સુહાનાએ ગુજરાત માટે નવી રેન્જના મસાલા લોન્ચ કર્યા

બ્રાન્ડે લેટેસ્ટ શ્રેણી માટે તેના મલ્ટી-મીડિયા પ્રચાર માટે પદ્મશ્રી એવોર્ડ વિજેતા સરિતા જોષી અને પ્રખ્યાત ગુજરાતી સેલિબ્રિટી અંજલિ બારોટ સાથે જોડાણ કર્યું મુંબઈ સમગ્ર દેશમાં 61 વર્ષ કરતાં વધુ સમય સુધી સેવા આપ્યા પછી ભારતની લોકપ્રિય મસાલા બ્રાન્ડ સુહાનાએ આજે ગુજરાતના બજારમાં ગ્રાહકો માટે વિશેષરૂપે તૈયાર કરાયેલા મસાલાની નવી રેન્જ લોન્ચ કરવાની જાહેરાત કરી છે….

ભારતની નેધરલેન્ડ સામેની પ્રેક્ટિસ મેચ પણ ધોવાઈ ગઈ

વર્લ્ડ કપ 2023માં ભાગ લેનાર તમામ 10 ટીમોને 2-2 વોર્મઅપ મેચ રમવાની હતી, ભારતની બંને વોર્મઅપ મેચમાં વરસાદ વિલેન બન્યો તિરુવનંતપુરમ ક્રિકેટ ચાહકો માટે એક ખરાબ સમાચાર મળી રહ્યા છે. ઇંગ્લેન્ડ સામે પહેલી વોર્મઅપ મેચ વરસાદના કારણે ધોવાઇ જતા ભારતીય ટીમની ટક્કર આજે નેધરલેન્ડ્સ સામે થવાની હતી. આ મેચ તિરુવનંતપુરમ ખાતે રમાનાર હતી. પરંતુ તિરુવનંતપુરમમાં…

પ્રભાસને રોકીને ફોટો પડાવ્યા બાદ ચાહક લાફો મારીને નાચવા લાગી

પ્રભાસ ગુસ્સે થયા નહીં તેમણે પોતાના બીજા ચાહક સાથે તસવીર ક્લિક કરાવી અને પૂછ્યુ કે આ શું હતુ, જેના જવાબમાં તેણે કહ્યુ કે તે વીડિયો બનાવી રહી હતી મુંબઈ બાહુબલી એક્ટર પ્રભાસના ચાહકો માત્ર સાઉથમાં જ નહીં, પરંતુ આખા દેશમાં છે. બાહુબલીથી એક્ટિંગની દુનિયામાં અલગ ઓળખ ઊભી કરનાર પ્રભાસને લોકો ખૂબ પસંદ કરે છે. સોશિયલ…

પિયરે એગોસ્ટિની, ફેરેંક ક્રૂજ અને એની એલ હુઈલિયરને ફિજિક્સનો નોબેલ

પદાર્થમાં ઇલેક્ટ્રોન ગતિશીલતાનો અભ્યાસ કરવા માટે પ્રકાશના એટોસેકન્ડ પલ્સ ઉત્પન્ન કરવાની પ્રાયોગિક પદ્ધતિઓને ધ્યાને લઈ આ એવોર્ડ અપાયો નવી દિલ્હી વર્ષ 2023 માટેના ભૌતિકી (ફિજિક્સ)માં નોબલ પુરસ્કારની જાહેરાત કરી દેવામાં આવી છે. રૉયફિજિક્સમાં લ સ્વીડિશ એકેડમી દ્વારા કરાયેલી જાહેરાત મુજબ ફિજિક્સમાં પિયરે એગોસ્ટિની, ફેરેંક ક્રૂજ અને એની એલ હુઈલિયરને આ એવોર્ડ મળ્યો છે. પદાર્થમાં ઇલેક્ટ્રોન…

ગુનો ગમે એવો મોટો હોય, લાંબા સમયથી જેલમાં બંધ હોય તેને છોડી દેવા જોઈએ

હાઈકોર્ટે 7.5 વર્ષથી જેલમાં બંધ આકાશ ચંડાલિયાને જામીન મંજુર કરતી વખતે આ ટિપ્પણી કરી મુંબઈ મુંબઈ હાઈકોર્ટે ડબલ મર્ડર કેસના આરોપી આકાશ ચંડાલિયાની જામીન અરજી અંગે સુનાવણી હાથ ધરી હતી, જેમાં કોર્ટે મહત્વનો નિર્ણય સંભળાવતા કહ્યું કે, જે અંડર ટ્રાયલ કેદીઓ લાંબા સમયથી જેલમાં બંધ છે, તેમને સામાન્ય રીતે જામીન પર છોડી દેવા જોઈએ, પછી…

અજાયબ ગ્રહ પૃથ્વી કરતા લગભગ 11 ગણું મોટું છે

વૈજ્ઞાનિકોએ જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ દ્વારા આ ગ્રહની શોધ કરી, તેને જ્યુપિટર માસ બાઈનરી ઓબ્જેક્ટ અથવા ‘જુએમબીઓસ’ નામ આપવામાં આવ્યું છે નવી દિલ્હી આપણા બ્રાહ્માંડમાં ઘણી એવી વસ્તુઓ છે જેનાથી આપણે અજાણ છીએ.  જોકે, દિવસેને દિવસે વૈજ્ઞાનિકો દ્વારા અવકાશમાં અવનવી વસ્તુઓની શોધ થતી રહે છે. એવામાં હાલ અવકાશમાં એક એવી વસ્તુ તરતી છે જેને જોઈને…

ભારત માટે પ્રથમ વખત રમી રહેલો સાઈ કિશોર મેદાન પર ભાવૂક થયો

સાઈ કિશોર પ્રથમ મેચમાં જ ત્રણ કેચ ઝડપનારો પ્રથમ ભારતીય ખેલાડી બન્યો ભારતીય ટીમે એશિયન ગેમ્સ 2023માં પોતાની પ્રથમ મેચમાં નેપાળને 23 રને હરાવ્યું હતું. ક્વાર્ટર ફાઈનલમાં જીત સાથે જ ભારતીય ટીમ સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે. આ મેચમાં ભારત માટે સાઈ કિશોરે ડેબ્યૂ કર્યો હતો. એશિયન ગેમ્સમાં ભારત માટે પ્રથમ વખત રમી રહેલ સાઈ કિશોર…

સોના-ચાંદીના ભાવ સાત મહિનાની તળિયે પહોંચી ગયા

એમસીએક્સ પર ડિસેમ્બર 2023 એક્સપાયરી માટે ગોલ્ડ ફ્યુચર કોન્ટ્રાક્ટ 10 ગ્રામ દીઠ 57,426 પર ખુલ્યો નવી દિલ્હી સોના અને ચાંદીના ભાવમાં સતત ઘટાડો જારી છે. આજે આ બંને કિંમતી ધાતુઓના ભાવ ઘટીને સાત મહિનાના તળિયે પહોંચી ગયા હતા. સ્થાનિક બજાર તથા ઈન્ટરનેશનલ બજારમાં બંને મેટલના ભાવ નરમ પડ્યા છે. એમસીએક્સ પર ડિસેમ્બર 2023 એક્સપાયરી માટે…

ડૉક્ટરની ઓળખ આપી લગ્ન કરનારા યુવકનો રિસેપ્શનમાં ભાંડો ફૂટ્યો

યુવક આંખનો ડોકટર નહીં પરંતુ ચશ્માની દુકાનમાં સેલ્સમેન છે જાણીને યવતીએ પોલીસમાં છંતરપિંડીની ફરિયાદ કરી અમદાવાદ  નિકોલમાં રહેતી સ્વરૂપવાન યુવતીને નરોડાના યુવકે ખોટુ બોલીને લગ્નજાળમાં ફસાવી છે. કોલેજમાં ભણતી 22 વર્ષીય યુવતીને યુવકે પહેલા પ્રેમ સંબંધમાં રાખી અને પોતે ડોકટર તથા કરોડો રૂપિયાની મિલકત શેર બજારમાંથી કમાય છે તેવું કહ્યું હતું. જોકે ત્યારપછી એક મહિલા…

પાકિસ્તાનમાં તસ્કરોએ 328 લોકોની કિડની વેચી નાખી

લોકોની ગરીબીનો ફાયદો ઉઠાવીને હવે તસ્કરો કસાઈ બની ગયા, કિડની દીઠ એક કરોડ રૂપિયા પડાવાય છે ઈસ્લામાબાદ પાડોશી દેશ પાકિસ્તાન હાલમાં આર્થિક તંગીનો સામનો કરી રહ્યો છે. ત્યાંના લોકો ગરીબી અને ભૂખમરાથી તડપી રહ્યા છે. સ્થિતિ એટલી વણસી ગઈ છે કે, ગરીબીથી પરેશાન લોકો હવે પોતાની કિડની વેચવા માટે મજબૂર બન્યા છે. લોકોની ગરીબીનો ફાયદો…

નાંદેડ હોસ્પિટલમાં વધુ સાત દર્દી સહિત કુલ મૃત્યુઆંક 31 પર પહોંચ્યો

મહારાષ્ટ્રના મંત્રી હસન મુશ્રીફ નાંદેડની સરકારી હોસ્પિટલની મુલાકાત લેશે નાંદેડ મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લાની સરકારી હોસ્પિટલમાં ગઈકાલે 24 દર્દીઓના મોતથી હડકંપ મચી ગયો હતો ત્યારે હવે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ વધુ સાત દર્દીઓના મોતથી 36 કલાકમાં હોસ્પિટલમાં મૃતકોની સંખ્યા 24થી વધીને 31 થઈ ગઈ છે. સુત્રોના અહેવાલ અનુસાર આજે મહારાષ્ટ્રના મંત્રી હસન મુશ્રીફ નાંદેડની સરકારી હોસ્પિટલની…

આઈએસઆઈએસની આડમાં ભારતમાં મંદિરોને ટાર્ગેટ કરવાનું આઈએસઆઈનું કાવતરૂં

ટાર્ગેટ પર અયોધ્યાનું રામ મંદિર, મુંબઈનું છાબડા હાઉસ અને દેશના અનેક મોટા નેતાઓ હોવાનો ખુલાસો નવી દિલ્હી પાકિસ્તાન પોતાની નાપાક હરકતોથી બાજ નથી આવી રહ્યું તે ભારત વિરુદ્ધ સતત ષડયંત્ર રચી રહ્યું છે. તાજેતરના મામલે ફરી એક વખત પાકિસ્તાનના નાપાક ઈરાદા સામે આવ્યા છે. ગઈ કાલે દિલ્હી પોલીસે આઈએસઆઈએસ મોડ્યુલના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી સહિત 3…

ભારતે કેનેડાને તેના 40 રાજદ્વારીઓને દેશ છોડવા આદેશ કર્યો

હાલમાં ભારતમાં કેનેડાના 62 રાજદ્વારીઓ કામ કરે છે, 10 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવા આદેશ અપાયો નવી દિલ્હી ભારત અને કેનેડા વચ્ચે ખાલિસ્તાનને લઈને વિવાદ દિવસેને દિવસે ઉગ્ર બનતો જાય છે. ભારત સરકારે કેનેડાના ડઝનેક રાજદ્વારીઓને દેશ છોડવાનો આદેશ જારી કર્યો છે. અત્યાર સુધીની આ સૌથી મોટી કાર્યવાહી માનવામાં આવી રહી છે. સુત્રો પરથી મળતી માહિતી…

રાજૌરીના કાલાકોટ જંગલોમાં આતંકીઓને શોધવા સેનાનું સર્ચ

સેનાએ પોલીસ સાથે મળીને કાલાકોટ વિસ્તારમાં બ્રોહ અને સૂમ જંગલ વિસ્તારને ઘેરી લીધો જમ્મુ જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના કાલાકોટના જંગલોમાં ગઈકાલે મોડી રાતે આતંકી અને સુરક્ષા દળના જવાન વચ્ચે અથડામણ થઇ હતી. જે મામલે આજે વહેલી સવારથી જ આ જગ્યા પર સેનાનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.  શંકાસ્પદ ગતિવિધિની માહિતી મળ્યા બાદ, સેનાએ પોલીસ સાથે મળીને…

ક્રિકેટમાં ભારતે ક્વાર્ટર ફાયનલમાં નેપાળને 23 રને હરાવ્યું

અર્જુન સિંહ અને સુનિલ સિંહ સલામે પુરુષોની 1000 મીટર કેનોઈ ડબલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હાંગઝોઉ એશિયન ગેમ્સ 2023ના 10માં દિવસે ભારતે શાનદાર શરૂઆત કરી હતી. અર્જુન સિંહ અને સુનીલ સિંહ સલામે ભારતને આજના દિવસનો પ્રથમ મેડલ અપાવ્યો હતો. આ ભારતીય જોડીએ કેનોઇ ડબલ્સ 1000 મીટરમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. અર્જુન સિંહ અને સુનિલ…

કોંગ્રેસ જાતિ આધારિત વસતી ગણતરીને ચૂંટણીનો મુદ્દો બનાવી રહી છે

જાતિ આધારિત વસ્તી ગણતરીએ ઈન્ડિયાગઠબંધનનો મહત્વપૂર્ણ ચૂંટણી મુદ્દો છે પટણા બિહારમાં જાતિ આધારિત વસતિ ગણતરીનો અહેવાલ રજૂ થયો હતો. ડેવલપમેન્ટ કમિશ્નર વિવેક સિંહે રિપોર્ટ જાહેર કર્યો હતો. પાંચ રાજ્યોની આગામી વિધાનસભા અને લોકસભા ચૂંટણી પહેલા જાહેર કરવામાં આવેલા આ રિપોર્ટમાં ચૂંટણી એજન્ડા પણ નક્કી કરવામાં આવ્યો છે. ઈન્ડિયાજાતિ આધારિત વસતિ ગણતરી કરવા માટે કેન્દ્ર પાસે…

નાંદેડ ઘટના પર સ્વાસ્થ્યમંત્રી તાનાજી સાવંતને બરતરફ કરવા વિપક્ષની માગ

કોંગ્રેસનાં નેતા પ્રિયંકા ગાંધી, એનસીપીના શરદ પવાર અને ઉદ્ધવ શિવસેનાના સાંસદે શિંદે સરકારને ઘેરી નાંદેડ મહારાષ્ટ્રના નાંદેડમાં શંકરરાવ ચૌહાણ સરકારી હોસ્પિટલમાં 24 કલાકમાં 24 લોકોના મોતની ઘટના બની હતી. જેમાંથી 12 નવજાત પણ સામેલ હતા. આ ઘટનાથી સ્વાસ્થ્ય વિભાગમાં હડકંપ મચી ગયો હતો. લોકોએ હોસ્પિટલમાં હોબાળો કર્યો અને મામલાની તપાસની માંગ કરી રહ્યા હતી. જે…

બિહાર જાતિગત વસતી ગણતરી મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો

સુપ્રીમ કોર્ટ આના પર આગામી 6 તારીખે સુનાવણી હાથ ધરશે, કોર્ટે કહ્યું કે અમે આ મામલે હાલ કંઈ કહી શકીએ નહીં નવી દિલ્હી બિહારમાં સરકાર દ્વારા જાતિગત વસતી ગણતરીના આંકડા જાહેર કરવાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો જેમાં એક અરજદારે કોર્ટમાં આ મુદ્દાને ઉઠાવ્યો હતો. સુપ્રીમ કોર્ટ આના પર આગામી 6 તારીખે સુનાવણી હાથ ધરશે….

ન્યૂઝક્લિક વેબસાઇટના પત્રકારોના ઘર પર દરોડા દિલ્હી પોલીસના દરોડા

દિલ્હી પોલીસનાં સ્પેશિયલ સેલે ઘટના સ્થળેથી ઘણાબધા ઇલેક્ટ્રોનિક ઉપકરણો જેવા કે લેપટોપ, મોબાઈલ જેવા સાધનોને જપ્ત કર્યા નવી દિલ્હી આજે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ એક મોટી કાર્યવાહી હાથ ધરી હતી. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ ન્યૂઝક્લિક વેબસાઇટના પત્રકારોના ઘર પર દરોડા પાડી રહી છે. સ્પેશિયલ સેલે વહેલી સવારે દિલ્હી, નોઈડા અને ગાઝિયાબાદમાં એક સાથે દરોડા પાડ્યા…

ડિફેન્ડિંગ ચેમ્પિયન અમદાવાદ ફાઈનલમાં પ્રથમવાર રમતી અરવલ્લીની ટીમ સામે ટકરાશે- સુરતની મહિલા ટીમ ફાઈનલમાં, અમદાવાદ સામે મુકાબલો

અમદાવાદ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન દ્વારા એસએજી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, ખોખરા ખાતે આયોજીત સર્વો હાઈપરસ્પોર્ટ એફ5 ગુજરાત સ્ટેટ અને ઈન્ટર-ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2023માં કેપ્ટન અરમાન શેખ અને જન્મેજય પટેલના શાનદાર પ્રદર્શનને કારણે અરવલ્લીની ટીમે સુરતની ટીમને 3-1થી હરાવી અપસેટ સર્જ્યો. આ સાથે જ અરવલ્લીની ટીમ પ્રથમવાર ઈન્ટરડિસ્ટ્રિક ટુર્નામેન્ટની ફાઈનલમાં ટકરાશે. આ ટુર્નામેન્ટમાં ઈન્ડિયન ઓઈલ…