેસ ટુર્નામેન્ટ-2026નું આયોજન કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટમાં ચેસપ્રેમી ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને વિવિધ રાઉન્ડમાં રોમાંચક મુકાબલા જોવા મળ્યા હતા.

ટુર્નામેન્ટના અંતે આદિશ શાહે 5 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાન મેળવી વિજેતાનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. જ્યારે મનિત કથીરિયા, દ્વિજ શાહ અને ધ્રુવીશ શાહે 4.5-4.5 પોઈન્ટ મેળવી અનુક્રમે બીજા, ત્રીજા અને ચોથા સ્થાને સ્થાન મેળવ્યું હતું. ભૂષણ શાહે 4 પોઈન્ટ સાથે પાંચમું સ્થાન મેળવ્યું હતું.

ટોચના પાંચ ખેલાડીઓનું પ્રદર્શન

ટુર્નામેન્ટના અંતિમ ક્રમ અનુસાર આદિશ શાહ 5 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને રહ્યા હતા. મનિત કથીરિયા 4.5 પોઈન્ટ સાથે બીજા, દ્વિજ શાહ 4.5 પોઈન્ટ સાથે ત્રીજા અને ધ્રુવીશ શાહ 4.5 પોઈન્ટ સાથે ચોથા સ્થાને રહ્યા હતા. ભૂષણ શાહે 4 પોઈન્ટ સાથે પાંચમું સ્થાન મેળવ્યું હતું.

વિજેતાઓનું સન્માન

ટુર્નામેન્ટના સમાપન પ્રસંગે અર્પી શાહ, મયુર પટેલ સહિતના મહાનુભાવોના હસ્તે ટોચના પાંચ વિજેતા ખેલાડીઓને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. ઉપરાંત,

અતિંમ સ્થિતિ:

  1. આદિશ શાહ – 5 પોઈન્ટ
  2. મનિત કથીરિયા – 4.5 પોઈન્ટ
  3. દ્વિજ શાહ – 4.5 પોઈન્ટ
  4. ધ્રુવીશ શાહ – 4.5 પોઈન્ટ
  5. ભૂષણ શાહ – 4 પોઈન્ટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *