જૂના સંસદ ભવન પર સાંસદોનું ગ્રુપ ફોટો સેશન યોજાયું

Spread the love

સંયુક્ત ફોટોસેશનમાં  ત્રણ અલગ-અલગ ગ્રુપમાં ફોટા પાડવામાં આવ્યા

નવી દિલ્હી

આજે નવા સંસદભવનમાં વિશેષ સત્રની શરુઆત થતા પહેલા દેશભરના સાંસદો જૂના સંસદભવન પહોંચ્યા હતા જ્યાં સાંસદોનું ફોટો સેશન કરવામાં આવ્યું હતું. સંયુક્ત ફોટોસેશન માટે વડાપ્રધાન સહિતના રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા અને અન્ય સાંસદો આજના સંસદ સત્ર પહેલાં સંયુક્ત ફોટો સેશન માટે એકઠા થયા હતા. સંયુક્ત ફોટોસેશનમાં  ત્રણ અલગ-અલગ ગ્રુપમાં ફોટા પાડવામાં આવ્યા હતા. પ્રથમ તસવીરમાં લોકસભા અને રાજ્યસભાના સભ્યો, બીજી તસવીરમાં રાજ્યસભાના સભ્યો અને ત્રીજી તસવીરમાં માત્ર લોકસભાના સભ્યો આ રીતે ફોટોસેશન કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે એડવિન લુટિયન અને હર્બર્ટ બેકરની ડિઝાઇન કરેલા 96 વર્ષ જૂના સંસદભવનને આજે અલવિદા કર્યું છે, આજથી સંસદના નવા ભવનમાં કામકાજ શરુ થઈ જશે અને લોકસભાની કાર્યવાહી બપોરે 1.15 કલાકે તેમજ રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2.15 કલાકે શરુ થશે. નવા સંસદ ભવનની શરુઆતની તૈયારી પુરી થઈ ગઈ છે અને આ ભવનમાં કુલ 1280 સભ્યો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *