દિલ્હીમાં જ્વેલર્સને ત્યાં 25 કરોડની ચોરીથી ખળભળાટ

Spread the love

ચોરો દીવાલમાં કાણું પાડીને શોરૂમના લોકર સુધી પહોંચ્યા હતા અને રોકડ અને દાગીનાઓ સહિત કુલ 25 કરોડ રૂપિયા જેટલી રકમની ચોરી કરી ગયા

નવી દિલ્હી

દેશની રાજધાની દિલ્હીમાં એક મોટી ચોરીનો સનસનાટી મચાવતો મામલો સામે આવ્યો છે. આ ઘટના ભોગલ વિસ્તારમાં આવેલા જ્વેલર્સને ત્યાં બની હતી. માહિતી અનુસાર મોડી રાતે આ જ્વેલર્સને ત્યાં ચોરોની ટોળકી ત્રાટકી હતી. અહેવાલ અનુસાર લગભગ 25 કરોડ રૂપિયાની ચોરી કરાઈ હોવાના દાવા થઈ રહ્યા છે. 

પોલીસના જણાવ્યાનુસાર ચોરોએ ઉમરાવ જ્વેલરને ત્યાં લગભગ સંપૂર્ણ પ્લાનિંગ સાથે ચોરીને અંજામ આપ્યો હતો. ચોરોએ સૌથી પહેલાં તો દીવાલમાં કાણું પાડીને ઘટનાને અંજામ આપ્યો હતો. ચોરો અહીંથી જ શોરૂમના લોકર સુધી પહોંચ્યા હતા અને રોકડ અને દાગીનાઓ સહિત કુલ 25 કરોડ રૂપિયા જેટલી રકમની ચોરી કરી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ નિઝામુદ્દીન પોલીસ સ્ટેશનથી એક ટીમ ઘટનાસ્થળે ધસી આવી હતી અને સીસીટીવી કેમેરાની મદદથી તપાસ હાથ ધરી હતી. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *