યુટીટી 86મી સિનિયર નેશનલ ઇન્ટર સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ગુજરાતની વિમેન્સ ટીમનો ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ
ફ્રેનાઝ ચિપીયા, ક્રિત્વિકા અને ઓઇશિકીએ ઓડિશાની ટીમને 3-0થી હરાવી સુરત યુટીટી 86મી સિનિયર નેશનલ ઇન્ટર સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2024માં સોમવારે અહીંના પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઇનડોર સ્ટેડિયમ ખાતે સ્થાનિક ખેલાડી ફ્રેનાઝ ચિપીયાએ ધીમા પ્રારંભ બાદ શાનદાર પ્રદર્શન કરીને નેહા કુમારીને 3-2થી હરાવવાની સાથે ગુજરાત વિમેન્સ ટીમે ઓડિશાનો 3-0થી ક્લીન સ્વિપ કર્યો અને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી…
