અમદાવાદમાં પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય ટેનિસ ટૂર્નામેન્ટઃ આઈટીએફ જે30 ટેનિસ ટૂર્નામેન્ટ 11થી 16 સપ્ટેમ્બરે યોજાશે

Spread the love

સ્પર્ધામાં 160થી વધુ ખેલાડીઓ અંડર-18ની વિવિધ કેટેગરીમાં ભાગ લેશે


અમદાવાદમાં 11મી સપ્ટેમ્બરે અમદાવાદમાં પ્રથમ વખત આઈટીએફ જે30 ટેનિસ ટૂર્નામેન્ટ યોજાશે , જેમાં ગુજરાતના 14 સહિત દેશના 160 સ્પર્ધકો ભાગ લેશે. અંડર-18 સ્પર્ધાના 9મી અને 10મી સપ્ટેમ્બરે ક્વોલિફાઈંગ રાઉન્ડ બાદ 11 સપ્ટેમ્બરે મુખ્ય સ્પર્ધા શરૂ થશે. અમદાવાદના નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમમાં અમદાવાદ સિટી ટેનિસ ફાઉન્ડેશન, ખાતે યોજાનારી સ્પર્ધા 9 હાર્ડ સિન્થેટિક કોર્ટ પર રમાશે.
આ બાબતે ગુજરાત સ્ટેટ ટેનિસ એસોસિએશનના પ્રમુખ ચિંતન પરીખે કહ્યં હતું કે આઈટીએફ જે30 ટેનિસ ટુર્નામેન્ટમાં દેશભરના યુવા ટેનિસ ખેલાડીઓની પ્રતિભા દર્શાવવાની તક મળશે. છોકરાઓ અને છોકરીઓની શ્રેણીમાં લગભગ 160 સહભાગીઓ સાથે, આ ટુર્નામેન્ટ અત્યંત રસપ્રદ બનશે. ગુજરાતના ખેલાડીઓને સ્પર્ધામાં ક્ષમતા દર્શાવવાની તક મળે એ હેતુથી સાત વાઈલ્ડ કાર્ડ્સ એન્ટ્રી અપાઈ છે. એસીટીએફના માનદ સચિવ ભરત ચોકસીએ કહ્યું કે, આ સ્પર્ધાથી રાજ્યના ખેલાડીઓને વૈશ્વિક સ્તરે તેમની પ્રતિભા દર્શાવવાની તક સાંપડશે. જીએસટીએના માનદ સચિવ શ્રીમલ ભટ્ટે સ્પર્દા અંગે વધુ માહિતી આપતા કહ્યું કે, છોકરાના ગ્રુપમાં વ્રજ ગોહિલ ટોપ સીડ છે, સ્મિત પટેલ સ્પર્ધામાં એક્શનમાં જોવા મળશે અને ગર્લ્સ કેટેગરીમાં જાન્વી આસવા, પ્રિયંકા રાણા અને અવની ચિતાલેને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ મળશે. 250 ની આસપાસ ઉચ્ચ આઈટીએફ જુનિયર રેન્કિંગ મેળવનારા ખેલાડીઓને ગ્રાન્ડસ્લેમ ઈવેન્ટ્સમાં પણ ભાગ લેવાની તક મળશે અને આ ટુર્નામેન્ટ તેમને મૂલ્યવાન આઈટીએફ વર્લ્ડ રેન્કિંગ પોઈન્ટ્સ મેળવવાની તક પૂરી પાડશે જે અનુસાર વિજેતા છોકરાઓને 30, રનર્સ અપને 18 અને છોકરીઓમાં વિજેતાને 25 અને રનર્સઅપને 13 પોઈન્ટ મળશે. સ્પર્ધા નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમમાં આવેલી અમદાવાદ સિટી ટેનિસ ફાઉન્ડેશનના ટેનિસ કોર્ટ ખાતે 11 સપ્ટેમ્બરથી 16 સપ્ટેમ્બર દરમિયાન સવારે 8થી રાતના આઠ વાગે યોજાશે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *