મુંબઈથી એક ફોન અને 15 મિનિટમાં રચાયો ‘ચક્રવ્યુહ’! ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં જાણો કોણ છે IPS તેજસ્વિની ગૌતમ?

Spread the love

– અભિનેતા ટાઈગર શ્રોફ પર થયેલા ફાયરિંગ કેસના આરોપીઓને પકડવામાં કોટા પોલીસને મળી મોટી સફળતા. – માત્ર 15 મિનિટની અંદર ઓપરેશન પાર પાડીને આરોપીઓને ઝડપી પાડનાર IPS તેજસ્વિની ગૌતમ અને તેમની ટીમની મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ પણ કરી પ્રશંસા.

કોટા:

રાજસ્થાનના કોટા શહેરમાં પોલીસની તત્પરતા અને સાહસની ચારેય તરફ પ્રશંસા થઈ રહી છે. અભિનેતા ટાઈગર શ્રોફ સાથે જોડાયેલા ફાયરિંગ કેસના આરોપીઓને દબોચવા માટે કોટા પોલીસે જે ઝડપ, ગોપનીયતા અને સતર્કતા સાથે ઓપરેશન પાર પાડ્યું, તેની ચર્ચા સમગ્ર રાજ્યમાં થઈ રહી છે. આ સફળ અને પડકારજનક ઓપરેશનના વખાણ ખુદ રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ પણ કર્યા છે. મુખ્યમંત્રીએ કોટા શહેર પોલીસ અધિક્ષક (SP) IPS તેજસ્વિની ગૌતમ પર ફોન કરીને સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા અને તેમના નેતૃત્વની સરાહના કરી હતી.

મુંબઈથી ફોન અને માત્ર 15 મિનિટમાં ‘ઓપરેશન ચક્રવ્યુહ’

ઘટનાના દિવસે સવારે આશરે 9:45 વાગ્યે મુંબઈ પોલીસના ક્રાઈમ બ્રાંચ ડીસીપીએ કોટા એસપી તેજસ્વિની ગૌતમનને ફોન કરીને ઇનપુટ આપ્યો હતો કે, એક સંવેદનશીલ કેસના આરોપીઓ ટ્રેન દ્વારા કોટા તરફ આવી રહ્યા છે અને નેપાળ ભાગવાની ફિરાકમાં છે. માહિતી મળતા જ 2013 બેચના તેજસ્વી IPS અધિકારી તેજસ્વિની ગૌતમે સેકન્ડનો પણ વિલંબ કર્યા વગર માત્ર 15 મિનિટમાં જ રણનીતિ તૈયાર કરી લીધી. પોલીસે કોટા જંક્શન રેલવે સ્ટેશનને ચારેય બાજુથી સઘન ઘેરાબંધી કરીને આરોપીઓને ઝડપી લીધા અને ત્યારબાદ કાનૂની પ્રક્રિયા હેઠળ મુંબઈ પોલીસને સુપરત કર્યા.

કોણ છે IPS તેજસ્વિની ગૌતમ?

IPS તેજસ્વિની ગૌતમ વર્ષ 2013 બેચના રાજસ્થાન કેડરના સિનિયર પોલીસ અધિકારી છે. વર્તમાનમાં તેઓ કોટા શહેરના પોલીસ અધિક્ષક (SP) તરીકે ફરજ બજાવી રહ્યા છે. મૂળ દિલ્હીના રહેવાસી તેજસ્વિનીએ પોતાના પહેલા જ પ્રયાસમાં UPSC ની પરીક્ષા પાસ કરી હતી. કોટા અગાઉ તેઓ ચૂરુ, અજમેર અને બિકાનેર જેવા જિલ્લાઓમાં પણ SP રહી ચૂક્યા છે. પોતાની ઝડપી કાર્યશૈલી અને કડક પોલીસિંગ માટે જાણીતા તેજસ્વિની ગૌતમ અગાઉ પણ અનેક મહત્ત્વપૂર્ણ કેસોમાં પોતાના ઉત્કૃષ્ટ કામને લઈને ચર્ચામાં રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *