રિલાયન્સ કપ સિનિયર મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટમાં ગાંધીનગર, જામનગર અને આણંદની દમદાર જીત

ફાઇનલ રાઉન્ડના પ્રથમ દિવસે ચાર મુકાબલા રમાયા; ગાંધીનગર અને જામનગરે 5-0થી જ્યારે આણંદે 9-0થી વિજય મેળવ્યો અમદાવાદ ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત રિલાયન્સ કપ સિનિયર મેન્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ-2026ના ફાઇનલ રાઉન્ડના લીગ સ્ટેજના મુકાબલાઓનો પ્રારંભ થયો છે. ફાઇનલ રાઉન્ડ માટે ક્વોલિફાય થયેલી 12 ટીમોને ત્રણ ગ્રુપમાં વિભાજિત કરવામાં આવી છે અને લીગ તબક્કામાં…

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે : પ્રફુલ પાનશેરીયા

કામરેજ-૧૫૮ના ધારાસભ્ય અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સરથાણા-પુણા વિસ્તારમાં ગણપતિ વિસર્જન મહોત્સવમાં સહભાગી બની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું સુરત ભક્તિ, આસ્થા અને સાંસ્કૃતિક એકતાના પાવન પર્વ ગણેશ મહોત્સવના સમાપન પ્રસંગે કામરેજ-૧૫૮ વિધાનસભાના ધારાસભ્ય તથા ગુજરાતના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સુરત શહેરના સરથાણા અને પુણા વિસ્તારમાં યોજાયેલા ગણપતિ વિસર્જન મહોત્સવમાં સહભાગી થઈ ગણપતિ બાપ્પાના ચરણોમાં વંદન કર્યું…

સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 25-09-2026, 225થી વધુ અખબારો એજન્સીની સેવાનો લાભ લઈ રહ્યા છે

પલસાણામાં રસીકરણ બાદ પાંચ બાળકોને ખોટી દવા અપાઈ, મહિલા હેલ્થ વર્કર સસ્પેન્ડ સહિતની વિશેષ માહિતી ઉપરાંત આજના રસપ્રદ સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. તંત્રી શ્રી દિવસના તાજા રસપ્રદ સમાચારોની આ ફાઈલ આપ ઉપર આપેલી ફાઈલની લિન્કથી ડાઉનલોડ કરીને વર્ડ ફાઈલમાંથી કોઈ પણ સમાચારનો ઉપયોગ કરો તો અમને આપના પ્રકાશનની પીડીએફ મોકલશો….

સુરત સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટરના આત્મહત્યાના બનાવથી આરોગ્ય વિભાગમાં ખળભળાટ

પેટા હેડિંગ: આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ પરિવારજનોને સાંત્વના પાઠવી; ઘટનાની તટસ્થ અને ઊંડાણપૂર્વક તપાસના આપ્યા નિર્દેશ સુરત સુરત સિવિલ હોસ્પિટલમાં માસ્ટર અભ્યાસ કરી રહેલા રેસિડેન્ટ ડોક્ટરના આત્મહત્યાના બનાવ અંગે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે આ ઘટનાને અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક ગણાવી મૃતક ડોક્ટરના પત્ની, પરિવારજનો અને સ્વજનો પ્રત્યે હૃદયપૂર્વકની…

પલસાણામાં રસીકરણ બાદ પાંચ બાળકોને ખોટી દવા અપાઈ, મહિલા હેલ્થ વર્કર સસ્પેન્ડ

મમતા દિવસ દરમિયાન પેરાસિટામોલના બદલે પાંચ બાળકોને ગ્લાઇમિપિરાઇડ-2 એમજીની ટેબલેટ અપાઈ; તમામ બાળકોની સ્થિતિ સ્થિર સુરત સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં મમતા દિવસ દરમિયાન બાળકોને દવા આપવામાં થયેલી ગંભીર બેદરકારીના બનાવને રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગે ગંભીરતાથી લીધો છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ ઘટનાની તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક તપાસ બાદ બેદરકારી…

સોહમ ભટ્ટાચાર્ય અને પ્રથમ માદલાણીએ અપસેટ સર્જી મેન્સ સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો

ટોચના ક્રમાંકિત અભિલાષ રાવલને સોહમે 3-1થી હરાવ્યો, જ્યારે પ્રથમ માદલાણીએ ધૈર્ય પરમારને પછાડ્યો આણંદ આણંદના ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ચાલી રહેલી છઠ્ઠી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં મેન્સ કેટેગરીની ક્વાર્ટર ફાઇનલમાં રોમાંચક મુકાબલા જોવા મળ્યા હતા. અમદાવાદના આઠમા ક્રમાંકિત સોહમ ભટ્ટાચાર્યએ ટોચના ક્રમાંકિત અને બે વખતના સ્ટેટ રેન્કિંગ ચેમ્પિયન અભિલાષ રાવલને 3-1થી હરાવીને મોટો…

સાઉથ સુપરસ્ટાર નાનીની ‘ધ પેરેડાઇઝ’ની બોક્સ ઓફિસ પર ધમાકેદાર ઓપનિંગ, હિન્દીમાં ‘હનુમાન અંશ’ આગળ ફિક્કી!

કુણાલ ખેમુની ‘વાઇબ’ અને કરીના કપૂરની ‘દાયરા’ સાતમા દિવસે બોક્સ ઓફિસ પર સુસ્ત, જાણો કઈ ફિલ્મે કરી કેટલી કમાણી. મુંબઈ સાઉથના જાણીતા સુપરસ્ટાર નાનીની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ ‘ધ પેરેડાઇઝ’ (The Paradise) એ બોક્સ ઓફિસ પર શાનદાર ઓપનિંગ સાથે ધમાકો મચાવ્યો છે. શ્રીકાંત ઓડેલાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ નાનીના કરિયરની સૌથી મોટી ઓપનિંગ સાબિત થઈ છે….

ચાર પગવાળા રોબોટે રચ્યો ઇતિહાસ: બેટરી રિચાર્જ કર્યા વગર પૂરી કરી 42 કિમીની મેરેથોન, ઉર્જા વપરાશમાં માનવીઓને પણ પાછળ છોડ્યા

નવી દિલ્હી વિજ્ઞાન અને ટેકનોલોજીની દુનિયામાં એક અદ્ભુત સિદ્ધિ હાંસલ થઈ છે. દક્ષિણ કોરિયાની કેસ્ટ (KAIST) યુનિવર્સિટીના રિસર્ચર્સ દ્વારા વિકસાવવામાં આવેલા ‘RAIBO2’ નામના ચાર પગવાળા રોબોટે એક જ બેટરી ચાર્જ પર આખી મેરેથોન સફળતાપૂર્વક પૂરી કરીને ઇતિહાસ રચી દીધો છે. આ રોબોટે માનવીઓ કરતાં પણ ઓછી ઉર્જાનો ખર્ચ કરીને પોતાની અનોખી ક્ષમતા સાબિત કરી છે….

HCG આસ્થા કેન્સર સેન્ટરમાં અદ્યતન PET-CT, Gamma Camera અને Targeted Therapyની શરૂઆત

કેન્સરની વધુ ચોકસાઈથી તપાસ અને દર્દીની સ્થિતિ અનુસાર વ્યક્તિગત સારવાર માટે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ અમદાવાદ કેન્સરની સારવારમાં માત્ર ગાંઠનું સ્થાન જાણવું પૂરતું નથી, પરંતુ ગાંઠ કેટલી સક્રિય છે અને શરીરમાં તેનો પ્રભાવ કેટલો છે તે સમજવું પણ મહત્વપૂર્ણ છે. આ દિશામાં અમદાવાદ સ્થિત HCG આસ્થા કેન્સર સેન્ટર ખાતે અદ્યતન PET-CT, Gamma Camera અને Targeted Radionuclide…

રિલાયન્સ કપમાં ફાઇનલ રાઉન્ડના લીગ મુકાબલાનો પ્રારંભ, પ્રથમ દિવસે 4 મેચમાં રોમાંચક જંગ

ગાંધીનગર-જામનગરનો મુકાબલો 1-1થી ડ્રો, પંચમહાલે અરવલ્લીને 3-1થી હરાવ્યું; વડોદરાએ અમદાવાદને 1-0થી અને રાજકોટે દેવભૂમિ દ્વારકાને 3-1થી માત આપી ગાંધીનગર ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) દ્વારા આયોજિત રિલાયન્સ કપ સિનિયર મેન્સ ઇન્ટર-ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ-2026ના ફાઇનલ રાઉન્ડના લીગ તબક્કાની શરૂઆત 23 સપ્ટેમ્બરથી થઈ હતી. ફાઇનલ રાઉન્ડમાં ક્વોલિફાય થયેલી ટીમોને ત્રણ ગ્રુપમાં વિભાજિત કરવામાં આવી છે અને હવે…

ક્વોન્ટમ ટેક્નોલોજીમાં આત્મનિર્ભર ભારત તરફ DRDOનું મોટું પગલું: 20 મિલીકેલ્વિન ડાયલ્યુશન રેફ્રિજરેટર માટે સ્ટાર્ટઅપ સાથે કરાર

TDF યોજના હેઠળ DRDOનો સ્ટાર્ટઅપ સાથે પ્રથમ હાઈ-વેલ્યુ ડીપ-ટેક પ્રોજેક્ટ કરાર; ક્વોન્ટમ કમ્પ્યુટિંગ માટે અતિનિમ્ન તાપમાનની સ્વદેશી ટેક્નોલોજી વિકસાવાશે નવી દિલ્હી ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)એ ટેક્નોલોજી ડેવલપમેન્ટ ફંડ (TDF) યોજના હેઠળ ઉદ્યોગ ક્ષેત્રના સ્ટાર્ટઅપ ઝીરો એમકે ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ, અલવર (રાજસ્થાન) સાથે 20 મિલીકેલ્વિન (mK) ડાયલ્યુશન રેફ્રિજરેટરના સ્વદેશી વિકાસ માટે કરાર કર્યો છે….

IITE ખાતે રાષ્ટ્રીય સેવા યોજના દિવસની ઉત્સાહભેર ઉજવણી

સેવા, સંસ્કાર અને રાષ્ટ્રનિર્માણ માટે યુવાનોને સક્રિય બનવાનો સંદેશ ગાંધીનગર ભારતીય શિક્ષક શિક્ષા સંસ્થાન (IITE), ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય સેવા યોજના (NSS) દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોમાં સેવા ભાવના, સામાજિક જવાબદારી, રાષ્ટ્રપ્રેમ અને સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત કરવાનો રહ્યો હતો. કાર્યક્રમમાં રાષ્ટ્રીય સેવા યોજનાના પ્રાદેશિક નિયામક ડૉ….

મુંબઈ ઇન્ડિયન્સે WPL માટે લ્યુક વિલિયમ્સને બનાવ્યા નવા હેડ કોચ

લિસા કીટલીનો કાર્યકાળ પૂર્ણઃ 2027 મહિલા પ્રીમિયર લીગ સીઝન પહેલાં ટીમના કોચિંગ સેટઅપમાં ફેરફાર મુંબઈ મુંબઈ ઇન્ડિયન્સે મહિલા પ્રીમિયર લીગ (WPL)ની 2027 સીઝન પહેલાં ટીમના હેડ કોચમાં ફેરફારની જાહેરાત કરી છે. ટીમના હેડ કોચ લિસા કીટલીએ પોતાની ભૂમિકામાંથી આગળ વધવાનો નિર્ણય લીધો છે અને તેમના સ્થાને લ્યુક વિલિયમ્સને નવા હેડ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા…

સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 24-09-2026, 225થી વધુ અખબારો એજન્સીની સેવાનો લાભ લઈ રહ્યા છે

‘હું કલા માટે જ બની છું’, પિતા દિલીપ સંઘાણીની એક શીખે મેઘનાની જિંદગીને પાંખો આપી સહિતની વિશેષ માહિતી ઉપરાંત આજના રસપ્રદ સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. તંત્રી શ્રી દિવસના તાજા રસપ્રદ સમાચારોની આ ફાઈલ આપ ઉપર આપેલી ફાઈલની લિન્કથી ડાઉનલોડ કરીને વર્ડ ફાઈલમાંથી કોઈ પણ સમાચારનો ઉપયોગ કરો તો અમને આપના…

‘હું કલા માટે જ બની છું’, પિતા દિલીપ સંઘાણીની એક શીખે મેઘનાની જિંદગીને પાંખો આપી

અમરેલીથી ન્યુ યોર્ક અને યુરોપ સુધીની ડાન્સ સફર બાદ હવે સ્ક્રીન પર ડેબ્યુ; પરિવારના સપોર્ટ અને પિતાની શીખ વિશે મેઘનાએ વાત કરી અમદાવાદ ડાન્સને પોતાની ઓળખ બનાવનાર મેઘના સંઘાણી હવે સ્ક્રીન પર પોતાના નવા અવતારમાં જોવા મળશે. કન્ટેમ્પરરી ડાન્સમાં પ્રોફેશનલ તાલીમ મેળવનારી મેઘનાએ અમદાવાદથી ન્યુ યોર્ક અને યુરોપ સુધી ડાન્સની તાલીમ તથા વિવિધ સંસ્કૃતિઓનો અનુભવ…

‘ઘેરદાર ઘમ્મરિયા’ સાથે ગુજરાતી મનોરંજન જગતમાં મેઘના સંઘાણીની દમદાર એન્ટ્રી

અભિનય, ડાન્સ અને આકર્ષક સ્ક્રીન પ્રેઝન્સ સાથે નવરાત્રિમાં જોવા મળશે મેઘનાનો નવો અંદાજ અમદાવાદ ગુજરાતી મનોરંજન જગતમાં પોતાની આગવી ઓળખ બનાવવાની દિશામાં આગળ વધી રહેલી અભિનેત્રી અને ડાન્સર મેઘના સંઘાણી આ નવરાત્રિએ નવા ગુજરાતી ગરબા ગીત ‘ઘેરદાર ઘમ્મરિયા’ સાથે દર્શકો સમક્ષ આવી રહી છે. પરંપરાગત ગરબાની ઊર્જા અને આધુનિક સંગીત-વિઝ્યુઅલ્સના સંગમ સાથે તૈયાર થયેલા આ…

ચીનમાં કરોડો રૂપિયામાં વેચાતી ભારતની આ ગરોળી, આસામમાં 86 જીવતી ટોકે ગેકો ઝડપાઈ

ડીઆરઆઈની મોટી કાર્યવાહી : મારિયાનીમાં બે શખ્સોની અટકાયત, વન્યજીવ સંરક્ષણ કાયદા હેઠળ કાર્યવાહી ગૌહાટી : આસામના મારિયાની વિસ્તારમાં વન્યજીવોની ગેરકાયદે હેરાફેરી અંગે મળેલી બાતમીના આધારે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ)એ મોટી કાર્યવાહી કરી હતી. બંદર ચાલિયા ગામના ગ્રાઉન્ડ પરથી બે વ્યક્તિઓને અટકાવી તેમની તપાસ કરતાં તેમની પાસેથી 86 જીવતી ટોકે ગેકો મળી આવી હતી. ટોકે…

1 ઓક્ટોબરથી FDના નિયમોમાં મોટો ફેરફાર: બલ્ક ડિપોઝિટના દરો રોજ વેબસાઇટ પર જાહેર કરવા પડશે

RBIના નવા નિયમથી FDના વ્યાજદર અંગે પારદર્શિતા વધશે; હાલ ચાલી રહેલી FD પર કોઈ અસર નહીં થાય નવી દિલ્હી, ફિક્સ્ડ ડિપોઝિટ (FD)માં રોકાણ કરનારા ગ્રાહકો માટે 1 ઓક્ટોબર, 2026થી કેટલાક મહત્વપૂર્ણ નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. ભારતીય રિઝર્વ બેન્ક (RBI) દ્વારા બેન્ક ફિક્સ્ડ ડિપોઝિટના નિયમોમાં કરવામાં આવેલા સુધારા મુજબ બેન્કોએ FDના વ્યાજદર અંગે વધુ…

શુભમન ગિલની કપ્તાનીમાં તિરુવનંતપુરમમાં ટીમ ઈન્ડિયાનું આગમન, રોહિત-વિરાટની વાપસી

27 સપ્ટેમ્બરથી ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે વનડે શ્રેણીનો પ્રારંભ; 3 વનડે અને 5 ટી-20 મેચ રમાશે, સ્ટાર સ્પોર્ટ્સ અને જિયો હોટસ્ટાર પર સીધું પ્રસારણ નવી દિલ્હી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 27 સપ્ટેમ્બર 2026થી શરૂ થનારી વ્હાઇટ-બોલ શ્રેણી માટે ભારતીય વનડે ટીમનું તિરુવનંતપુરમમાં આગમન શરૂ થઈ ગયું છે. 27 વર્ષીય શુભમન ગિલની કપ્તાની હેઠળ ટીમ ઈન્ડિયા…

NSEનાં લિસ્ટિંગ બાદ માર્કેટ કેપમાં મોટો ઉછાળો, HUL અને સન ફાર્માને પાછળ છોડ્યાં

આઈપીઓના ₹1,785ના ભાવ સામે ₹1,800 પર લિસ્ટિંગ; લિસ્ટિંગ બાદ શેર ₹1,878 સુધી પહોંચતાં NSEનું માર્કેટ કેપ ₹4.63 લાખ કરોડ થયું નવી દિલ્હી નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના શેરનું આજે ભારતીય શેરબજારમાં લિસ્ટિંગ થયું હતું. બજારમાં ભારે ઘટાડા વચ્ચે NSEના શેરે BSE પર ₹1,800ના ભાવે શરૂઆત કરી હતી, જે તેના ₹1,785ના ઈશ્યૂ પ્રાઈસ કરતાં એક ટકાથી પણ…