બાલાસોર રેલ દુર્ઘટનાને પગલે 43 ટ્રેન રદ, 38 ટ્રેનના રૂટ ડાયવર્ટ કરાયા
દુર્ઘટના બાદ બચાવ કામગીરી માટે એનડીઆરએફના 7 યુનિટ, ઓડીઆરએએફના 5 યુનિટ અને 24 ફાયર વિભાગની ટીમ બચાવ કામગીરીમાં જોડાઈ બાલાસોર ઓડિશાના બાલાસોર જિલ્લાના બહાનાગા રેલવે સ્ટેશન નજીક ગઈકાલ સાંજે પેસેન્જર ટ્રેન કોરોમંડલ એક્સપ્રેસના ડબ્બા પાટા પરથી ઉતરી મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ઓડિશાના મુખ્ય સચિવ પીકે જેના કહેવા પ્રમાણે આ અકસ્માતમાં કુલ 288 લોકોના મોત થયા…
