એફિલ ટાવર મુલાકાત મામલે BAPSનું નિવેદન, તપાસના તારણો બાદ કર્મચારીઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી

તપાસમાં મહિલા કર્મચારીઓને મુલાકાતના માર્ગ પરથી બાકાત રાખવા BAPS દ્વારા કોઈ વિનંતી કરવામાં આવી ન હોવાનું સ્પષ્ટ થયું હોવાનો દાવો અમદાવાદ/પેરિસ: એફિલ ટાવર ખાતે BAPSના પ્રતિનિધિમંડળની મુલાકાતને લઈને સર્જાયેલા વિવાદના સંદર્ભમાં સત્તાવાર તપાસના તારણો બહાર આવ્યા બાદ BAPS દ્વારા નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. સંસ્થાએ જણાવ્યું છે કે, આ સમગ્ર ઘટનાથી પ્રભાવિત થયેલા કર્મચારીઓ પ્રત્યે…

DPS–બોપાલનો મંગલદીપ વિદ્યાલય સામે એક ઇનિંગ્સ અને 313 રનથી વિજય

ધ્રુવ ખંડેલવાલના 118 રન અને શ્લોક જાનીની પાંચ વિકેટની શાનદાર બોલિંગથી DPS–બોપાલનો દબદબો અમદાવાદ રિલાયન્સ ફાઉન્ડેશન ઇન્ટર સ્કૂલ ટુર્નામેન્ટ U-19 (મલ્ટિડે) 2026–27ની સુપર નોકઆઉટ મેચમાં દિલ્હી પબ્લિક સ્કૂલ–બોપાલે મંગલદીપ વિદ્યાલયને સ્કોરકાર્ડમાં દર્શાવાયેલા કુલ રનના આધારે એક ઇનિંગ્સ અને 313 રનથી પરાજય આપ્યો હતો. મેચ 1 ઓક્ટોબરે અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ, નવરંગપુરા ખાતે રમાઈ હતી. DPS–બોપાલે…

Player of the match Yuvraaj Namdar

₹1 લાખ કરોડના રોકાણથી આંધ્રપ્રદેશમાં CBG પ્લાન્ટ્સ, 3 લાખથી વધુ રોજગાર સર્જાશે: અનંત અંબાણી

રાયલસીમા હોર્ટિકલ્ચર હબ અને ઈન્ડિયન સ્કૂલ ઓફ એગ્રીકલ્ચરના શિલાન્યાસ પ્રસંગે ખેડૂતોની આવક વધારવા ટેક્નોલોજી, AI, ડ્રોન અને ડિજિટલ શિક્ષણ પર ભાર મદનપલ્લે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત એમ. અંબાણીએ આંધ્રપ્રદેશના મદનપલ્લે ખાતે રાયલસીમા હોર્ટિકલ્ચર હબ અને ઈન્ડિયન સ્કૂલ ઓફ એગ્રીકલ્ચરના શિલાન્યાસ સમારોહમાં ખેડૂતોની સમૃદ્ધિ, આધુનિક કૃષિ અને ગ્રામ્ય રોજગારને કેન્દ્રમાં રાખીને વિવિધ પહેલોની રૂપરેખા રજૂ…

એસ.એમ.ટી. કે.એન. પટેલ અન્ડર-14 મલ્ટીડે સ્કૂલ ક્રિકેટમાં ઓમ શાંતિ અને એપલ ગ્લોબલનો વિજય

મયંક બઘેલની 219 રનની વિસ્ફોટક ઇનિંગ્સ; અભિગ્યા સિંઘલે 7 વિકેટ ઝડપી • એપલ ગ્લોબલ સામે વિયાન પાંસરાની બે ઇનિંગ્સમાં 13 વિકેટ અમદાવાદ સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટ અમદાવાદ (CBCA) દ્વારા આયોજિત એસ.એમ.ટી. કે.એન. પટેલ અન્ડર-14 મલ્ટીડે સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 1 અને 2 ઓક્ટોબરે રમાયેલી બે મેચમાં યુવા ખેલાડીઓએ બેટિંગ અને બોલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. વૃંદાવન…

મલ્ટિમેટ 8મી અમદાવાદ જિલ્લા ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનો ભવ્ય પ્રારંભ

283 ખેલાડીઓની એન્ટ્રી સાથે ત્રણ દિવસીય સ્પર્ધા શરૂ; અમદાવાદ જિલ્લા ટીમની પસંદગી માટે ખેલાડીઓ વચ્ચે જોરદાર મુકાબલો અમદાવાદ ટેબલ ટેનિસ એસોસિએશન ઑફ અમદાવાદ (TTAA) દ્વારા આયોજિત મલ્ટિમેટ 8મી અમદાવાદ જિલ્લા ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2026નો શુક્રવારે અમદાવાદના નારણપુરા સ્થિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે પ્રારંભ થયો હતો. 2થી 4 ઓક્ટોબર દરમિયાન યોજાનારી આ ત્રણ દિવસીય સ્પર્ધામાં…

મૃતદેહ સોંપવાની પ્રક્રિયામાં હવે નંબર-કોડ સિસ્ટમ સાથે વૈજ્ઞાનિક SOPનો અમલ

રાજકોટ સિવિલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાતે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયા; નવી મોર્ચ્યુરી અને ફ્રીઝર પ્લાનિંગ 15થી 30 દિવસમાં કાર્યરત કરવા સૂચના રાજકોટ ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ રાજકોટની પંડિત દીનદયાલ ઉપાધ્યાય સિવિલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લઈ હોસ્પિટલની વિવિધ સેવાઓ, દર્દીઓને મળતી સુવિધાઓ અને વહીવટી વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. મંત્રીશ્રીએ હોસ્પિટલના વિવિધ વિભાગોની મુલાકાત…

આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુલાકાત લીધી

હોસ્પિટલની તબીબી સેવાઓ અને સુવિધાઓની સમીક્ષા કરી, પડધરી તાલુકાને ટીબી મુક્ત કરવા તથા માતા-બાળ મૃત્યુદર શૂન્ય રાખવા દિશા-નિર્દેશ આપ્યા રાજકોટ રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ રાજકોટ જિલ્લાના પડધરી ખાતે હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુલાકાત લઈને ઉપલબ્ધ આરોગ્ય સેવાઓ અને તબીબી સુવિધાઓની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે દર્દીઓને…

IITE ખાતે “The STEM Equation” વિષય પર બે દિવસીય રાષ્ટ્રીય પરિષદનું ભવ્ય આયોજન

વિજ્ઞાન, ટેક્નોલોજી, કલા અને ભારતીય જ્ઞાન પરંપરાના સમન્વયથી રાષ્ટ્રનિર્માણનો સંકલ્પ; IITE દ્વારા નવી વેબસાઇટ, મોબાઇલ એપ, ‘એબ્સ્ટ્રેક્ટ બુક’ અને ‘ઇ-બુક’નું વિમોચન ગાંધીનગર ગાંધીનગર ખાતે ભારતીય શિક્ષક શિક્ષણ સંસ્થાન (IITE) દ્વારા “The STEM Equation” વિષય અંતર્ગત બે દિવસીય રાષ્ટ્રીય પરિષદનું ભવ્ય આયોજન ઉમા સમાજ ભવન, સેક્ટર-12 ખાતે કરવામાં આવ્યું હતું. આ પરિષદનો મુખ્ય ઉદ્દેશ વિજ્ઞાન, ટેક્નોલોજી,…

રાજકોટમાં બી.ટી. સવાણી કિડની હોસ્પિટલની મુલાકાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા

ડાયાલિસિસ, રોબોટિક સર્જરી, આઈ.સી.યુ. અને કિડની ટ્રાન્સપ્લાન્ટ વિભાગનું નિરીક્ષણ; દર્દીઓ સાથે સંવાદ કરી આરોગ્ય સુવિધાઓ અંગે સૂચનો આપ્યા રાજકોટ ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલ પાનશેરીયાએ રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલી બી.ટી. સવાણી કિડની હોસ્પિટલની મુલાકાત લઈને હોસ્પિટલમાં દર્દીઓને આપવામાં આવતી વિવિધ આરોગ્ય સેવાઓનું નિરીક્ષણ કર્યું હતું. મંત્રીશ્રીએ હોસ્પિટલના વિવિધ વિભાગોની મુલાકાત લઈ…

એરફોર્સ સ્ટેશન નલિયાના એર વોરિયર્સે સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ આપ્યો સ્વચ્છતાનો સંદેશ

‘એક દિવસ, એક કલાક, એક સાથ’ થીમ હેઠળ સ્વચ્છતા અભિયાન યોજાયું; કચરા વ્યવસ્થાપન અને પર્યાવરણ પુનઃસ્થાપન પર ભાર નલિયા એરફોર્સ સ્ટેશન નલિયાના એર વોરિયર્સ દ્વારા સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણના સંદેશને વધુ મજબૂત બનાવવા માટે વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. #SHS2026 અને #SpecialCampaign6.0 અંતર્ગત ‘એક દિવસ, એક કલાક, એક સાથ’ની થીમ સાથે યોજાયેલા આ…

વર્ગખંડથી સમુદાય સુધી: સ્વચ્છ ભારત માટે યુવા અવાજોનો સંકલ્પ

એરફોર્સ સ્કૂલ દરજીપુરા-મકરપુરાના વિદ્યાર્થીઓએ ‘એક દિવસ, એક કલાક, એક સાથે’ થીમ હેઠળ સફાઈ અભિયાન, પોસ્ટર મેકિંગ અને નુક્કડ નાટકો દ્વારા સ્વચ્છતાનો સંદેશ આપ્યો વડોદરા: સ્વચ્છ ભારતના સંદેશને જન-જન સુધી પહોંચાડવા માટે એરફોર્સ સ્ટેશન વડોદરા હેઠળની એરફોર્સ સ્કૂલ દરજીપુરા, મકરપુરાના વિદ્યાર્થીઓએ સ્વચ્છતા અભિયાનમાં સક્રિય ભાગ લીધો હતો. ‘સ્પેશિયલ કેમ્પેઇન 6.0’ અંતર્ગત ‘એક દિવસ, એક કલાક, એક…

HQ IDSનો 26મો રેઝિંગ ડે: ત્રણેય સેનાઓ વચ્ચે સંકલન અને સંયુક્ત ક્ષમતાને વધુ મજબૂતી

1 ઓક્ટોબર 2001ના રોજ સ્થાપના બાદથી હેડક્વાર્ટર્સ ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફે સંયુક્ત સૈન્ય ક્ષમતાના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી નવી દિલ્હી હેડક્વાર્ટર્સ ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ (HQ IDS) આજે તેનો 26મો રેઝિંગ ડે ઉજવી રહ્યું છે. 1 ઓક્ટોબર 2001ના રોજ સ્થાપના થયા બાદથી HQ IDSએ ભારતીય સશસ્ત્ર દળોની ત્રણેય સેવાઓ વચ્ચે વધુ સારા સંકલન અને સંયુક્ત ક્ષમતાઓને પ્રોત્સાહન…

પૂર્વ સૈનિકો માટે NCS પોર્ટલ પર ‘Jobs for ESM’નું નવું ટેબ

DGR અને શ્રમ તથા રોજગાર મંત્રાલયની સંયુક્ત પહેલ; પૂર્વ સૈનિકોને નાગરિક ક્ષેત્રમાં રોજગારની તકો મેળવવા કેન્દ્રિત પ્લેટફોર્મ મળશે નવી દિલ્હી: પૂર્વ સૈનિકો (Ex-Servicemen-ESM) માટે નેશનલ કરિયર સર્વિસ (NCS) પોર્ટલ પર રોજગારની તકોને વધુ સુલભ બનાવવાના હેતુથી નવી પહેલ શરૂ કરવામાં આવી છે. NCS પોર્ટલના Jobseeker વિભાગ હેઠળ હવે ખાસ ‘Jobs for ESM’ નામનું ટેબ રજૂ…

અંડર-14 ક્રિકેટમાં DBMS એલિસબ્રિજનો પ્રથમ ઇનિંગ્સની લીડથી વિજય

અખનાનંદ માધ્યમિક શાળાએ જોરદાર વાપસી કરી, મેચ ડ્રો છતાં DBMS એલિસબ્રિજને પ્રથમ ઇનિંગ્સની લીડનો લાભ અમદાવાદ: શ્રી મણિકાકા સ્કૂલ ટુર્નામેન્ટ (અંડર-14)ની DBMS એલિસબ્રિજ અને અખનાનંદ માધ્યમિક શાળા વચ્ચેની મલ્ટિ-ડે મેચ 30 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે શ્રી હરી-2 ગ્રાઉન્ડ ખાતે રમાઈ હતી. ટોસ જીતી DBMS એલિસબ્રિજે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. DBMS એલિસબ્રિજે પ્રથમ ઇનિંગ્સમાં…

જિયોની 10મી વર્ષગાંઠે JioBharat પર ખાસ ઓફર, ₹1,499માં 4G ફોન સાથે 6 મહિના સુધી રિચાર્જ લાભ

‘જિયો એનિવર્સરી ઓફર’ હેઠળ 2G વપરાશકર્તાઓને સ્માર્ટ અપગ્રેડની તક; દર મહિને 14GB ડેટા અને અનલિમિટેડ HD વૉઇસ કૉલિંગનો લાભ જિયો એનિવર્સરી ઓફર અંગે ગુજરાતી સમાચાર અમદાવાદ ભારતને જોડવાના 10 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે જિયોએ તહેવારોની સિઝનમાં JioBharat વપરાશકર્તાઓ માટે ખાસ ‘જિયો એનિવર્સરી ઓફર’ રજૂ કરી છે. આ મર્યાદિત સમયની ઓફરનો હેતુ 2G ફીચર ફોન…

સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 01-10-2026, 225થી વધુ અખબારો એજન્સીની સેવાનો લાભ લઈ રહ્યા છે

UPSCના 100 વર્ષ પૂર્ણ: ‘નેશન ફર્સ્ટ’ અને ‘સિટિઝન ફર્સ્ટ’ને ધ્યાનમાં રાખીને ભરતી પ્રક્રિયામાં સુધારાની જરૂરિયાત સહિતની વિશેષ માહિતી ઉપરાંત આજના રસપ્રદ સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. તંત્રી શ્રી દિવસના તાજા રસપ્રદ સમાચારોની આ ફાઈલ આપ ઉપર આપેલી ફાઈલની લિન્કથી ડાઉનલોડ કરીને વર્ડ ફાઈલમાંથી કોઈ પણ સમાચારનો ઉપયોગ કરો તો અમને આપના…

માઈનસ ૩૭ ડિગ્રીમાં પણ કેમેરો હાથમાંથી મૂક્યો નથી: સૌરભ દેસાઈ

મિકેનિકલ એન્જિનિયરથી ફુલટાઈમ ફોટોગ્રાફર બનવાની સફર, ૧૫ વર્ષથી હિમાલયની ખીણોમાં વન્યજીવન અને સંસ્કૃતિને કેમેરામાં કેદ કરવાનો અનોખો અનુભવ, લદ્દાખ, જંસ્કાર અને સ્પીતિની રોમાંચક ફોટોગ્રાફીની રોમાંચક સફર નરેન્દ્ર આઈ. પંચોલી.અમદાવાદ ફોટોગ્રાફી માત્ર તસવીર ખેંચવાનું માધ્યમ નથી, પરંતુ કોઈ પ્રદેશ, તેની સંસ્કૃતિ, લોકો અને પ્રકૃતિને નજીકથી સમજવાનો એક માર્ગ પણ બની શકે છે. સૌરભ દેસાઈની ફોટોગ્રાફીની સફર…

લદાખની સુંદરતા તસવીરોમાં કંડારતી ‘JULLEY’ : 2 ઓક્ટોબરથી ફોટોગ્રાફર સૌરભ દેસાઈની બુકનું વિમોચન અને ફોટો એક્ઝિબિશન

15 વર્ષની લદાખ, ઝંસ્કાર અને સ્પિતિની સફરના અનુભવોનું પ્રતિબિંબ; સત્ય આર્ટ ગેલેરીમાં 31 ઓક્ટોબર સુધી પ્રદર્શન અમદાવાદ જાણીતા ફોટોગ્રાફર સૌરભ દેસાઈની લદાખના કુદરતી સૌંદર્ય, દુર્લભ વન્યજીવો અને સ્થાનિક સંસ્કૃતિને રજૂ કરતી ફોટોગ્રાફી બુક ‘JULLEY’નું વિમોચન તથા ફોટો એક્ઝિબિશન તા. 2 ઓક્ટોબરથી અમદાવાદમાં યોજાશે. નવજીવન ટ્રસ્ટની સત્ય આર્ટ ગેલેરી ખાતે યોજાનાર આ પ્રદર્શન તા. 31 ઓક્ટોબર…

ગુલમોહર ગોલ્ફર ઓફ ધ યર: રાઉન્ડ-8માં 39 ગોલ્ફરોએ અજમાવી પ્રતિભા

લો, મિડીયમ અને હાઈ હેન્ડીકેપ કેટેગરીમાં વિજેતાઓ જાહેર; સ્કીલ કોમ્પિટિશનમાં પણ ખેલાડીઓએ બતાવી કુશળતા અમદાવાદ: ગુલમોહર ગ્રીન્સ: ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ ખાતે ‘ગુલમોહર ગોલ્ફર ઓફ ધ યર (GGOY) 2026’ કેલેન્ડરના ભાગરૂપે 11 રાઉન્ડમાંથી 8મો રાઉન્ડ યોજાયો હતો. આ રાઉન્ડમાં કુલ 39 ગોલ્ફરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિવિધ હેન્ડીકેપ કેટેગરીમાં ખેલાડીઓ વચ્ચે રસપ્રદ મુકાબલો જોવા મળ્યો…

UPSCના 100 વર્ષ પૂર્ણ: ‘નેશન ફર્સ્ટ’ અને ‘સિટિઝન ફર્સ્ટ’ને ધ્યાનમાં રાખીને ભરતી પ્રક્રિયામાં સુધારાની જરૂરિયાત

PM મોદીએ UPSCની શતાબ્દી ઉજવણીમાં કહ્યું—ભવિષ્યની જરૂરિયાત મુજબ પરીક્ષા અને ભરતી પ્રક્રિયામાં બદલાવ જરૂરી, AIના યુગમાં નવી કુશળતા ધરાવતા અધિકારીઓની જરૂર નવી દિલ્હી સંઘ લોક સેવા આયોગ (UPSC)ની સ્થાપનાને 1 ઑક્ટોબર, 2026ના રોજ 100 વર્ષ પૂર્ણ થયા છે. આ અવસરે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાયેલા શતાબ્દી સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ UPSCના યોગદાનની ચર્ચા સાથે…