રિલાયન્સ ફાઉન્ડેશન (મેજર) ટૂર્નામેન્ટ 2026-27માં રોમાંચક મુકાબલો; સનરાઈઝ ક્રિકેટ ક્લબનું શાનદાર પ્રદર્શન
અમદાવાદ
સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટ અમદાવાદ દ્વારા આયોજિત રિલાયન્સ ફાઉન્ડેશન (મેજર) ટુર્નામેન્ટ 2026-27 હેઠળ એડીએસએ રેલવે ક્રિકેટ ગ્રાઉન્ડ, અમદાવાદ ખાતે સનરાઈઝ ક્રિકેટ ક્લબ અને બેંક ઓફ ઇન્ડિયા વચ્ચે રમાયેલી લીગ મેચ અનિર્ણિત (ડ્રો) રહી હતી. સનરાઈઝ ક્રિકેટ ક્લબે પ્રથમ ઇનિંગ્સની લીડના આધારે વિજય મેળવ્યો હતો.
મેચમાં ટોસ જીતીને સનરાઈઝ ક્રિકેટ ક્લબે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ ઇનિંગ્સમાં સનરાઈઝ ક્રિકેટ ક્લબે 90 ઓવરમાં તમામ વિકેટ ગુમાવીને 349 રન બનાવ્યા હતા. ટીમ તરફથી કેપ્ટન સનપ્રીત બગ્ગાએ શાનદાર બેટિંગ કરતા 224 બોલમાં 11 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી અણનમ 127 રન ફટકાર્યા હતા. આ ઉપરાંત કિંશુક કાલેકરે 66 રન અને સોહમ ગોયલે 54 રનનું યોગદાન આપ્યું હતું. બેંક ઓફ ઇન્ડિયા તરફથી બોલિંગ કરતા યશ મિસ્ત્રીએ ઘાતક બોલિંગ કરીને 29 ઓવરમાં 94 રન આપીને 6 વિકેટ ઝડપી હતી, જ્યારે દૈવિક મનોજકુમાર ભગતે 2 વિકેટ લીધી હતી.
જવાબમાં બેંક ઓફ ઇન્ડિયાએ પ્રથમ ઇનિંગ્સમાં 77.2 ઓવરમાં 265 રન બનાવ્યા હતા. ટીમ માટે રાજવીર ગેહલોતે 71 રન અને ઓવેશ શેખે 57 રનની ઇનિંગ રમી હતી. સનરાઈઝ ક્રિકેટ ક્લબના બોલર જેનિલ પટેલે શાનદાર પ્રદર્શન કરતા 12.2 ઓવરમાં માત્ર 23 રન આપીને 6 વિકેટ મેળવી હતી, જ્યારે અભિષેક પટેલે 3 વિકેટ ઝડપી હતી. પ્રથમ ઇનિંગ્સની સનરાઈઝ ક્રિકેટ ક્લબને લીડ મળી હતી.
બીજી ઇનિંગ્સમાં સનરાઈઝ ક્રિકેટ ક્લબે 56.4 ઓવરમાં 9 વિકેટે 214 રન બનાવીને ઇનિંગ્સ ડિકલેર જાહેર કરી હતી. જેમાં કિંશુક કાલેકરે ફરીથી શાનદાર બેટિંગ કરતા 69 રન બનાવ્યા હતા. બેંક ઓફ ઇન્ડિયા તરફથી દૈવિક મનોજકુમાર ભગતે 5 વિકેટ અને યશ મિસ્ત્રીએ 3 વિકેટ ઝડપી હતી.
વિજય માટેના લક્ષ્યાંકનો પીછો કરતા બેંક ઓફ ઇન્ડિયાએ મેચના અંત સુધીમાં 45 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 127 રન બનાવ્યા હતા. મર્ષિ એન રત્નોત્તરે 40 રન અને યશ મિસ્ત્રીએ અણનમ 27 રનનું યોગદાન આપ્યું હતું. અંતે મેચ ડ્રો જાહેર કરવામાં આવી હતી અને સનરાઈઝ ક્રિકેટ ક્લબે પ્રથમ ઇનિંગ્સની લીડના આધારે વિજય મેળવ્યો હતો.
ટૂંકો સ્કોર
સનરાઈઝ ક્રિકેટ ક્લબ (પ્રથમ ઇનિંગ્સ): 349/10 (90.0 ઓવર)
- સનપ્રીત બગ્ગા 127* રન, કિંશુક કાલેકર 66 રન, સોહમ ગોયલ 54 રન, યશ મિસ્ત્રી 6/94, દૈવિક મનોજકુમાર ભગત 2/91.
બેંક ઓફ ઇન્ડિયા (પ્રથમ ઇનિંગ્સ): 265/10 (77.2 ઓવર)
- રાજવીર ગેહલોત 71 રન, ઓવેશ શેખ 57 રન, જેનિલ પટેલ 6/23, અભિષેક પટેલ 3/73.
સનરાઈઝ ક્રિકેટ ક્લબ (બીજી ઇનિંગ્સ): 214/9 (56.4 ઓવર – ઇનિંગ્સ ડિકલેર)
- કિંશુક કાલેકર 69 રન, સનપ્રીત બગ્ગા 33 રન, દૈવિક મનોજકુમાર ભગત 5/47, યશ મિસ્ત્રી 3/67.
બેંક ઓફ ઇન્ડિયા (બીજી ઇનિંગ્સ): 127/6 (45.0 ઓવર)
- મહર્ષિ એન રત્નોત્તર 40 રન, યશ મિસ્ત્રી 27* રન, તનય ઝાલાવડિયા 2/33, અભિષેક પટેલ 1/27.
