પૂરની સ્થિતિ બાદ નવસારીમાં રોગચાળો અટકાવવા તંત્ર સજ્જ: પ્રફુલ પાનશેરીયાની સિવિલ હોસ્પિટલની સરપ્રાઈઝ મુલાકાત
૧૬૯ ગામો અને ૧૧ વોર્ડમાં ૩૨૦ સર્વેલન્સ ટીમ દ્વારા સઘન આરોગ્ય કામગીરી, મફત દવાઓ અને ક્લોરિન ટેબ્લેટનું વતરણ શરૂ નવસારી નવસારી જિલ્લામાં તાજેતરમાં સર્જાયેલી પૂરની અસર બાદ જનસ્વાસ્થ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને સંભવિત રોગચાળાને અટકાવવા માટે જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર જિલ્લામાં યુદ્ધના ધોરણે સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. આ સંદર્ભે રાજ્યકક્ષાના…
