ન્યૂયોર્કથી લઈને અલાબામાં 10 લાખ ઘરો-વ્યવસાયોમાં વીજ પુરવઠો ખોરવાયો, હજાર ફ્લાઈટ રદ

Spread the love

લગભગ પાંચ કરોડ લોકો આ તોફાનથી પ્રભાવિત, તોફાનના કારણે સાઉથ કેરોલિનામાં 15 વર્ષના કિશોર તેમજ ફ્લોરેન્સમાં 28 વર્ષના એક વ્યક્તિનુ મોત


વોશિંગ્ટન
અમેરિકાનો પૂર્વ વિસ્તાર ભારે વિનાશક તોફાનના સપાટામાં આવી ગયો છે. જેના કારણે ન્યૂયોર્કથી લઈને અલાબામા રાજ્યમાં 10 લાખ ઘરો અને વ્યવસાયોમાં વીજ પૂરવરઠો ખોરવાયો છે. ભારે તોફાનના કારણે હજારો ફ્લાઈટો પણ રદ કરવી પડી છે. લગભગ પાંચ કરોડ લોકો આ તોફાનથી પ્રભાવિત થયા છે.
ફાયર બ્રિગેડના સૂત્રોનુ કહેવુ હતુ કે, મંગળવારે સવાર સુધીમાં નોર્થ કેરોલિનામાં એક લાખ, પેન્સિલવેનિયામાં 95000, મેરીલેન્ડમાં 64000 લોકો અંધારપટનો સામનો કરી રહ્યા છે. 1000 જેટલી ફ્લાઈટો લેટ છે.
આ તોફાનના કારણે સાઉથ કેરોલિનામાં 15 વર્ષના કિશોર તેમજ ફ્લોરેન્સમાં 28 વર્ષના એક વ્યક્તિનુ મોત થયુ છે. હવામાન વિભાગનુ કહેવુ છે કે, આ યુવકની વીજળી પડવાથી મોત થયુ છે અને અમેરિકામાં આવી ઘટના જવેલ્લે જ જોવા મળતી હોય છે.
આ તોફાન છેલ્લા કેટલાક વર્ષોનુ સૌથી શક્તિશાળી તોફાન પૈકીનુ એક હતુ. હવામાન વિભાગે વોશિંગ્ટન શહેરમાં પાંચમા લેવલ સુધીનો એલર્ટ જાહેર કર્યો હતો. આમ છતા હવામાન વિભાગનુ કહેવુ છે કે, તોફાનથી જેટલુ નુકસાન થવાનો અંદાજ હતો તેના કરતા ઓછુ નુકસાન થયુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *