ભારતીય રોઈંગ, રાઈફલ ટીમે વધુ મેડલ મેળવ્યા

ભારતીય ટીમે શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો, એર રાઈફલ ટીમ એક ગોલ્ડ અને એક બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહી નવી દિલ્હી આજે એશિયન ગેમ્સનો બીજો દિવસ છે અને ભારતના મેડલ્સની સંખ્યામાં વધારો થવાનો ચાલુ છે. પ્રથમ દિવસે ભારતે 5 મેડલ જીત્યા હતા. બીજા દિવસે અત્યાર સુધી ભારતે વધુ 5 મેડલ જીતી લીધા છે. આમ ભારતે 10…

10 મીટર એર રાઈફલમાં ભારતીય ટીમનો ગોલ્ડ જીતીને ઈતિહાસ

પુરુષોની એર રાઈફલ ઈવેન્ટમાં ઐશ્વર્ય તોમર, રુદ્રાંશ પાટીલ અને દિવ્યાંશ પનવરની ત્રિપુટીએ ગોલ્ડ મેડલ જીત્યો નવી દિલ્હી બીજા દિવસે એર રાઈફલની ટીમે ઈતિહાસ રચ્યો છે. ભારતની પુરુષોની ટીમે 10 મીટર એર રાઈફલ ઈવેન્ટમાં શાનદાર પ્રદર્શન કરતા પહેલો ગોલ્ડ જીત્યો છે. આ ઉપરાંત રોઈંગમાં પણ બ્રોન્ઝ મેળવ્યો છે. આજે બીજા દિવસે પુરુષોની એર રાઈફલ ઈવેન્ટમાં ઐશ્વર્ય…

દેવીલાલની જન્મજયંતીના કાર્યક્રમમાં નીતિશની ગેરહાજરી

નીતિશના આ પગલાને રાજનીતિ સાથે જોડવામાં આવી રહ્યા છે અને તેને લઇ ઘણા તર્કવિતર્ક ચાલી રહ્યા છે કૈથલ આજે હરિયાણાના કૈથલમાં ખાતે પૂર્વ ઉપમુખ્યમંત્રી દેવી લાલની જન્મજયંતિ પર આઈએનએલડી (ઈન્ડિયન નેશનલ લોકદળ) દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વિપક્ષ ગઠબંધન ઈન્ડિયાના  નેતાઓની પણ હાજરી જોવા મળી છે. એવામાં બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર…

કેરળમાં પીએફઆઈના વાયનાડ સહિત 12 સ્થળોએ ઈડીના દરોડા

પીએફઆઈના પૂર્વ કાર્યકરોના ઘર પર દરોડા પાડવામાં આવ્યા નવી દિલ્હી કેરળમાં આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા(પીએફઆઈ) સામે મોટી કાર્યવાહી કરતા વાયનાડ સહિત રાજ્યના 12 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે.   ઈડીએ ફરી એકવાર પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા(પીએફઆઈ) પર કડક કાર્યવાહી હાથ ધરી છે, જેમાં તપાસ એજન્સીએ કેરળમાં પીએફઆઈના પૂર્વ કાર્યકરોના ઘર પર…

 ઈન્ડિયા ગઠબંધનમાં કેટલાક સનાતન ધર્મ વિરોધી, જનતા પાઠ ભણાવશે

બીજેપી સાંસદ રમેશ બિધૂડી મામલે તેમણે કહ્યું કે, એ જોવાનું રહેશે કે, તેઓ કઈ પરિસ્થિતિમાં આવું બોલ્યાઃ સ્વામિ ચક્રપાણિ મહારાજ નવી દિલ્હી ઓલ ઈન્ડિયા હિન્દુ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ સ્વામિ ચક્રપાણિ મહારાજે લોકસભા ચૂંટણી પહેલા બનેલા મહાગઠબંધન  ઈન્ડિયા પર પ્રહાર કરતા કહ્યું કે, આ ગઠબંધનમાં કેટલાક લોકો સનાતન ધર્મના વિરોધી છે અને જનતા તેમને  પાઠ ભણાવશે….

ડીસીઝ એક્સ કોરોના કરતા પણ ઘાતક, 5 કરોડનાં મોત થઈ શકે

બ્રિટનની વેક્સિન ટાસ્ક ફોર્સના ચીફે ચેતવણી આપી છે કે, ‘ડિસીઝ એક્સ’ કોરોના કરતા 7 ગણો વધુ ઘાતક હોઈ શકે છે નવી દિલ્હી વિશ્વ હજુ તો કોરોનાની ઝપેટમાંથી બહાર નીકળ્યું જ છે કે વધુ એક નવી બિમારીએ દસ્તક આપી છે. આ બિમારી ખૂબ ખતરનાક છે અને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આશરે 5 કરોડ…

સંજય રાઉત-અંબાદાસ દાનવે સામે વિશેષાધિકાર ભંગ બદલ કાર્યવાહીની માગ

બીજેપી એમએલએ નિતેશ રાણેએ વિધાનસભા સેક્રેટરીને પત્ર લખીને માગણી કરી મુંબઈ મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે જૂથના શિવસેના નેતા સંજય રાઉત અને અંબાદાસ દાનવેની મુશ્કેલી વધે તેવી શક્યતા છે. વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકર વિરૂદ્ધ આપવામાં આવેલા તેમના નિવેદન બદલ બંને વિરુદ્ધ વિશેષાધિકાર ભંગ બદલ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. બીજેપી એમએલએ નિતેશ રાણેએ વિધાનસભા સેક્રેટરીને પત્ર…

એશિયન ગેમ્સ 2022: એસ્પોર્ટ્સ માટે સત્તાવાર ડ્રોની જાહેરાત; ભારત 24 સપ્ટેમ્બરથી અભિયાનની શરૂઆત કરશે

એશિયન ગેમ્સ 2022માં કુલ સાત એસ્પોર્ટ્સ ટાઇટલ્સ દર્શાવવામાં આવશે જેમાં ભારત ચાર ટાઇટલમાં સ્પર્ધા કરે છે: DOTA 2, EA Sports FC Online, League of Legends, અને Street Fighter V: Champion Edition ચાઇના હેંગઝોઉ એસ્પોર્ટ્સ સેન્ટરમાં યોજાશે. 2 ઓક્ટોબર સુધી નવી દિલ્હી ચાલી રહેલી એશિયન ગેમ્સ 2022માં તમામ એસ્પોર્ટ્સ ટાઇટલ માટે ખૂબ જ અપેક્ષિત ડ્રોની સત્તાવાર…

ભારતની ઈન્ડિયન ઓઈલ ગ્રાન્ડ પ્રિકસ શરૂ થતાં લુકા મેરિની નાટકીય શૈલીમાં ક્લોકમાં ટોચ પર છે

ડિફેન્ડિંગ વર્લ્ડ ચેમ્પિયન ફ્રાન્સેસ્કો બગનૈયા 7મા સ્થાને છે, જ્યારે સાન મેરિનો મોટોજીપી વિજેતા શુક્રવારે બીજા ફ્રી પ્રેક્ટિસ સેશન દરમિયાન બીજા ક્રમે છે નવી દિલ્હી : મૂની VR46 રેસિંગ ટીમના રાઇડર લુકા મરિનીએ બુદ્ધ ઈન્ટરનેશનલ સર્કિટ ખાતે બીજા ફ્રી પ્રેક્ટિસ સેશન દરમિયાન છેલ્લા લેપમાં સૌથી ઝડપી સમય નોંધાવ્યો કારણ કે શુક્રવારે ભારતની ઈન્ડિયન ઓઈલ ગ્રાન્ડ પ્રિકસની…

કેદી સુધરી ગયો હોય તેને જેલમાં રાખવાથી શું મળશેઃ સુપ્રીમ કોર્ટ

જેલમાં રહેવા કેદીઓને સજામાં છૂટ આપી, સમયથી પહેલાં મુક્ત કરવાનો ઈનકાર કરવા તે કેદીઓના મૌલિક અધિકારોનાં હનન સમાન છે નવી દિલ્હી   અપરાધીઓને સમયથી પહેલાં મુક્ત કરવા અંગે સુપ્રીમ કોર્ટે પોતાના એક મહત્વના ચુકાદામાં કહ્યું હતું કે, જે કેદી સુધરી ગયો હોય, તેને જેલમાં રાખવાથી શું મળશે ? સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, જેલમાં રહેવા…

મહિલા આરક્ષણમાં ઓબીસી ક્વોટો ન સમાવી શકવાનો અફસોસઃ રાહુલ

કોંગ્રેસને સોએ સો ટકા અફસોસ છે કે જ્યારે તે સત્તામાં હતી ત્યારે તે મહિલા આરક્ષણ વિધેયક પસાર કરવામાં અસમર્થ રહી હતી નવી દિલ્હી  કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, કોંગ્રેસને સોએ સો ટકા અફસોસ છે કે જ્યારે તે સત્તામાં હતી ત્યારે તે મહિલા આરક્ષણ વિધેયક પસાર કરવામાં અસમર્થ રહી હતી. તેઓએ સ્વીકાર્યું કે, જો…

નાગપુરમાં પાણીમાં ફસાયેલા લોકોને કાઢવા એનડીઆરએફની ટીમ કાર્યરત

નાગપુરમાં મુશળધાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય ગયા છે, ભારે વરસાદને પગલે અંબાઝરી તળાવ છલકાઈ ગયું નાગપુર મહારાષ્ટ્રના નાગપુરમાં ગઈકાલે ભારે વરસાદ વરસતા લોકોને મુશ્કેલી ઉભી થઈ હતી, ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાય ગયા છે તેમજ ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે  એનડીઆરએફની ટીમ સતત કર્યરત છે. હાલ ડેપ્યુટી સીએમ ફડણવીસ સ્થિતિ પર…

દિલ્હી, પ.બંગાળ અને સિક્કીમમાં ભારે વરસાદની શક્યતા

આગામી બે દિવસ સુધી પશ્ચિમ બંગાળ અને બિહારમાં હળવોથી મધ્યમ વરસાદની સંભાવના નવી દિલ્હી દેશમાં કેટલાક રાજ્યોમાં વરસાદે વિરામ લીધો છે તો કેટલાક રાજ્યમાં હજુ પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. રાજધાની દિલ્હીમાં છેલ્લા બે દિવસથી ગરમીથી પરેશાન છે તો બીજી તરફ બિહારમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે કેટલાક રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદની…

વર્લ્ડ કપ માટે દિગ્ગજોને તાજા રાખવા રોહિત-વિરાટને આરામ અપાયોઃ દ્રવિડ

ભારતીય ટીમ આઠ ઓક્ટોબર ઓસ્ટ્રેલિયા સામે પોતાના અભિયાનનો પ્રારંભ કરશે નવી દિલ્હી એશિયા કપમાં સુપર-4 રાઉન્ડમાં બાંગ્લાદેશ સામેની મેચમાં ભારતે કોહલી અને રોહિતને આરામ આપ્યો હતો. તાજેતરમાં એશિયા કપમાં જ્યારે મેનેજમેન્ટે બાંગ્લાદેશ સામે સુપર-4 રાઉન્ડમાં વિરાટ કોહલી અને કેપ્ટન રોહિત શર્મા સહિત પાંચ ખેલાડીઓને આરામ આપવાનો નિર્ણય લીધો હતો, ત્યારે શરૂઆતમાં કંઈ થયું ન હતું,…

હિન્દુઓને નિશાન બનાવતી દ્વેષપૂર્ણ ટિપ્પણીઓ નિંદાને પાત્રઃ પિયર પોઈલીવર

કેનેડાના દરેક ભાગમાં હિંદુઓએ અમૂલ્ય યોગદાન આપ્યું છે અને તેમનું અહીં હંમેશા સ્વાગત કરવામાં આવશેઃ વિપક્ષના નેતાનું નિવેદન ટોરેન્ટો કેનેડામાં ખાલિસ્તાનનો મુદ્દો ચરમસીમા પર છે. સતત નિવેદનબાજી વચ્ચે શીખ ફોર જસ્ટિસના ચીફ પન્નુએ કેનેડાના હિન્દુઓને દેશ છોડવાની ધમકી આપી હતી. હવે આ વીડિયોની નિંદા થઈ રહી છે. કેનેડામાં વિપક્ષના નેતા પિયર પોઈલીવરે  હિન્દુના સમર્થનમાં એક વાત…

કેનેડામાં ભારતીયો માટે કોન્સ્યુલર સેવાઓ ચાલુ છે

કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયાએ બે દિવસ પહેલા જ સોશ્યલ મીડિયા પોસ્ટ એક્સ પર પોસ્ટ કરીને જાહેરાત કરી નવી દિલ્હી કેનેડામાં જ્યારથી ખાલિસ્તાની સમર્થક હરદીપસિંહ નિજ્જરની હત્યા કરવામાં આવી છે ત્યારથી ભારત સાથે તણાવ ચાલી રહ્યો છે. ભારતે કેનેડાના પીએમ જસ્ટિન ટુડોના આરોપોને ફગાવી દીધા હતા અને તેના પર જરુરી પગલાં પણ લેવાઈ રહ્યા છે ત્યારે…

કૃષિ અને બાગાયતી પાકોમાં 33%થી વધુ નુકસાન થયું હોય તેવા ખેડૂત સહાયની જાહેરાત

એસડીઆરએફ નોર્મ્સ પ્રમાણે હેક્ટર દીઠ 8500ની સહાય વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં અપાશે અમદાવાદઃ  ગુજરાતમાં સપ્ટેમ્બરના મધ્યમાં ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લામાં ભારે વરસાદ તથા ઉપરવાસના ભારે વરસાદને કારણે નર્મદા નદીમાં પુર આવતા ખેતી બાગાયતી પાકોને થયેલા નુકસાન અન્વયે રાજ્ય સરકારે ખાસ કૃષિ રાહત પેકેજ 2023 જાહેર કર્યું છે. 16 થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભરૂચ,…

ઈન્ડો પેસિફિક ક્ષેત્રોમાં ચીનની વધતી ગતિવિધિઓ સામે કાર્યવાહીની ચર્ચાની શક્યતા

ઈન્ડો પેસિફિક આર્મી ચીફ કોન્ફરન્સ તરીકે જાણીતી આ કોન્ફરન્સનો વિષય ઈન્ડો-પેસિફિક ક્ષેત્રોમાં શાંતિ અને સ્થિરતા જાળવી રાખવોનો છે નવી દિલ્હી ભારતીય સેના આવતા અઠવાડિયે કોન્ફરન્સનું આયોજન કરવા જઈ રહી છે. આ કોન્ફરન્સ બે દિવસ સુધી ચાલશે જેમાં ઈન્ડો-પેસિફિક ક્ષેત્રના દેશોના સેના પ્રમુખો સામેલ થશે. આ કોન્ફરન્સમાં ઈન્ડો પેસિફિક ક્ષેત્રોમાં ચીનની વધતી ગતિવિધિઓ સામે કાર્યવાહી અંગેની…

નિજજરની હત્યામાં ભારતની સંડોવણીની ઓપન સોર્સ માહિતીઃ ડેવિડ

આ બધી માહિતી ઇન્ટરનેટ પર પહેલેથી જ ઉપલબ્ધ હોવાનો દાવો ટોરેન્ટો ભારત કેનેડાના તણાવપૂર્ણ સંબંધો વચ્ચે બંને દેશો તરફથી એકબીજા પર નિવેદનો અને કાર્યવાહી થતી જોવા મળી છે. એવામાં કેનેડાના પીએમએ ભારત પર લગાવેલ આરોપને લઇ બ્રિટીશ કોલંબિયાના પ્રીમિયર ડેવિડનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. તેમને ભારતના સમર્થનમાં એક નિવેદન આપ્યું હતું. બંને દેશોના…

બરસાનામાં દર્શન કરવા આવેલા બે શ્રધ્ધાળુનાં શ્વાસ રૂંધાવાથી મોત

દુર્ઘટના બાદ વહીવટી તંત્રમાં ભાગદોડ, બરસાનામાં રાધા અષ્ટમી પર દર્શન કરવા માટે 2 લાખથી વધુ ભાવિકો ઉમટી પડ્યા બરસાના/મથુરા રાધા જન્મોત્સવ દરમિયાન દર્શન કરવા માટે આવેલા બે શ્રદ્ધાળુઓના શ્વાસ રૂંધાવાથી મોત થઈ ગયા છે. આ દુર્ઘટના બાદ વહીવટી તંત્રમાં ભાગદોડ મચી ગઈ છે. બરસાનામાં રાધા અષ્ટમી પર દર્શન કરવા માટે 2 લાખથી વધુ ભાવિકો ઉમટી…