તન્મય બલોડાની વેધક બોલિંગથી ભારત U-19 સામે ઓસ્ટ્રેલિયા U-19ની પ્રથમ ઈનિંગ્સ 174 રનમાં સમેટાઈ

Spread the love

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ‘એ’ ગ્રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયા U-19 પ્રવાસની મલ્ટિડે સિરીઝનો મુકાબલો

અમદાવાદ

ઓસ્ટ્રેલિયા U-19ના ભારત પ્રવાસ અંતર્ગત મલ્ટિડે (ચાર દિવસ) સિરીઝની મેચનો પ્રથમ દિવસે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ‘એ’ ગ્રાઉન્ડ ખાતે ભારત-અંડર-19એ મેચ પર પકડ જમાવી હતી. પ્રથમ ફિલ્ડિંગ પસંદ કર્યા બાદ ભારતે ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઈનિંગ્સ 174 રનમાં સમેટી દીધી હતી જોકે એની સામે ભારતીય ટીમની શરૂઆત પણ બહુ સારી રહી નહતી અને દિવસની રમતના અંતે ટીમે માત્ર 38 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી.

ઑસ્ટ્રેલિયા અંડર-૧૯-પ્રથમ ઈનિંગ્સઃ ૭૩ ઓવરમાં ૧૭૪ રનમાં ઓલઆઉટ (ચાર્લી હેન્ડરસન (વિકેટકીપર): ૩૭ રન (૧૪૭ બોલ), નીલ પટેલ: ૩૧ રન (૫૮ બોલ), જેકોબ પીેટ્ઝ: ૨૬ રન (૧૦૭ બોલ) ,પેટ્રિક સુલિવાન: ૨૦ રન (૩૧ બોલ), તન્મય બલોડાએ શાનદાર બોલિંગ કરતા સૌથી વધુ ૬ વિકેટ, અયાન અક્રમે ૨ વિકેટ, મોહિત ઉલ્વા અને પ્રિયંશુ સિંહે ૧-૧ વિકેટ લીધી હતી.)

ભારત અંડર-૧૯ (દિવસના અંત સુધી) પ્રથમ ઇનિંગ્સઃ ૧૫ ઓવરમાં ૨ વિકેટના ભોગે ૩૮ રન ( કુશાગ્ર ઓઝા: ૧૩* રન (૨૮ બોલ), યશબર્ધન ચૌહાણ: ૭* રન (૧૧ બોલ), સાગર વિર્ક: ૧૬ રન (૨૯ બોલ), લક્ષ્ય રાયચંદાની: ૨ રન (૨૨ બોલ), સ્પેન્સર ગ્રીને ૨ વિકેટ ઝડપી હતી. )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *