ગુજરાત સ્ટેટ સિલેક્શન ફોર નેશનલ વિમેન્સ ચેસ ચેમ્પિયનશિપમાં વિનિ ગાંધી અને હાન્યા શાહ સંયુક્ત વિજેતા

બંને ખેલાડીઓએ 5-5 પોઈન્ટ સાથે ટોચનું સ્થાન મેળવ્યું, પ્રથમ ચાર ખેલાડીઓ તેલંગાણા ખાતે યોજાનારી નેશનલ ટુર્નામેન્ટમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે અમદાવાદગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન દ્વારા ક્વીન્સ સ્ક્વેર વિમેન્સ એસોસિએશનના સહયોગથી સ્વ. અનિલા કિશોરકુમાર શાહની સ્મૃતિમાં ગુજરાત સ્ટેટ સિલેક્શન ફોર નેશનલ વિમેન્સ ચેસ ચેમ્પિયનશિપ-2026નું આયોજન કરવામાં આવ્યું હતું. 3 અને 4 ઓક્ટોબર, 2026ના રોજ અમદાવાદના ખાનપુર ખાતે…

વિશા શ્રીમાળી મોતી જ્ઞાતિ ચેસ ટુર્નામેન્ટ-2026માં આદિશ શાહનો વિજય

આદિશ શાહે 5 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાન મેળવ્યું ; ટોચના પાંચ ખેલાડીઓને ટ્રોફી અને પ્રતિભાશાળી ખેલાડીઓને મેડલ એનાયત અમદાવાદ, અમદાવાદના એલિસબ્રિજ સ્થિત ઓરિએન્ટ ક્લબ ખાતે શ્રી અમદાવાદી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક વિશા શ્રીમાળી શ્રાવક જ્ઞાતિ દ્વારા વિશા શ્રીમાળી મોતી જ્ઞાતિ ચેસ ટુર્નામેન્ટ-2026નું આયોજન કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટમાં ચેસપ્રેમી ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને વિવિધ રાઉન્ડમાં…

ઓરિએન્ટ ક્લબમાં 2 ઓક્ટોબરે બે ચેસ ટુર્નામેન્ટનું આયોજન

ચિલ્ડ્રન ચેસ ફેસ્ટિવલમાં ટોચના 20 ખેલાડીઓને ટ્રોફી, વિશા શ્રીમાળી મોટી જ્ઞાતિ ટુર્નામેન્ટમાં પાંચ વિજેતાઓને ટ્રોફી અને પ્રતિભાશાળી ખેલાડીઓને મેડલ અપાશે અમદાવાદ અમદાવાદના એલિસબ્રિજ સ્થિત ઓરિએન્ટ ક્લબ ખાતે તા. 2 ઓક્ટોબર, 2026ના રોજ બે ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આનંદ ચેસ એસોસિએશન અને શ્રી અમદાવાદ જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક વિશા શ્રીમાળી શ્રાવક જ્ઞાતિના સંયુક્ત આયોજન હેઠળ…

ગુજરાત સ્ટેટ અન્ડર-15 ચેસ સિલેક્શન ટુર્નામેન્ટમાં સમર્થ શ્રીની વરીયર અને અદિત્રી શોમ પ્રથમ

બોયઝ અને ગર્લ્સ વિભાગમાં ટોચના બે ખેલાડીઓ હૈદરાબાદમાં યોજાનારી નેશનલ ચેસ ચેમ્પિયનશિપમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે અમદાવાદ ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન દ્વારા ગુજરાત સ્ટેટ અન્ડર-15 (બોયઝ અને ગર્લ્સ) સિલેક્શન ફોર નેશનલ ચેસ ચેમ્પિયનશિપ-2026નું આયોજન 12 અને 13 સપ્ટેમ્બર દરમિયાન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. બોયઝ વિભાગની સ્પર્ધા સ્પોર્ટ્સ ક્લબ ખાતે, જ્યારે ગર્લ્સ વિભાગની સ્પર્ધા રાઇફલ ક્લબ…

ગુજરાત સ્ટેટ અંડર-19 ચેસ સિલેક્શન ટુર્નામેન્ટમાં સમર્થ શ્રીનિવારિયાએ બાજી મારી

બોયઝમાં સમર્થ શ્રીનિવારિયા અને ગર્લ્સમાં અર્પિતા પાઠણકર પ્રથમ; બંને કેટેગરીના ટોચના બે ખેલાડીઓ વેસ્ટ બંગાળમાં યોજાનારી નેશનલ ચેસ ચેમ્પિયનશિપમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે અમદાવાદ ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન દ્વારા નેશનલ ચેસ ચેમ્પિયનશિપ-2026 માટે ગુજરાત સ્ટેટ અંડર-19 (બોયઝ અને ગર્લ્સ) સિલેક્શન ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. 29 અને 30 ઓગસ્ટ દરમિયાન અમદાવાદના સ્પોર્ટ્સ ક્લબ ખાતે બોયઝ અને…

મોક્ષિત શાહે નેશનલ સિનિયર FIDE રેટિંગ ચેમ્પિયનશિપ માટેની ગુજરાત સિલેક્શન સ્પર્ધા જીતી

૨૬૭ ખેલાડીઓ વચ્ચે મોક્ષિતે ૮ પોઈન્ટ સાથે પ્રથમ સ્થાન મેળવ્યું ; ટોચના ચાર ખેલાડીઓ નેશનલ ચેમ્પિયનશિપમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે નવમા અને અંતિમ રાઉન્ડમાં નીલ નાનકાનીને હરાવી મોક્ષિતે ખિતાબ પોતાના નામે કર્યો અમદાવાદ: અમદાવાદના એસ.જી. હાઈવે પર આવેલા રાજપથ ક્લબ ખાતે યોજાયેલી ગુજરાત સ્ટેટ સિલેક્શન ફોર નેશનલ સિનિયર (ઓપન) FIDE રેટિંગ ચેસ ચેમ્પિયનશિપ-2026’*માં મોક્ષિત શાહે શાનદાર…

ગુજરાત સ્ટેટ અન્ડર-17 ચેસ સિલેક્શન ટુર્નામેન્ટમાં માન અને મર્યાદા ચેમ્પિયન

બોયઝ કેટેગરીમાં માન અકબરી અને ગર્લ્સ કેટેગરીમાં યતી અગ્રવાલ પ્રથમ ક્રમે; જમ્મુ-કાશ્મીરમાં યોજાનારી નેશનલ ચેસ ચેમ્પિયનશિપ માટે ગુજરાતની ટીમની પસંદગી અમદાવાદ ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન દ્વારા 15 અને 16 ઓગસ્ટ, 2026ના રોજ અમદાવાદ ખાતે ગુજરાત સ્ટેટ અન્ડર-17 (બોયઝ અને ગર્લ્સ) સિલેક્શન ફોર નેશનલ ચેસ ચેમ્પિયનશિપ-2026નું આયોજન કરવામાં આવ્યું હતું. બોયઝ કેટેગરીની સ્પર્ધા સ્પોર્ટ્સ ક્લબ ખાતે,…