સીઆરપીએફના આઈજી અનુરાગ અગ્રવાલને સંસદ ભવનની સુરક્ષાની જવાબદારી સોંપાઈ

સંયુક્ત સુરક્ષા સચિવ સંસદ ભવનની સિક્યોરિટી સર્વિસના પ્રમુખ હોય છે, આઈપીએસ અગ્રવાલ 3 વર્ષ સુધી સંયુક્ત સચિવ સુરક્ષાના પદ પર રહેશે નવી દિલ્હી સંસદની સુરક્ષામાં ચૂકના લગભગ 3 મહિના બાદ લોકસભા સ્પીકર ઓમ બિરલાએ મોટો નિર્ણય લીધો છે. તેમણે સીઆરપીએફના આઈજી અનુરાગ અગ્રવાલને સંસદ ભવનની સુરક્ષાની જવાબદારી સોંપી છે. ઓમ બિરલાએ આઈપીએસ અગ્રવાલને સંસદ ભવનમાં…

સ્વદેશી વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમનું સફળ પરીક્ષણ

વીએસએચઓઆરએડીએસનું વજન 20.5 કિલોગ્રામ હોય છે, તેની લંબાઈ 6.7 ફૂટ છે અને વ્યાસ 3.5 ઈંચ છે, તે પોતાની સાથે 2 કિલોગ્રામ વજનનું હથિયાર લઈ જઈ શકે છે નવી દિલ્હી ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ) એ 28 અને 29 ફેબ્રુઆરીના રોજ ઓડિશાના દરિયાકાંઠે ઈન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જ (આઈટીઆર) ચાંદીપુર ખાતે વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમનું…

આસામમાં સીએએના વિરોધમાં નવ માર્ચે 12 કલાકની ભૂખ હડતાળ

એએએસયુના અધ્યક્ષે કહ્યુ કે સીએએ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં ઘણા કેસ ચાલી રહ્યા છે ત્યારે તેને લાગુ કરવાની જાહેરાત લોકોની સાથે અન્યાય છે નવી દિલ્હી આસામમાં નાગરિકતા સુધારો કાયદા (સીએએ) વિરુદ્ધ ઓલ આસામ સ્ટુડન્ટ્સ યુનિયન (આસૂ) સહિત 30થી વધુ સંગઠનોએ પ્રદર્શન કરવાનું એલાન કરી દીધુ છે. એએએસયુના અધ્યક્ષ ઉત્પલ શર્માએ કહ્યુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આસામ…

કોંગ્રેસનો એજન્ડા ગાંધી પરિવારના ડાયનિંગ ટેબલ પર સેટ થાય છેઃ હિમંતા બિસ્વા

કોંગ્રેસ અથવા અન્ય પક્ષોની વાત કરો તો તે કાર્યકર્તાઓએ બનાવી નથી, તે ફક્ત તેમના નેતાઓ અને પરિવારની આસપાસ કેન્દ્રિત છે ગુવાહતી આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ ગુરુવારે ભારતીય જનતા પાર્ટીની પ્રશંસા કરી અને કોંગ્રેસ પાર્ટીની આકરી ટીકા કરી હતી. બારપેટા જિલ્લાના ચકચકા ખાતે પાર્ટી કાર્યાલયના ઉદ્ઘાટનના અવસર પર કોંગ્રેસમાંથી ભાજપના નેતા બનેલા હિમંતા બિસ્વા સરમાએ…

કોલકાતામાં ફ્રસ્ટ ક્લાસ લિગ ક્રિકેટ મેચમાં ફિક્સિંગનો આરોપ

સીએબીના અધ્યક્ષે શ્રીવત્સ ગોસ્વામીના મેચ ફિક્સિંગના આરોપો પર ચર્ચા કરવા માટે તેની પ્રથમ-શ્રેણીની લીગની ટુર્નામેન્ટ સમિતિની એક બેઠક બોલાવી કોલકતા ભારતીય ક્રિકેટમાં ફરી એકવાર ફિક્સિંગનુ ભૂત ધૂણ્યુ છે. પૂર્વ ભારતીય ક્રિકેટર શ્રીવત્સ ગોસ્વામીએ એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા જ ખળભળાટ મચી ગયો હતો. તેમણે કોલકાતામાં ફર્સ્ટ ક્લાસ લીગ ક્રિકેટમાં મેચ ફિક્સિંગનો આરોપ લગાવ્યો…

જુરેલે સારી બેટિંગ કરી, ધોનીને ધોની બનતા 15 વર્ષ થયાઃ સૌરવ ગાંગુલી

મને સૌથી વધુ પ્રભાવિત કરે છે તે તેની ક્ષમતા… સ્પિનર રમવાની તેની યોગ્યતા…ઝડપી બોલરો સામે રમવાની તેની ક્ષમતા…સૌથી મહત્ત્વનું પ્રેશરમાં રમવાની તેની ક્ષમતાઃ ગાંગુલી નવી દિલ્હી ઈંગ્લેન્ડ સામેની રાંચી ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન બદલ ક્રિકેટ નિષ્ણાતોએ ધ્રુવ જુરેલના વખાણ કર્યા છે. તેણે પ્રથમ દાવમાં 90 રન અને બીજી ઈનિંગમાં 39 રન બનાવીને ઈંગ્લેન્ડ સામે ભારતની જીતમાં…

લોકતંત્રમાં ભીડ તંત્ર ન ચલાવી લેવાયઃ ઋષિ સુનક

દેખાવો ભીડમાં ફેરવાઈ ના જાય તે માટે પોલીસે તમામ અધિકારોનો ઉપયોગ કરવો જોઈએ લંડન બ્રિટનમાં છાશવારે રસ્તા પર ઉતરીને દેખાવો કરી રહેલા લોકોની સામે બ્રિટિશ પીએમ ઋષિ સુનકે કડક હાથે કામ લેવા માટે પોલીસને આદેશ આપ્યો છે.  સુનકે દેશના તમામ શહેરોના પોલીસ વડાઓની એક બેઠક બોલાવી હતી અને તેમાં તેમણે કહ્યુ હતુ કે, લોકતંત્રમાં ભીડતંત્ર…

પાક. ટીવી પર મેચની છેલ્લી ઓવરમાં હાસ્યાસ્પદ વિન ફોરકાસ્ટ આવ્યો

રધરફોર્ડે ફાઈન લેગ તરફ છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને પોતાની ટીમને જીત અપાવી ક્વેટા પાકિસ્તાન સુપર લીગ ફરી એકવાર તેની નબળી ટેક્નોલોજીના કારણે સમાચારમાં છે. તાજેતરમાં, પીએસએલમાં ઉપયોગમાં લેવાતા નબળા ડીઆરએસને કારણે, આ લીગની વિશ્વભરમાં મજાક ઉડાવવામાં આવી હતી અને આ વખતે તેણે હદ વટાવી દીધી છે. 29 ફેબ્રુઆરીની રાત્રે, પાકિસ્તાન સુપર લીગ 2024ની 16મી…

ઈસરોના રોકેટ પર ચીનનો ઝંડો ડિઝાઈનરની નાનકડી ભૂલઃ ડીએમકે

પાર્ટી વતી આ જાહેરાત આપનારા મંત્રીએ ભારપૂર્વક કહ્યું કે આ માત્ર એક સામાન્ય અને નાનકડી ભૂલ હતી, ડીએમકેનો કોઈ એવો ઈરાદો નહોતો નવી દિલ્હી ઈસરો એટલે કે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનના નવા પ્રક્ષેપણ સંકુલને લગતી એક જાહેરાત વિવાદનું કારણ બની ગઇ છે. મામલો એવો છે કે આ જાહેરાતમાં ઈસરોના રોકેટ પર ચીનનો રાષ્ટ્રધ્વજ લગાવી દેવામાં…

હિમાચલના ઓપરેશનમાં પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અમરિંદરનો હાથ

અમરિંદરસિંહે ઉત્તર ભારતમાં એકમાત્ર કોંગ્રેસ સરકારને પણ તોડી પાડવા માટે ભાજપ વતી મોરચો સંભાળ્યો હતો નવી દિલ્હી સુખવિન્દર સિંહ સુક્ખુ હાલમાં હિમાચલ પ્રદેશમાં પોતાની સરકાર બચાવવામાં સફળ રહ્યા છે, પરંતુ રાજ્યસભામાં કારમી હાર અને પછી સરકાર પર સંકટની બંને ઘટનાઓએ કોંગ્રેસ હાઈકમાન્ડને હચમચાવી મૂક્યું હતું. આ પર્વતીય રાજ્યમાં રાજકીય કટોકટી સર્જવા પાછળ કોનો હાથ હતો…

પીએસએલમાં મેચ પહેલાં કરાચી કિંગ્સના 13 ખેલાડી અચાનક બિમાર

દરેકને પેટમાં દુઃખાવો અને વોમિટની ફરિયાદ હતી, આવી સ્થિતિમાં ટીમ મેનેજમેન્ટને પ્લેઇંગ 11 પસંદ કરવા માટે ભારે સંઘર્ષ કરવો પડ્યો કરાંચી હાલમાં પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ) 2024 સીઝન રમાઈ રહી છે. પરંતુ આ દરમિયાન ગુરુવારે પીએસએલમાં જોરદાર હોબાળો થયો જ્યારે કરાચી કિંગ્સની ટીમના 13 ખેલાડીઓ મેચ પહેલા અચાનક બીમાર પડી ગયા હતા. દરેકને પેટમાં દુઃખાવો…

ડિસ્ટ્રીબ્યૂટરો-ફ્રેન્ચાઈઝીઓના નફા પર ટીડીએસ ન કાપો

આવકવેરા ખાતા અને ટેલિકોમ ઑપરેટર ભારતી એરટેલ લિ. દ્વારા કરવામાં આવેલી અનેક અપીલ અને ક્રોસ અપીલને ધ્યાન પર લઈને સુપ્રીમે ચુકાદો આપ્યો નવી દિલ્હી ડિસ્ટ્રીબ્યૂટરો અને ફ્રૅન્ચાઈઝીઓને મોબાઈલ ફોનના વપરાશકર્તાઓને પ્રિ-પેઈડ કૂપન અને સિમ કાર્ડનું વેચાણ કરી થતા નફા પર ટીડીએસ ન કાપવાનો સુપ્રીમ કોર્ટે મોબાઈલ ફોન કંપનીઓને આદેશ આપ્યો છે. આવકવેરા ખાતા અને ટેલિકોમ…

FC બાર્સેલોના વિ એથ્લેટિક ક્લબ: એક ઐતિહાસિક હરીફાઈ કે જેણે દરેક એક લાલિગા ઈએ સ્પોર્ટ્સ સીઝનમાં ભાગ લીધો છે

મોન્ટજુઇકમાં એસ્ટાડી ઓલિમ્પિકમાં આ સોમવારની હરીફાઈ આ બે ક્લબ વચ્ચેની 240મી સત્તાવાર બેઠક હશે. સ્પેનિશ ફૂટબોલમાં સૌથી ઐતિહાસિક મેચ-અપ્સમાંની એક આ મેચના દિવસે ફરીથી યોજાશે, કારણ કે FC બાર્સેલોના અને એથ્લેટિક ક્લબ તેમની વિશેષ હરીફાઈ ચાલુ રાખવા માટે ફરી એકવાર સામસામે છે. આ સ્પેનની બે સૌથી જૂની ક્લબ છે, જેની સ્થાપના અનુક્રમે 1899 અને 1898માં…

FanCode ફોર્મ્યુલા 1® સાથે મલ્ટિ-યર એક્સક્લુઝિવ બ્રોડકાસ્ટિંગ ડીલ પર હસ્તાક્ષર કર્યા

FanCode પ્રેક્ટિસ અને ક્વોલિફાઇંગ સત્રો, F1 સ્પ્રિન્ટ ઇવેન્ટ્સ અને ગ્રાન્ડ્સ પ્રિકસ સહિત ભારતમાં તમામ રેસ સપ્તાહાંતમાં સ્ટ્રીમિંગ ફોર્મ્યુલા 1® માટે વિશિષ્ટ પ્રસારણ ભાગીદાર બનશે.Formula 1® અને FanCode ભારતમાં ચાહકો માટે જોવાના અનુભવમાં ક્રાંતિ લાવવા માટે ડિજિટલ-પ્રથમ અભિગમ અપનાવશે. મુંબઈ ફેનકોડ, ભારતનું પ્રીમિયર સ્પોર્ટ્સ ડેસ્ટિનેશન, 2024 અને 2025 સીઝન માટે ભારતમાં ફોર્મ્યુલા 1® માટે વિશિષ્ટ પ્રસારણ…

AJIO એ ઓલ સ્ટાર્સ સેલની જાહેરાત કરી; સેલ દરમિયાન

મેટ્રો સિવાયનાં શહેરોમાંથી વૃદ્ધિને પ્રીમિયમ બ્રાન્ડ્સ વેગ આપશે એવી ધારણા મુંબઈ ભારતનાં પ્રીમિયર ફેશન ઇ-ટેલર AJIOએ આજે એની ફ્લેગશિપ ઇવેન્ટ ‘ઓલ સ્ટાર્સ સેલ’ની જાહેરાત કરી હતી, જે એડિડાસ દ્વારા પાવર્ડ છે અને સુપરડ્રાય દ્વારા કો-પાવર્ડ છે. આ સેલની શરૂઆત 1 માર્ચ, 2024થી થશે. ગ્રાહકોને 26 ફેબ્રુઆરી, 2024થી શરૂ થયેલા સેલમાં 6 કલાકના મર્યાદિત સમયગાળા માટે…

બ્લાસ્ટ કેસમાં આતંકી અબ્દુલ કરીમ ટૂંડા નિર્દોષ, અન્ય બેને આજીવન કેદ

30 વર્ષ બાદ સીબીઆઈ કોર્ટ દ્વારા કરાયેલા આરોપોને કોર્ટે સ્વીકાર્યા નથી અને આરોપીને નિર્દોષ જાહેર કર્યો અજમેર અજમેરની ટાડા કોર્ટે 1993ના શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ કેસમાં આતંકવાદી અબ્દુલ કરીમ ટુંડાને નિર્દોષ જાહેર કર્યો છે. આ ઉપરાંત આ કેસમાં અન્ય બે આરોપી ઈરફાન અને હમીદુદ્દીન ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. હાલ ટુંડા અજમેરની જેલમાં બંધ…

છેલ્લી ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયામાં રાહુલ અને બુમરાહની વાપસી

વોશિંગ્ટન સુંદરને તમિલનાડુ માટે રણજી ટ્રોફીની સેમિફાઇનલ રમવા માટે રિલીઝ કરવામાં આવ્યો, જયારે દેવદત્ત પડિક્કાલની ટીમમાં એન્ટ્રી થઇ ધર્મશાલા ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરિઝની છેલ્લી મેચ 7 માર્ચથી ધર્મશાલામાં રમાશે. પાંચમી ટેસ્ટ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. ધર્મશાલામાં રમાનાર પાંચમી ટેસ્ટ માટે ભારતીય ટીમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ઈજાના…

નીલ વેગનરને ટીમમાં ન હોવા છતાં મેદાનમાં સબસ્ટિટ્યુટ તરીકે બોલાવી વિદાય અપાઈ

સાઉથ આફ્રિકામાં જન્મેલા વેગનરે ન્યૂઝીલેન્ડ માટે 64 ટેસ્ટ મેચ રમી જેમાં તેણે 37ની એવરેજથી 260 વિકેટ લીધી હતી વેલિંગ્ટન ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજે ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચ રમાઈ રહી છે. વેલિંગ્ટનમાં મેચ શરૂ થાય તે પહેલા રાષ્ટ્રગીતના સમયે મેદાનમાં ટીમના 11 નહીં પરંતુ 12 ખેલાડીઓ હાજર હતા. ન્યુઝીલેન્ડ ટીમમાં એવા ખેલાડીનો સમાવેશ કરવામાં આવ્યો…

દિલ્હી તંત્રએ રેટ-હોલ માઈનર વકીલ હસનના ઘર પર બુલડોઝર ફેરવી નાખ્યું

એક વીડિયો મેસેજમાં હસને અધિકારીઓ પર કોઈપણ નોટિસ વિના તેમનું ઘર તોડી પાડવાનો આરોપ લગાવ્યો નવી દિલ્હી દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી (ડીડીએ) દ્વારા ‘ડિમોલિશન’ અભિયાન દરમિયાન એ રેટ માઈનરના ઘર પર પણ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું. આ એ રેટ માઈનર હીરો છે, જે ગત વર્ષે ઉત્તરાખંડમાં ઉત્તરકાશી જિલ્લામાં આવેલી સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોના જીવ બચાવનારામાંના…

દેશમાં એક કરોડ ઘરોમાં 300 યુનિટ મફત વીજળીનો માર્ગ મોકળો થયો

પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના હેઠળ સરકાર 1 કરોડથી વધુ ઘરોમાં રૂફટોપ સોલાર પેનલ લગાવશે, ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા લાવવા માટે સરકારે આ યોજના શરૂ કરી છે નવી દિલ્હી 22 જાન્યુઆરી, 2024ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ સૂર્યોદય યોજનાની જાહેરાત કરી હતી. આ યોજનાનું નામ પાછળથી બદલીને પીએમ સૂર્ય ઘર યોજના રાખવામાં આવ્યું. આ યોજના હેઠળ 1…