370મી કલમ સંદર્ભે કોઈ ઉલ્લંઘન જણાશે તો કોર્ટ હસ્તક્ષેપ કરશેઃ સુપ્રીમ

બંધારણીય બેન્ચે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા વિરુદ્ધ દાખલ અરજીઓ પર 7મા દિવસે દલીલો દરમિયાન સવાલો કર્યા નવી દિલ્હીજમ્મુ-કાશ્મીર મામલે સુનાવણીના 7મા દિવસે સુપ્રીમકોર્ટે અરજદારોને કહ્યું કે શું તમે કલમ 370 ખતમ કરવાની કેન્દ્રની મંશાનું આકલન કરવા ન્યાયિક સમીક્ષા ઈચ્છો છો? કોર્ટે કહ્યું કે ન્યાયિક સમીક્ષા દરમિયાન જો તેમાં કોઈ ઉલ્લંઘન જણાશે તો કોર્ટ હસ્તક્ષેપ પણ…

સુરક્ષાની ચિંતાને ધ્યાનમાં રાખીને લેપટોપની આયાત પર પ્રતિબંધઃ ગોયલ

સરકારના નિર્ણયને કારણે ભાવ કે તેની ઉપલબ્ધતામાં કોઈ સમસ્યા નહીં રહે નવી દિલ્હીપ્રાઈવસીનું ઉલ્લંઘન વૈશ્વિક ચિંતાનો વિષય બની ગયો છે, જેના કારણે અમેરિકા સહિત વિશ્વના તમામ વિકસિત દેશોએ પણ પોતાની ચિંતા વ્યક્ત કરી છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ભારત સરકાર આ અંગે સતર્ક છે. ભારત વિરોધી દેશોથી ભારત સરકાર સતર્ક છે.એક કાર્યક્રમમાં કેન્દ્રીય વાણિજ્ય અને…

કચરાનો ઉપયોગ કરી વાર્ષિક 65000 મેગાવોટ વીજળી પેદા કરી શકાય

દેશમાં દર વર્ષે 6.5 કરોડ ટન કચરો પેદા થાય છે અને તેના 2030 સુધી વધીને 16.5 કરોડ ટન તથા 2050 સુધીમાં 43.6 કરોડ ટન થવાનું અનુમાન નવી દિલ્હીદેશભરમાં કચરાનો ઉપયોગ કરી વાર્ષિક 65000 મેગાવોટ વીજળી પેદા કરી શકાય છે. જે 2030 સુધીમાં 1.65 લાખ મેગાવોટ અન 2050 સુધીમાં 4.36 લાખ મેગાવોટ સુધી પહોંચી શકે છે….

ભાજપે ગત વિધાનસભા ચૂંટણીમાં 209 કરોડથી વધુનો ખર્ચ કર્યો

પાર્ટીએ ચૂંટણી પંચને સોંપેલી વિગતોમાં આપી છે. ચૂંટણી સંસ્થા દ્વારા ખર્ચનો અહેવાલ જાહેર કરવામાં આવ્યો અમદાવાદગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી છેલ્લા 25 વર્ષ કરતા પણ વધુ સમયથી સત્તામાં છે અને પાર્ટીએ છેલ્લી વિધાનસભામાં રેકોર્ડ બ્રેક સીટો મેળવીને જીત નોંધાવી હતી, ત્યારે પાર્ટીએ વિધાનસભા 2022ની ચૂંટણીમાં રુપિયા 209 કરોડથી વધુનો ખર્ચ કર્યો હતો. આ માહિતી પાર્ટીએ ચૂંટણી…

રિયલ એસ્ટેટ કંપની એવરગ્રાન્ડેએ યુએસ કોર્ટમાં નાદારીનો કેસ દાખલ કર્યો

કંપનીએ યુએસ બેન્કરપ્સી કોડના ચેપ્ટર 15 હેઠળ સુરક્ષા માગી બેઈજિંગચીનની રિયલ એસ્ટેટ કંપની એવરગ્રાન્ડેએ અમેરિકી કોર્ટમાં નાદારી જાહેર કરવાનો કેસ દાખલ કર્યો છે. કંપનીએ યુએસ બેન્કરપ્સી કોડના ચેપ્ટર 15 હેઠળ સુરક્ષા માગી છે. આ ચેપ્ટર અમેરિકામાં વ્યાપાર કરતા વિદેશી ક્રેડિટર્સ માટે છે, જેમાં તેમની સંપત્તિ જપ્ત કરવાની જોગવાઈઓ છે. ચીનની રિયલ એસ્ટેટ ફર્મની નાદારીની ઘોષણા…

કરોડનું મકાન ધરાશાયી થવા છતાં પોલીસ કોન્સ્ટેબલ ફરજ પર હાજર

54 વર્ષીય અશોક ગુલેરિયા ભારતીય સૈન્યમાં લાન્સ નાયક પદેથી નિવૃત્ત થયા હતા અને તેઓ શિમલામાં હેડ કોન્સ્ટેબલ તરીકે તહેનાત થયા હતા શિમલાહિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ સહિત પંજાબમાં પણ મોનસૂનના સ્વરૂપમાં કહેર વરસી રહ્યો છે. જ્યારે હિમાચલમાં તો પૂર, ભૂસ્ખલન અને આભ ફાટવાની વારંવાર બનતી ઘટનાઓએ બધુ જ વેરવિખેર કરી નાખ્યું છે. રાજ્યને થનારું નુકસાન હજારો કરોડોમાં…

રાહુલ ગાંધી અમેઠીથી જ ચૂંટણી લડશેઃ અજય રાય

પ્રિયંકા ગાંધી જ્યાં પણ કહેશે અમે તેમને સંપૂર્ણ સમર્થન આપીશું, તેમના વિજય માટે દરેક કાર્યકર મહેનત કરશે વારાણસીઅજય રાય ઉત્તર પ્રદેશ કોંગ્રેસ કમિટીના નવનિયુક્ત અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા બાદ પ્રથમ વખત તેમના ગૃહ જિલ્લા વારાણસીમાં લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પહોંચ્યા હતા. એરપોર્ટ પર પહોંચતાની સાથે જ હજારો કાર્યકર્તાઓએ ઢોલ, માળા અને અંગ વસ્ત્રો સાથે…

એનઈપી ભાજપ શાસિત રાજ્યોમાં જ લાગુ ન કારઈ હોવાનો ડી.કે. શિવકુમારનો આક્ષેપ

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એટલી જ મહત્ત્વપૂર્ણ છે તો પછી મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, હરિયાણા અને ગુજરાતમાં તેને લાગુ કેમ નથી કરાઇ? અહીં તો ભાજપ જ સત્તામાં છેઃ કોંગ્રેસના નેતા બેંગલુરૂકર્ણાટકમાં કોંગ્રેસ સરકારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઈપી)ને ખતમ કરવા સામે ભાજપે વિરોધ વ્યક્ત કર્યો હતો. તેના જવાબમાં ઉપમુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે કહ્યું કે એનઈપી ભાજપનો રાજકીય એજન્ડા હતો. તેને…

આદિવાસી વિદ્યાર્થીનું એન્જિનિયર બનવાનું સપનું પૂરું કરવા કોર્ટે 15 ઓગસ્ટે સુનાવણી કરી

એન્જિનિયરિંગમાં એડમિશન લીધા પછી, ગૌરવને તેની સીટ કન્ફર્મ કરવા માટે 16 ઓગસ્ટના રોજ બપોરે 3 વાગ્યા સુધીમાં તેનું જાતિનું પ્રમાણપત્ર સબમિટ કરવાનું હતું મુંબઈબોમ્બે હાઈકોર્ટે 15 ઓગસ્ટે રજાના દિવસે પણ કેસની સુનાવણી કરી હતી. મળતી માહિતી પ્રમાણે ગૌરવ વાઘ નામના વિદ્યાર્થીનું જાતિ તપાસ સમિતિએ અનુસૂચિત જનજાતિ (એસટી) પ્રમાણપત્ર રદ કર્યું હતું. જેના માટે બોમ્બે હાઈકોર્ટે…

ભારતીય એથ્લેટ દુતી ચંદ પર ડોપિંગ કેસમાં ચાર વર્ષનો પ્રતિબંધ

દુતી પર લાદવામાં આવેલ ચાર વર્ષનો પ્રતિબંધ જાન્યુઆરી 2023થી ધ્યાનમાં લેવામાં આવશે નવી દિલ્હીભારતીય એથ્લેટ દુતી ચંદ પર એનએડીએએ 4 વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ પ્રતિબંધ ડોપિંગના કારણે મૂકવામાં આવ્યો છે. દુતીનો ટેસ્ટ થયો હતો જેમાં સિલેક્ટિવ એન્ડ્રોજન રીસેપ્ટર મોડ્યુલેટર મળી આવ્યા હતા. દુતી પર લાદવામાં આવેલ ચાર વર્ષનો પ્રતિબંધ જાન્યુઆરી 2023થી ધ્યાનમાં લેવામાં…

સેન્સેક્સ 202 અને નિફ્ટી 55 પોઈન્ટનો ઘટાડા સાથે બંધ રહ્યો

મિડકેપ, સ્મોલકેપ શેરોમાં દબાણ જોવા મળ્યું, આઈટી, પીએસઈ, રિયલ્ટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી જ્યારે પીએસયુ બેન્ક,એફએમસીજી, મેટલ ઈન્ડેક્સ ઉછાળા સાથે બંધ થયા મુંબઈસપ્તાહના અંતિમ સત્રમાં લાલ નિશાન સાથે બજાર બંધ થયું છે. કારોબારી સપ્તાહના અંતિમ દિવસે બજારમાં દબાણ જોવા મળ્યું અને સેન્સેક્સ-નિફ્ટી ઘટાડા સાથે બંધ થયા. જો કે આજના કારોબારમાં મિડકેપ, સ્મોલકેપ શેરોમાં દબાણ…

લેન્ડર પ્રોપલ્શન મોડ્યૂલથી અલગ થયા બાદ ચંદ્રયાનના કેમેરામાં ચંદ્રનો શાનદાર નજારો કેદ

ચંદ્રની દક્ષિણ ધ્રુવ પર 23 ઓગસ્ટે લેન્ડ થશે, ચંદ્રની ધરતી પર લેન્ડ થયા બાદ રોવર ત્યાંની આબોહવા, સિસ્મિક એક્ટિવિટી અને ભૌગોલિક પરિસ્થિતિ અંગે માહિતી આપશેનવી દિલ્હી લેન્ડર મોડ્યુલના પ્રોપલ્શન મોડ્યુલથી અલગ થયા બાદ ચંદ્રયાન-3 મિશનની પ્રથમ તસવીર સામે આવી છે. આ તસવીર લેન્ડર ઈમેજર દ્વારા લેવામાં આવી છે. આ તસવીર 17 ઓગસ્ટે લેન્ડર ઈમેજરમાં ફીટ…

દિલ્હીથી બિહાર સુધી 19-20 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી

રાજસ્થાન, કોંકણ અને ગોવા, મરાઠવાડા, મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક, કેરળના ભાગોમાં હળવા વરસાદની શક્યતા નવી દિલ્હી દેશભરના ઘણા રાજ્યોમાં વરસાદને કારણે હવામાન ખુશનુમા રહ્યું છે, જ્યારે ઘણા રાજ્યો બિન-સક્રિય ચોમાસાને કારણે સહેજ ભેજનો સામનો કરી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શુક્રવારે (18 ઓગસ્ટ) રાષ્ટ્રીય રાજધાનીમાં હવામાન સ્વચ્છ રહેવાની ધારણા છે. 19 અને 20 ઓગસ્ટે…

દેશમાં જૂન મહિનામાં 20.2 લાખ નવા કર્મચારીઓ એસિકમાં જોડાયા

આ વર્ષે જૂનમાં કુલ 24,298 નવી કંપનીઓએ આ સામાજિક યોજના હેઠળ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું નવી દિલ્હી જૂન 2023 માં, રોજગારની કૂચ પર સારા સમાચાર આવ્યા છે. કુલ 20.2 લાખ નવા કર્મચારીઓ જૂન મહિનામાં કર્મચારી રાજ્ય વીમા નિગમ (એસિક)માં જોડાયા છે. બીજી તરફ, જો આપણે મે વિશે વાત કરીએ તો, એસિકમાં જોડાનારા નવા કર્મચારીઓની સંખ્યા જૂન…

કર્ણાટકમાં મંદિરોને રિનોવેશન ફંડ અટકાવી દેવા નિર્ણય

આ નિર્ણયની જાણ થતાં જ હિન્દુ સંગઠનો અને ભાજપે આક્રમક વલણ અપનાવ્યું બેંગલુરૂ કર્ણાટકમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળની સરકાર દ્વારા મંદિરોના રિનોવેશન અને ડેવલપમેન્ટ સંબંધિત કામકાજ માટે જારી કરવામાં આવતું ફંડ અટકાવી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણયની જાણ થતાં જ હિન્દુ સંગઠનો અને ભાજપે આક્રમક વલણ અપનાવ્યું હતું.  આ આદેશ સ્ટેટ્સ હિન્દુ રિલિજિયસ ઈન્સ્ટ્યૂટિશન…

ઈંગ્લેન્ડ-વેલ્સમાં બાળકોનો જન્મદર બા દાયકાના સૌથી નીચા સ્તરે

યુકેમાં જે બાળકોનો જન્મ થાય છે તેમાં માતા-પિતા બંને વિદેશમાં જન્મેલા હોય તેવા પરિવારો વધારે છે લંડન તમામ આધુનિક દેશોમાં બાળકોનો જન્મદર ચિંતાજનક રીતે ઘટી રહ્યો છે જેમાં યુકે પણ સામેલ છે. યુકેના ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ગયા વર્ષે બાળકોનો જન્મદર છેલ્લા બે દાયકામાં સૌથી નીચા સ્તરે પહોંચી ગયો છે. જોકે, ભારત જેવા દેશોથી આવેલા લોકોએ…

સામાન્ય લોકો જોડાઈ શકે એવી તકો શોધોઃ નરેન્દ્ર મોદી

અમે સમર્પણમાં માનીએ છીએ અને અમે સામૂહિક જવાબદારી સાથે સામૂહિકતાના મૂલ્યો સાથે આગળ વધીએ છીએઃ વડાપ્રધાન નવી દિલ્હી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ક્ષેત્રીય પંચાયતી રાજ પરિષદ કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. આ દરમિયાન વડા પ્રધાને કહ્યું કે આપણે દરેક જિલ્લાના સ્તરને ઉપર લાવવું જોઇએ. આ માટે 5 વર્ષનું લક્ષ્ય નક્કી કરો. તેમણે…

મણિપુરમાં કુકી ગામમાં મૈતેઈ શસ્ત્રધારીઓના ગોળીબારમાં ત્રણનાં મોત

આ ઘટના બાદ બીએસએફ સહિત સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લઈને તલાશી અભિયાન ચલાવ્યું, હાલમાં પણ સ્થિતિ તંગદિલીભરી ઈમ્ફાલ થોડાક દિવસોની શાંતિ બાદ હિંસાગ્રસ્ત મણિપુરમાં આજે સવારે ફરી એકવાર હિંસા ભડકી. સૂત્રોના જણાવ્યાનુસાર સવારે આશરે 5.30 વાગ્યે ઉખરુલ જિલ્લાના લિટન પોલીસ સ્ટેશનની હદમાં આવતા થવઈ કુકી ગામમાં શંકાસ્પદ મૈતેઈ શસ્ત્રધારી બદમાશો અને કુકી સ્વયંસેવકો વચ્ચે ભયંકર…

શિક્ષિત ઉમેદવારને મતની અપીલ કરનારા શિક્ષકની હકાલપટ્ટી

એડ-ટેક કંપનીએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે કંપની શિક્ષકોને વર્ગખંડમાં તેમના અંગત મંતવ્યો શેર કરવાની મંજૂરી આપતી નથી નવી દિલ્હી ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ અનકેડેમીએ કથિત રીતે વિદ્યાર્થીઓને શિક્ષિત ઉમેદવારોને મત આપવા અપીલ કરનાર એક શિક્ષકને કાઢી મુક્યા હતા. શિક્ષક કરણ સાંગવાને વિદ્યાર્થીઓને “શિક્ષિત ઉમેદવારો” ને મત આપવા અપીલ કરી. અનકેડેમીના આ નિર્ણયને લઈને સોશિયલ મીડિયા…

દિલ્હી-પુણે વિસ્તારાની ફ્લાઈટમાં બોમ્બની માહિતી મળતાં પ્રવાસીઓને ઊતારી લેવાયા

બોમ્બની અફવા બાદ એરપોર્ટ પર આઈસોલેશન બે ખાતે એરક્રાફ્ટનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને ફ્લાઈટમાંથી કોઈ પણ શંકાસ્પદ વસ્તુઓ નહોતી મળી નવી દિલ્હી દિલ્હી એરપોર્ટ પર દિલ્હી-પુણે વિસ્તારાની ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી મળતાં જ સિક્યોરિટી એજન્સી દોડતી થઈ હતી. પ્રવાસીઓ અને તેમના લગેજને સુરક્ષિત રીકે ઉતારી લેવામાં આવ્યા હતા. જીએમઆર કોલ સેન્ટરને ફ્લાઈટમાં બોમ્બ…