ગુલમહોર ગ્રીન્સ ખાતે ઑલ 3s રાઉન્ડમાં 56 ગોલ્ફર્સ સ્પર્ધામાં સામેલ થયા

Spread the love

અમદાવાદ

એમપી ફાયનાન્સીલ સર્વિસીસ- ગો ગોલ્ફ 2023 કેલેન્ડરના ભાગરૂપે તા.12 અને 13 ઓગષ્ટના રોજ યોજાયેલા ઑલ 3s રાઉન્ડમાં કુલ 56 ગોલ્ફર્સ સામેલ થયા હતા. 0-14 હેન્ડીકેપ કેટેગરીમાં પરાગ કામદાર 63 ગ્રોસ અને 9 પોઈન્ટ સાથે વિજેતા બન્યા હતા. આ સ્પર્ધામાં જેમ જોસ 63 ગ્રોસ અને 8 પોઈન્ટ સાથે રનર્સઅપ બન્યા હતા. રાહુલ રાજગોપાલ 15થી 28 હેન્ડીકેપ કેટેગરીમાં 67 ગ્રોસ અને 22 પોઈન્ટ સાથે વિજેતા બન્યા હતા. મનજીત સિંઘ 66 ગ્રોસ અને 21 પોઈન્ટ સાથે રનર્સઅપ જાહેર થયા હતા. બંને વિજેતાઓને 3000 રિવોર્ડ પોઈન્ટસ આપવામાં આવ્યા હતા. જ્યારે રનર્સઅપને 1800 રિવોર્ડ પોઈન્ટસ અપાયા હતા. એકંદરે 28 સ્પર્ધકોને રિવોર્ડ પોઈન્ટસ મળ્યા હતા. સ્કીલ કોમ્પીટીશનમાં મુખ્ય રાઉન્ડની સાથે સાથે ક્લોઝેસ્ટ ટુ હોલ #7ની 8 ફૂટ નજીક બોલ લઈ જઈને સમીર કુમાર દાસ એકમાત્ર સ્કીલ કોમ્પીટીટર તરીકે વિજેતા બન્યા હતા.

Total Visiters :375 Total: 1499205

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *