ચેમ્પિયન્સ ટ્રોફી હાઈબ્રિડ મોડેલ પર યોજવી પડે એવો પીસીબીને ડર

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના નવા અધ્યક્ષ મોહસિન નકવી બીસીસીઆઈના સેક્રેટરી પાસેથી તેમની ટીમને પાકિસ્તાન મોકલવાની ખાતરીની અપેક્ષા રાખી રહ્યા છે. જો કે, હાલમાં આ શક્યતા નથી નવી દિલ્હી આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી લાંબા સમય બાદ આવતા વર્ષે રમાશે. જો કે તેના આયોજન સ્થળને લઈને અત્યારથી વિવાદ શરૂ થઈ ગયો છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન પાકિસ્તાનમાં થવાનું છે….

ચૂંટણી બોન્ડની વિગતો આજે જાહેર કરવા એસબીઆઈને સુપ્રીમનો આદેશ

સુપ્રીમકોર્ટમાં એસબીઆઈએ માગ કરી હતી કે તેમને વધુ સમય આપવામાં આવે અને જૂન પછી આંકડા જાહેર કરવાની માગ વડી અદાલતે ફગાવી નવી દિલ્હી ચૂંટણી બોન્ડ પર પ્રતિબંધ મૂકાયા બાદ સુપ્રીમકોર્ટે એસબીઆઈ બેન્કને આ બોન્ડ ખરીદનારા અને તેને રોકડમાં વટાવનારાઓની તમામ વિગતો અને આંકડા જાહેર કરવા કહ્યું હતું. જોકે હજુ સુધી કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા…

વડાપ્રધાન મોદીના ચંદે કા ધંધાની પોલ ખુલવાની છેઃ રાહુલ ગાંધી

જે લોકો દાન આપે છે તેના પર કૃપાનો વરસાદ અને જનતા પર ટેક્સનો માર, આ છે ભાજપની મોદી સરકાર નવી દિલ્હી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી બોન્ડને લઈને ભાજપ પર પ્રહારો કર્યા છે. તેમણે ‘એક્સ પોસ્ટ કરીને કહ્યું કે, વડાપ્રધાન મોદીના ચંદે કા ધંધાની પોલ ખુલવાની છે. જે લોકો દાન આપે છે તેના પર કૃપાનો…

બિજનોરના તેજપાલસિંહે 26 વર્ષની નોકરીમાં માત્ર એક જ દિવસ રજા લીધી

26 ડિસેમ્બર 1995ના રોજ તેજપાલસિંહે ક્લાર્ક તરીકે દ્વારકેશ શુગર ઈન્ડસ્ટ્રીજ લિમિટેડમાં નોકરીમાં જોડાયા હતા બિજનોર એક બાજુ વિશ્વમાં અઠવાડિયામાં 3 દિવસની રજા આપવાની વાત થઈ રહી છે, તો અહીં ઉત્તરપ્રદેશના બિજનોરમાં નિવાસી તેજપાલસિંહે પોતાની 26 વર્ષની નોકરીમાં માત્ર એક જ દિવસની રજા લીધી છે. તેઓ રવિવારે પણ ઓફિસ આવતા હતાં. સાંભળવામાં આ થોડુ અજુગતું લાગશે,…

રોહિત આગામી સિઝનમાં ચેન્નાઈનું નેતૃત્વ કરી શકે છે

ધોની પછી સીએસકેની કેપ્ટનશિપ માટે શ્રેષ્ઠ ઉમ્મેદવાર છે, રોહિત આગામી 5-6 વર્ષ સુધી આરામથી આઈપીએલ રમી શકેઃ રાયડુ મુંબઈ આઈપીએલની 17મી સિઝન 22 માર્ચથી શરૂ થઈ રહી છે. ટુર્નામેન્ટના સૌથી સફળ કેપ્ટનમાંથી એક રોહિત શર્મા આ વખતે મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટનના રૂપમાં નહીં, પરંતુ એક ખેલાડીના રૂપમાં મેદાનમાં ઉતરશે. તેના સ્થાને ફ્રેન્ચાઇઝીએ હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો…

હાઈટેન્શન વાયર બસ પર પડતાં આગથી 10 લોકોનાં મોત

આ બસ દુર્ઘટનામાં આશરે 20 લોકો અકસ્માતનો ભોગ બન્યા હોવાની પ્રાથમિક માહિતી મળી ગાઝીપુર ઉત્તરપ્રદેશના ગાઝીપુરમાં એક મોટો અકસ્માત સર્જાયો છે. એક હાઇટેન્શન વાયર ચાલુ બસ પર પડતાં આ બસ આગની ઝપેટમાં આવી ગઇ હતી. જેના કારણે અનેક લોકો જીવતા ભડથું થઈ ગયા હોવાની માહિતી મળી રહી છે. આ બસ દુર્ઘટનામાં આશરે 20 લોકો અકસ્માતનો ભોગ…

પ્રથમ વિશ્વ ઓલિમ્પિક બોક્સિંગ ક્વોલિફાયર: ભારતનો હુસામુદ્દીન કોમનવેલ્થ ગેમ્સ ચેમ્પિયન સામે હારી ગયો

નિશાંત રવિવારે મોડી રાત્રે પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં એક્શનમાં હશે બુસ્ટો આર્સિઝિયો (ઇટાલી), 9 માર્ચ, 2024: 2023 વર્લ્ડ ચેમ્પિયનશિપ બ્રોન્ઝ મેડલ વિજેતા મોહમ્મદ હુસામુદ્દીન, બુસ્ટોઆ, એરિઝિયોમાં 1લી વર્લ્ડ ઓલિમ્પિક બોક્સિંગ ક્વોલિફાયરમાં પુરુષોની 57 કિગ્રા રાઉન્ડ-ઓફ-32 મેચમાં આયર્લેન્ડના જુડ ગાલાઘર સામે 0-4થી હાર્યો. ઈજા પછી પુનરાગમન કરતા હુસામુદ્દીન, જેમને શરૂઆતના રાઉન્ડમાં બાય મળ્યો હતો, તેને સ્થાયી થવામાં થોડો…

ભારતના નિકાસકાર ટોપ ટેન જિલ્લામાં ગુજરાતના ચાર જિલ્લાનો સમાવેશ

આ ચાર જિલ્લાઓમાં 13.6 ટકા એક્સપોર્ટ સાથે જામનગર મોખરાને સ્થાને છે નવી દિલ્હી નિકાસ કરવાની બાબતમાં ભારતના ટોપ ટેન જિલ્લાઓમાં ગુજરાતના ચાર જિલ્લાઓનો સમાવેશ થાય છે. આ ચાર જિલ્લાઓમાં 13.6 ટકા એક્સપોર્ટ સાથે જામનગર મોખરાને સ્થાને છે.  આ યાદીમાં છઠ્ઠા ક્રમે ગુજરાતનો સુરત જિલ્લો આવે છે. સુરત જિલ્લો 2.96 ટકા નિકાસ કરે છે. 2.35 ટકા…

ભારતે પશ્ચિમી સરહદે 10,000 સૈનિકોની ટૂકડી ખસેડી

ચીન સાથેની વિવાદિત સરહદને મજબૂત કરવા માટે લદાખ ઉત્તરીય સરહદની નજીક સેના તહેનાત કરી દીધી નવી દિલ્હી ભારત અને ચીન વચ્ચે પૂર્વી લદ્દાખ સરહદ પર ઘણા વર્ષોથી ચાલી રહેલો તણાવ ઘટે તેવા કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. આ દરમિયાન ચીનની કાર્યવાહીને જોતા ભારતે વધુ સૈનિકો તૈનાત કરવાનો નિર્ણય લીધો છે. જોકે ચીનને આ વાત પસંદ…

મહિલા પ્રિમિયર લિગમાં દીપ્તી શર્માએ પ્રથમ હેટ્રિક લીધી

દીપ્તિ શર્મા ટી20 મેચમાં ફિફ્ટી ફટકારનારી અને હેટ્રિક લેનારી પ્રથમ મહિલા ખેલાડી બની નવી દિલ્હી ડબલ્યુપીએલ 2024માં ગઈકાલે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં યુપી વોરિયર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં સ્ટાર ઓલરાઉન્ડર દીપ્તિ શર્માના પ્રદર્શનના આધારે યુપી વોરિયર્સે દિલ્હી કેપિટલ્સ સામે એક રનથી રોમાંચક વિજય નોંધાવ્યો હતો. દીપ્તિ શર્માએ પ્રથમ બેટિંગ કરતા…

સુર્યકુમારે સરફરાઝ ખાનની બેટિંગની પ્રસંશા કરતા કહ્યું, શેર ભૂખા હૈ

સરફરાઝે તેની ઇનિંગ દરમિયાન 93 ટકા બોલનો સામનો કર્યો હતો અને માત્ર ત્રણ બોલ બીટ થયો, તે આંકડાનો સ્ક્રીનશોટ લઈને સૂર્યકુમારે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી નવી દિલ્હી રાજકોટ ટેસ્ટ મેચમાં ડેબ્યુ કર્યા બાદથી સરફરાઝ ખાન સતત રન બનાવી રહ્યો છે. ચોથી ટેસ્ટમાં બેન સ્ટોક્સની માઇન્ડ ગેમનો શિકાર બન્યા બાદ સરફરાઝ ખાને ગઈકાલે વાપસી…

કોંગ્રેસનું ફોક્સ દ.ભારત પર, યુવા-અનુભવી નેતાઓનું યાદીમાં મિશ્રણ

પ્રથમ યાદીમાં 15 ઉમેદવારો જનરલ કેટેગરીના ઉમેદવારો છે જ્યારે 24 એસસી, એસટી, ઓબીસી અને લઘુમતી સમુદાયના છે નવી દિલ્હી લોકસભાની ચૂંટણીને હવે બહું છેટું નથી અને ગમે તે સમયે ચૂંટણી પંચ તારીખ જાહેર કરી શકે છે ત્યારે ચૂંટણીને લઈને દરેક પક્ષો પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. ભાજપે પહેલા જ પોતાના 195 ઉમેદવારની જાહેરાત કરી દીધી…

પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કોંગ્રેસ છોડીને ભાજપનો ખેસ ધારણ કર્યો

સુરેશ પચૌરીએ ભોપાલમાં પાર્ટી કાર્યાલયમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ અને પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની હાજરીમાં પાર્ટીનું સભ્યપદ મેળવ્યું નવી દિલ્હી  લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસની મુશ્કેલી સતત વધતી જઇ રહી છે. પાર્ટીને ચૂંટણી પહેલા એક પછી એક મોટા ઝટકા લાગી રહ્યા છે. હવે પૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ પચૌરીએ પણ કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે. કોંગ્રેસ…

દેશમાં ભારે કડકાઈ બાદ ગર્ભ પરિક્ષણ માટે ભારતીયો નેપાળ ભણી

ઉત્તરાખંડના પિથોરાગઢની સાથે જ અન્ય જિલ્લામાંથી દરરોજ નેપાળના જુદા-જુદા શહેરોમાં ઘણા લોકો લિંગ તપાસ માટે પહોંચી રહ્યા છે કાઠમંડુ સમય ભલે ઝડપથી બદલાઈ રહ્યો હોય પરંતુ આજે પણ પુત્રીઓની સરખામણીએ પુત્રોને જ વધુ મહત્વ આપવામાં આવે છે. ભારતમાં ગર્ભ પરીક્ષણની તપાસ પર કડકાઈ બાદ હવે લોકો નેપાળ તરફ વળી રહ્યા છે. ઉત્તરાખંડના પિથોરાગઢની સાથે જ…

રોહિત શર્માની પીઠ જકડાઈ જતાં બુમરાહે ટીમનું નેતૃત્વ સંભાળ્યું

ભારતની પ્રથમ ઈનિંગ્સ 477 રનમાં સમેટાઈ જતાં 259 રનની સરસાઈ મળી હતી ધર્મશાલા ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરિઝની પાંચમી મેચ ધર્મશાલામાં રમાઈ રહી છે. મેચના ત્રીજા દિવસે ભારતીય ટીમ માટે એક ખરાબ સમાચાર આવી રહ્યા છે. ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા ત્રીજા દિવસે પીઠ અકડાઈ જવાને કારણે ફિલ્ડિંગ માટે મેદાનમાં આવ્યો ન…

ટેસ્ટ ક્રિકેટમાં 700 થી વધુ વિકેટ લેનારો એન્ડરસન વિશ્વનો પ્રથમ પેસ બોલર

એન્ડરસનને આ સિદ્ધિ મેળવવા માટે 187 મેચોની 348 ઇનિંગ્સનો સમય લાગ્યો, ટેસ્ટ ક્રિકેટમાં ફાસ્ટ બોલર તરીકે સૌથી વધુ બોલ ફેંકવાનો વર્લ્ડ રેકોર્ડ પણ એન્ડરસનના નામે છે ધર્મશાલા ઈંગ્લેન્ડના સૌથી અનુભવી ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને ભારત સામે રમાઈ રહેલી પાંચમી ટેસ્ટ મેચમાં કુલદીપ યાદવની વિકેટ લઈને ઈતિહાસ રચી દીધો છે. કુલદીપ યાદવના રૂપમાં તેણે પોતાના ટેસ્ટ…

બેન્ક ઓફ ઈન્ડિયાને 66 કરોડ ચુકવવા નીરવ મોદીને લંડન કોર્ટનો આદેશ

બેન્ક ઓફ ઈન્ડિયાએ નીરવ મોદીની દુબઈ સ્થિત કંપની ફાયરસ્ટાર ડાયમંડ એફઝેડઈથી 8 મિલિયન ડોલરની વસૂલી માટે લંડનની હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી લંડન લંડન હાઈકોર્ટે શુક્રવારે જેલમાં કેદ ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીને મોટો ઝટકો આપ્યો. કોર્ટે પોતાના એક સમરી જજમેન્ટમાં નીરવ મોદીને બેન્ક ઓફ ઈન્ડિયા (બીઓઆઈ) ને 8 મિલિયન ડોલર (66 કરોડ રૂપિયા)ની ચૂકવણી…

ગ્લેન્ ફિલિપ્સે સુપરમેનની સ્ટાઈલમાં કેચ પકડી લાબુશેનને સદીથી વંચિત રાખ્યો

લાબુશેન 90 રન બનાવીને રમી રહ્યો ત્યારે પોઈન્ટ અને થર્ડ સ્લિપ વચ્ચે બોલને કટ કરવાનો પ્રયાસ કરતા બોલ થોડો હવામાં ચાલ્યો ગયો અને  ફિલિપ્સે હવામાં ડાઈવ મારી અને એક હાથે કેચ પકડ્યો ક્રાઈસ્ટચર્ચ ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્રાઈસ્ટચર્ચમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના બીજા દિવસે ગ્લેન ફિલિપ્સની શાનદાર ફિલ્ડિંગ જોવા મળી હતી. એક સમયે એવું…

નિજ્જરને ગોળી મારીને ભાગતા શખ્સોનો વીડિયો સામે આવ્યો

વીડિયોમાં જોઈ શકાય છે કે હરદીપ સિંહ નિજ્જર ગુરુદ્વારાના પાર્કિંગમાંથી બહાર આવે છે ત્યારે તેમની કારની નજીક એક સફેદ કાર ઉભી રહે છે, જેમાંથી બે હુમલાખોરો દ્વારા ફાયરિંગ કરાય છે ટોરેન્ટો ગયા વર્ષે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા કરી દેવામાં આવી હતી. હવે નિજ્જરની હત્યાનો કથિત વીડિયો સામે આવ્યો છે, જેમાં હુમલાખોરો નિજ્જરને ગોળી…

સિંધુભવન રોડ પર થારની ટક્કરે બાઈકચાલક 18 વર્ષના યુવકનું મોત

  અકસ્માત સર્જ્યા બાદ આરોપી કાર ચાલક ફરાર થઇ ગયો, પોલીસે તેને શોધી કાઢવા માટે ચક્રો ગતિમાન કર્યા અમદાવાદ એસ.જી. હાઈવે પર અકસ્માત સર્જનારા નબીરા તથ્ય પટેલની ઘટનાની યાદ હજુ તાજી છે, ત્યાં હવે સિંધુ ભવન નજીક હવે એક નબીરાએ એક બાઈક ચાલક યુવકને 50 ફૂટ સુધી હવામાં ફંગોળતા મોત થયાની ઘટના બની છે. માહિતી…