યુટ્યૂબે એન્ડ્રોઈડ અને આઈઓએસ પર લાઈવ લિરિક્સ ફીચર શરુ કર્યું

Spread the love

ગીત આગળની લાઈનમાં જશે ત્યારે પેજ રિફ્રેસ થઈ જશે અને આગળ વધી જશે


નવી દિલ્હી
યુટ્યુબ મ્યુઝિકે હવે ફાઈનલી તેના મ્યુઝિક ચાહકો માટે ગ્લોબલ લેવલ પર એન્ડ્રોઈડ અને આઈઓએસ પર લાઈવ લિરિક્સ ફીચર શરુ કરી રહ્યુ છે. જો કે આ લાઈવ લિરિક્સ એપલના મ્યુઝિકમાં પહેલાથી જ આપવામાં આવે છે. પરંતુ હવે યુટ્યુબ મ્યુઝિકનો ઉપયોગ કરનારા લોકોને આ પણ તેનો લાભ મળશે.
જ્યારે ગીત આગળની લાઈનમાં જશે ત્યારે પેજ રિફ્રેસ થઈ જશે અને આગળ વધી જશે
9 થી 5 ગુગલના રિપોર્ટ પ્રમાણે નાઉ પ્લેઈંગમાં રહેલા લિરિક્સ ટેબમાં એક નવી ડિઝાઈન અને વિશેષ ટેક્સ્ટ સાથે અપગ્રેડ કરવામાં આવી છે. જેમા વધારે અંતર જોવા મળે છે. જ્યારે ગીત આગળની લાઈનમાં જશે ત્યારે પેજ રિફ્રેસ થઈ જશે અને આગળ વધી જશે.
રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે પ્રમાણે બેકગ્રાઉન્ડમાં બ્લર કવર આર્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને યુટ્યુબ મ્યુઝિક સોન્ગ શરુ થતા પહેલા ઓડિયો સુચવવા માટે નોંધનો ઉપયોગ કરવામાં આવે છે.
એન્ડ્રોઈડ વર્જન 6.15 અને આઈઓએસ 6.16 માટે યુટ્યુબ મ્યુઝિક પર લાઈવ લિરિક્સ જાહેર કર્યાના કેટલાય રિપોર્ટ છે. આ દરમ્યાન ગુગલના માલિકનું યુટ્યુબે જાહેરાત કરી હતી કે આ એન્ડ્રોઈડ પર એક નવા ફિચરનો ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે, જે યુજર્સને ગુનગુનાકર પ્લેટફોર્મ પર એક ગીત સર્ચ કરવાની મંજુરી આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *