Skip to content
Samachar Viswa

Samachar Viswa

  • World
  • National
  • State
  • Jobs
  • Entertainment
  • Business
  • Sports
  • Lifestyle
  • Religion
  • Astrology
    • Terro
    • Numerology
    • Special
    • Architectural
    • feng shui
    • Crystal
    • Hilling
  • Yoga
  • Videos
Newsletter
Random News
  • Home
  • સંસદમાં મને બોલતો રોકવા માઈક બંધ કરી દેવાય છેઃ ખડગે
  • राष्ट्रीय

સંસદમાં મને બોલતો રોકવા માઈક બંધ કરી દેવાય છેઃ ખડગે

AdminAugust 2, 2023August 2, 202301 mins
Spread the love

પ્રતિનિધિમંડળમાં વિવિધ વિરોધ પક્ષના કુલ 21 નેતાઓ સામેલ, આઈ.એન.ડી.આઈ.એના તમામ સાંસદો રાષ્ટ્રપતિને મળ્યા અને તેમને મણિપુર વિશે માહિતી આપી


નવી દિલ્હી
મણિપુર હિંસા મામલે સંસદમાં હોબાળો ચાલી રહ્યો છે અને વિપક્ષી પાર્ટીઓ સતત કેન્દ્ર પર પ્રહારો કરી રહી છે ત્યારે આજે વિપક્ષી સાંસદોનું એક પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યુ છે.
દેશમાં મણિપુર હિંસાનો મુદ્દે સંસદથી લઈને રસ્તાઓ પર ચર્ચા થઈ રહી છે. સંસદમાં ચોમાસા સત્રનું આ ત્રીજુ અઠવાડિયું છે ત્યારે વિપક્ષીના સતત હંગામાને કારણે બંને ગૃહોની કાર્યવાહી સ્થગિત કરવી પડે છે આ વચ્ચે આજે વિપક્ષી સાંસદોએ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી. આ પ્રતિનિધિમંડળમાં વિવિધ વિરોધ પક્ષના કુલ 21 નેતાઓ સામેલ હતા. રાષ્ટ્રપતિને મળ્યા બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ અંગે માહિતી આપી હતી. જેમાં તણે કહ્યું હતું કે મણિપુર અંગે રાષ્ટ્રપતિને મેમોરેન્ડમ સુપરત કરવામાં આવ્યું અને તેમને મણિપુર મુદ્દે હસ્તક્ષેપ કરવા વિનંતી કરી હતી. આ મામલે રાષ્ટ્રપતિએ ખાતરી આપી છે કે તેઓ તેના પર વિચાર કરશે.
મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે અમે રાષ્ટ્રપતિને મળ્યા અને મણિપુરમાં બની રહેલી ઘટના અંગે ચર્ચા કરી હતી. આઈ.એન.ડી.આઈ.એના તમામ સાંસદો રાષ્ટ્રપતિને મળ્યા અને તેમને મણિપુર વિશે માહિતી આપી. આ દરમિયાન ખડગેએ ફરી એકવાર કહ્યું હતું કે તેમને સંસદમાં બોલવાથી રોકવામાં આવી રહ્યા છે. તેણે કહ્યું કે મારું માઈક બંધ કરવામાં આવે છે. ખડગેએ વધુમાં કહ્યું કે, અધ્યક્ષે આશ્વાસન આપ્યું કે સત્તાધારી પક્ષને એટલું જ મહત્વ આપવામાં આવે છે જેટલું તે વિપક્ષને આપે છે, પરંતુ ખબર નથી કે મને કેમ બોલવાની મંજૂરી નથી. મારું માઈક બંધ છે. સરકાર નથી ઈચ્છતી કે મણિપુરની ચર્ચા થાય. ખડગેએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મણિપુર જવું જોઈતું હતું.
મલ્લિકાર્જુન ખડગેએ હરિયાણામાં નૂહ સહિત વિવિધ સ્થળોએ થયેલી હિંસા અંગે પણ સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે હરિયાણામાં જે રમખાણો થઈ રહ્યા છે તે વડાપ્રધાન કાર્યાલયથી 100 કિલોમીટર દૂર પણ નથી. વડાપ્રધાન દિલ્હીની જ નોંધ લેતા નથી. આ પહેલા વિપક્ષી ગઠબંધન આઈ.એન.ડી.આઈ.એના કેટલાક સાંસદોએ 29-30 જુલાઈના રોજ મણિપુરની મુલાકાત લીધી હતી. વિપક્ષ મણિપુર હિંસા પર સંસદમાં નિયમ 267 હેઠળ ચર્ચા કર્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનની માંગ કરી રહ્યું છે, જ્યારે શાસક ગઠબંધન ઈચ્છે છે કે મણિપુર પર ટૂંકા ગાળાની ચર્ચા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ જવાબ આપશે.

Tagged: opposition-alliance-i-n-d-i-a-submitted-memorandum-to-presdent-on-mnipur-issue

Post navigation

Previous: અમેરિકાનું રેટિંગ ડાઉનગ્રેડ થતાં ભારતીય શેરબજારમાં મોટો કડાકો, રોકાણકારોને 3.51 લાખ કરોડ રૂપિયાનું નુકસાન
Next: હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલમાં દેશભક્તિ ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Related News

ગુજરાતના પટેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉત્તર પ્રદેશના એક્સપ્રેસવે પ્રોજેક્ટમાં 24 કલાકમાં રોડ નિર્માણનો વિશ્વ રેકોર્ડ

AdminMay 20, 2025May 20, 2025 0

યુપીના સહારનપુરમાં રસ્તા પર પડેલા પાકિસ્તાની ધ્વજને કાઢવાનો પ્રયાસ કરનારી વિદ્યાર્થીનીને સ્કૂલમાંથી હાંકી કઢાઈ

AdminMay 3, 2025May 3, 2025 0

Latest News

  • સીપીએલમાં નર્મદા નેવિગેટર્સનો હેરિટેજ સિટી ટાઈટન્સ સામે 7 વિકેટે વિજય
  • CPL 2025: કર્ણાવતી કિંગ્સનો ગાંધીનગર લાયન્સ સામે 5 વિકેટે આસાન વિજય
  • સીપીએલમાં સાબરમતી સ્ટ્રાઈકર્સનો અમદાવાદ એરોઝ સામે 7 વિકેટે આસાન વિજય
  • વિશ્વ પર્યાવરણ દિવસ 100 બટાલિયન રેપિડ એક્શન ફોર્સ દ્વારા વિવિધ રોપાઓનું વાવેતર
  • સ્ટેટ રેન્કિંગ ટીટીમાં અમદાવાદના ચિત્રાક્ષે મેન્સ ટાઇટલ જીત્યું, અંડર-19માં બિનક્રમાંકિત પૂજન વિજેતા
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023

Categories Wise News

  • Uncategorized
  • Videos
  • क्रिस्टल
  • खेल
  • जॉब्स
  • ज्योतिष
  • दुनिया
  • धर्म
  • न्यूमरोलोजी
  • बिजनेस
  • मनोरंजन
  • योग
  • राज्य
  • राष्ट्रीय
  • लाइफस्टाइल
  • स्पेशल
  • हिलिंग
  • होम
Digital Newspaper - Multipurpose News WordPress Theme 2025. Powered By BlazeThemes.
en Englishgu ગુજરાતીhi हिन्दी
gu ગુજરાતી