યુએસ.-દ.કોરિયા ઉશ્કેરણી કરે તો તેમનો ખાત્મો બોલાવી દો

કિમ જોંગે આ દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષાને પણ મજબૂત કરવા પર ભાર મૂક્યો પ્યોંગયાંગઉ.કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉને તેમના સૈન્યને આદેશ આપ્યો છે કે જો અમેરિકા અને દ.કોરિયા કોઈ ઉશ્કેરણીજનક કાર્યવાહી કરે તો તેમનો દુનિયાથી જ ખાત્મો બોલાવી દો. અહેવાલ અનુસાર કિમ જોંગે આ દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષાને પણ મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો.ઉત્તર કોરિયામાં સત્તાધારી…

નવા હિટ એન્ડ રનના કાયદાના વિરોધમાં દેશમાં અનેક સ્થળે ચક્કાજામ

ટ્રક ચાલક દ્વારા હડતાળ પાડીને અમદાવાદ, રાજકોટ, સુરત, ભરૂચ અને ગીર સોમનાથમાં ભારે વિરોધ નવી દિલ્હીકેન્દ્ર સરકારના નવા હિટ એન્ડ રનના કાયદાનો ટ્રક ચાલકો દ્વારા દેશભરમાં દેખાવ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે સવારથી જ ટ્રક ચાલક દ્વારા હડતાળ પાડીને અમદાવાદ, રાજકોટ, સુરત, ભરૂચ અને ગીર સોમનાથમાં ભારે વિરોધ કરી રહ્યા છે. ઠેર ઠેર ચક્કાજામ…

રામમંદિર સમારોહ માટે રામભક્તોને જ આમંત્રણ અપાયાઃ આચાર્ય

એ કહેવુ સંપૂર્ણપણે ખોટું છે કે ભાજપ ભગવાન રામના નામ પર લડી રહી છે નવી દિલ્હીઉદ્ધવ ઠાકરેના નિવેદન પર અયોધ્યા રામ મંદિરના મુખ્ય પૂજારીએ નારાજગી વ્યક્ત કરી છે. તેમનું કહેવુ છે કે સમારોહના આમંત્રણ માત્ર રામ ભક્તોને જ મોકલવામાં આવે છે. આ સિવાય તેમણે રાજ્યસભા સાંસદ સંજય રાઉત પર પણ નિશાન સાધ્યુ છે અને રામ…

છેલ્લા ચોવિસ કલાકમાં દેશમાં કોરોનાના 636 કેસ

સક્રિય દર્દીઓ વધીને હવે 4,394 થઇ ગયા, છેલ્લા 24 કલાકમાં 3 દર્દીઓના કોરોનાને લીધે મૃત્યુ થયા નવી દિલ્હીદેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થતો જઇ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાનુસાર આજે ફરી ભારતમાં 636 નવા કોરોનાના કેસ સામે આવતાં ચિંતા વધી ગઇ છે.ઉલ્લેખનીય છે કે ગત રોજ કોરોનાના 841 કેસ સામે આવ્યા હતા પણ એક્ટિવ કેસમાં…

સેન્સેક્સમાં 32 અને નફ્ટીમાં 10 પોઈન્ટનો ઊછાળો જોવા મળ્યો

સેન્સેક્સ અને નિફ્ટીએ પોતાની નવી ઓલ ટાઈમ હાઈ બનાવી હતી, જોકે, ટ્રેડિંગની છેલ્લી 30 મિનિટમાં બજાર ઊંચા સ્તરોથી સરકી ગયું મુંબઈસોમવારે ભારતીય શેરબજારોમાં વર્ષ 2024નું પ્રથમ ટ્રેડિંગ સત્ર મિશ્ર રહ્યું હતું અને અંતે નિફ્ટી સપાટ સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે સેન્સેક્સ નજીવા વધારા સાથે બંધ થયો હતો.માર્કેટમાં છેલ્લો અડધો કલાક અસ્થિર રહ્યો હતો અને બીએસઈ…

શ્રીનગરના લાલચોકમાં નવા વર્ષને આવકારવા લોકો ઉમટી પડ્યા

શ્રીનગરના ક્લોક ટાવર ક્ષેત્રમાં આ ખાસ અવસર પર એક મ્યૂઝિક પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવ્યું જમ્મુસમગ્ર વિશ્વએ નવા વર્ષનું સ્વાગત કર્યું છે. ભારતના દરેક રાજ્યોમાં લોકોએ ઠેક-ઠકાણે આ ખાસ દિવસની ઉજવણી કરી. પરંતુ સૌથી વધુ ચર્ચા જમ્મુ-કાશ્મીરની થઈ રહી છે. પહેલી વખત શ્રીનગરના લાલ ચોક પર નવા વર્ષનું સ્વાગત કરવા માટે લોકો રવિવારે મોડી રાતે…

ઈંદિરા ગાંધીએ મારી આંખનું ઓપરેશન કરાવવા ઓફર કરી હતીઃ રામભદ્રાચાર્ય

સંસાર હવે જોવા લાયક નથી રહ્યો જો કઈ જોવા લાયક છે તો તે નીલ-કમળ-શ્યામ-ભગવાન રામ જ છે, એમ કહીનેઓફર ફગાવી હતી અયોધ્યાઅયોધ્યા રામ મંદિરના અભિષેકની તારીખ ખૂબ નજીક છે. આવી સ્થિતિમાં રામ મંદિર મુદ્દે શ્રી તુલસી પીઠાધીશ્વર જગદગુરુ રામભદ્રાચાર્ય મહારાજે જણાવ્યું હતું કે 1974માં કેવી રીતે ઈન્દિરા ગાંધીએ તેમને તેમની આંખોના ઓપરેશનનો પ્રસ્તાવ મૂક્યો હતો,…

જાપાનમાં ફસાયેલા ભારતીયો માટે ઈમરજન્સી નંબર જાહેર કરાયા

જાપાનમાં લોકોને સુરક્ષિત સ્થાને ખસી જવા એલર્ટ, જાપાનમાં ફસાયેલા ભારતીયો મદદ માટે આ ઈમરજન્સી નંબરો અને ઈમેઈલ આઈડી પર સંપર્ક કરી શકાશે નવી દિલ્હી2024ની શરૂઆત સાથે જ જાપાનમાં મોટો ભૂકંપ આવ્યો છે. જાપાનની ધરતી ફરી એક વખત ભીષણ ભૂકંપથી ધણધણી ઉઠી છે. 7.4ની તીવ્રતાના ભૂકંપના જોરદાર આંચકા બાદ સુનામીનું એલર્ટ જાહેર કરાયું છે. દરિયામાં 15…

પ્રિયંકા ગાંધીએ નવા વર્ષની શુભકામના સાથે ગાઝામાં માર્યા ગયેલાઓનો ઉલ્લેખ કર્યો

આપણા બાળકો નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે ત્યારે બીજી તરફ ગાઝામાં  બાળકોની ક્રૂરતા પૂર્વક હત્યા કરવામાં આવી રહી છેઃ પ્રિયંકા નવી દિલ્હી 2023ના અંતિમ દિવસે દેશભરમાં લોકોએ જશ્ન મનાવીને નવા વર્ષ 2024નું સ્વાગત કર્યું. આ અવસર પર એક બીજાને શુભકામના મેસેજ પણ આપવામાં આવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ દેશવાસીઓને…

બકરીએ ગાયના વાછરડા જેવા દેખાતા બચ્ચાને જન્મ આપ્યો

આ ઘટના એવી છે કે જીવવિજ્ઞાન પર સંશોધન કરનારાઓ પણ આશ્ચર્યચકિત ઔરંગાબાદ બિહારના ઔરંગાબાદમાં એક એવી ઘટના બની કે સવારથી જ એક ઘરને જોવા લોકોની કતારો લાગી છે. આખરે આ ઘરમાં એવું તો શું બન્યું કે લોકો તેને જોવા કતારો લગાવી રહ્યા છે. ઔરંગાબાદના બરુણ બ્લોકના બિલાસપુર ગામમાં કુદરતનો એક વિચિત્ર કહી શકાય તેવો ચમત્કાર…

ઉત્તરાખંડમાં બહારના લોકો હવે જમીન નહીં ખરીદી શકે

બહારના લોકોને જિલ્લા મેજિસ્ટ્રેટની મંજૂરીથી મળતી કૃષિ અને બાગાયતની જમીન ખરીદવા માટે આપવામાં આવેલી છૂટ પર રોક લગાવાઈ દેહરાદૂન ઉત્તરાખંડમાં હવે રાજ્યની બહારના લોકો ખેતી અથવા બાગાયતના નામ પર જમીન નહીં ખરીદી શકશે. ઉત્તરાખંડમાં જમીન પર અતિક્રમણની વધતી ઘટનાઓ પર રોક લગાવવા માટે ધામી સરકારે રવિવારે મોટો નિર્ણય લીધો છે. સરકારે લેન્ડ લો ડ્રાફ્ટિંગ કમિટીના…

દેશમાં સૌથી વધુ ઘૂળિયા શહેરોમાં અમદાવાદનો સમાવેશ

સંશોધકોએ માહિતી એકત્ર કરવા માટે દેશભરના 1,352 આરટીઓથી વાહન રજિસ્ટ્રેશન ડેટાનું એનાલિસિસ કર્યું નવી દિલ્હીદિલ્હી-એનસીઆરનું પ્રદૂષણ કોઈનાથી છુપાયેલું નથી રહ્યું. પરંતુ શું તમે જાણો છો કે ભારતના કયા શહેરમાં સૌથી વધુ ધૂળ છે જેના કારણે લોકોને સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે? આ શહેર દિલ્હી નહીં પણ ગુજરાતનું અમદાવાદ શહેર છે. આઈઆઈટી દિલ્હી અને…

દ.આફ્રિકા સામેની બીજી ટેસ્ટમાં રવીન્દ્ર જાડેજાની વાપસીના સંકેત

રવિન્દ્ર જાડેજા કમરમાં ખેંચાણના કારણે પ્રથમ ટેસ્ટ રમી શક્યો નહતો ડરબનભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે સેન્ચુરિયનમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતને એક ઇનિંગ અને 32 રનથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ પોતાના વિકલ્પોને લઈને સંઘર્ષ કરતી જોવા મળી હતી. ભારતે રવિચંદ્રન અશ્વિન અને શાર્દુલ ઠાકુરને 7માં…

મુસાફરોની સુરક્ષા માટે રેલવે સ્ટેશનો પર પેનિક બટન લગાવાશે

પેનિક સ્વિચ બટન લગાવવા માટે હાલમાં કુલ 117 સ્ટેશનોની પસંદગી કરવામાં આવી છે નવી દિલ્હીભારતીય રેલવે દ્વારા મુસાફરોની યોગ્ય સુવિધા મળી રહે તે રીતે દેશભરમાં હજારો ટ્રેનોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. આજના સમયે ટ્રેનોમાં રોજ કરોડો લોકો મુસાફરી કરી રહ્યા છે. યાત્રાળુઓને મુસાફરીમાં કોઈ અસુવિધા ન પડે તે માટે કેટલાક નિયમો અને કાયદાઓ બનાવવામાં…

રામ માત્ર હિંદુઓના નહીં, સમગ્ર વિશ્વના છેઃ ફારૂક અબ્દુલ્લાહ

ભગવાન રામે ભાઈચારાનો સંદેશ આપતા તેમણે એકબીજાને પ્રેમ અને મદદ કરવાની વાત કરી, તેમમે ક્યારેય કોઈને પછાડવાની વાત નથી કરી નવી દિલ્હીઅયોધ્યામાં બનીને તૈયાર થયેલા ભવ્ય રામ મંદિરના ઉદ્ઘાટનને લઈને દેશભરમાં રાજકીય ચર્ચાઓ ચાલુ થઇ ગઇ છે. આ દરમિયાન, નેશનલ કોન્ફરન્સના નેતા અને જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાએ મંદિરના ઉદ્ઘાટન બદલ અભિનંદન પાઠવ્યા છે.એક ઇન્ટવ્યુહમાં…

શિક્ષકને નિવૃત્તી બાદ પણ પગાર ન ચૂકવાતાં સ્મૃતિ ઈરાની ગુસ્સે થયા

સ્મૃતિ ઈરાનીએ જિલ્લા શાળા નિરીક્ષકને ફોન કર્યો હતો અને નિવૃત્ત શિક્ષકોના પગાર તાત્કાલિક ચૂકવવાનું કહ્યું અમેઠીકેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની તેમના લોકસભા ક્ષેત્ર અમેઠીના 3 દિવસના પ્રવાસે છે. એવામાં શુક્રવારે જ્યારે તે લોકોને મળી રહી હતી, ત્યારે એક નિવૃત્ત શાળાના શિક્ષકે ફરિયાદ કરી હતી કે નિવૃત્તિ પછી પણ, તેના પગાર ચૂકવવામાં આવ્યા નથી. જેના પર સ્મૃતિ…

ઈડીએ હેમંત સોરેનને પૂછપરછ માટે તેમની ઈચ્છાના સ્થળ, સમય જણાવવા કહ્યું

આ મામલે ઈડી ઝારખંડના મુક્યમંત્રીને અગાઉ 6 વખત સમન્સ પાઠવી ચૂકી છે નવી દિલ્હીજમીન કૌભાંડ મામલે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને પૂછપરછ માટે ઈડીએ છેલ્લી નોટિસ પાઠવી છે. આ સાથે કેન્દ્રીય એજન્સીએ સોરેનને તેમની ઈચ્છા પ્રમાણે સ્થળ અને સમય જણાવવા કહ્યું છે જેથી ઈડીના અધિકારીઓ જઈને તેમની પૂછપરછ કરી શકે.ઈડીએ હેમંત સોરેનને પાઠવેલા સમન્સમાં કહ્યું કે,…

ભારતમાં કેન્સર માટેની પ્રથમ સીરપ તૈયાર કરાઈ

ટાટા મેમોરિયલ હોસ્પિટલ એન્ડ એડવાન્સ્ડ સેન્ટર ફોર ટ્રેનિંગ રિસર્ચ એન્ડ એજ્યુકેશન ઈન કેન્સરની શોધ, બ્લડ કેન્સરના દર્દીઓ માટે આ દવા ક્રાંતિ લાવી શકે છે નવી દિલ્હીભારતના વૈજ્ઞાનિકોએ કેન્સર દર્દીઓ માટે પ્રથમ સીરપ તૈયાર કરવામાં સફળતા મેળવી લીધી છે. તેનું નામ પ્રીવેલ રખાયું છે. શું આ કફ સીરપ બની જવાથી અત્યંત પીડાદાયક કીમોથેરેપીથી મુક્તિ મળી જશે?…

દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલને ત્રીજી વખત ઈડીના સમન્સ

ઈડીના આ સમન્સ ગેરકાયદે અને રાજકીય રીતે પ્રેરિત છે, મેં મારું આખું જીવન ઈમાનદારી અને પારદર્શકતા સાથે વિતાવ્યું હોવાની કેજરીવાલની કેફિયત નવી દિલ્હીલોકસભાની ચૂંટણીની નજીક આવી રહી છે. તમામ પક્ષો પોતાની વ્યૂહનીતિ ઘડી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી (આપ) છેલ્લા ઘણાં સમયથી મુશ્કેલીમાં છે અને તેના મોટા નેતાઓ હાલ જેલમાં છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ…

દ.આફ્રિકાએ ઈન્ટરનેશનલ કોર્ટમાં ઈઝરાયેલ સામે કેસ કર્યો

ગાઝામાં પેલેસ્ટાઈનના લોકોનો નરસંહાર થઈ રહ્યો હોવાનો આરોપ લગાવ્યો તેલ અવીવઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુધ્ધનો દુનિયાના ઘણા દેશો વિરોધ કરીને યુધ્ધ વિરામની માંગ કરી રહ્યા છે.જોકે દક્ષિણ આફ્રિકા તો એક ડગલુ આગળ વધ્યુ છે. તેણે ઈન્ટરનેશનલ કોર્ટમાં ઈઝરાયેલની સામે કેસ દાખલ કરીને ગાઝામાં પેલેસ્ટાઈનના લોકોનો નરસંહાર થઈ રહ્યો હોવાનો આરોપ લગાવ્યો છે.સાઉથ આફ્રિકાએ…